મસાલાવાળા પાકો જે સુકા બીજ ધરાવે છે તેનો ઉપયોગ મસાલા તરીકે થાય છે, તે પાકોનું ધનિષ્ઠ રીતે સુકા અને અર્ધસુકા વસ્તારમાં શિયાળુ ઋતુમા વાવેતર થાય છે. મસાલા પાકોમાં બીજ મસાલાના પાકો છેલ્લા વર્ષોમાં લોકપ્રિય થયેલ છે.
જેમ કે જીરૂ, વરીયાળી, અજમા અને સુવા જેવા પાકો રાજ્યના સુકા અને અસુકા વિસ્તારો માટે ખુબ જ અનુકુળ છે, તેમજ હાલના મરી-મસાલા પાકોના બજારભાવો જોતા ખુબ જ ફળદાયી પુરવાર થાય તેમ છે. દરેક પાકોમાં જમીનની તૈયારીથી માન્દીને કાપણી સુધીના દરેક તબક્કે તજજ્ઞતાની જાણકારી હોવી જરૂરી છે. ખેતિકાર્યો માટે નિષ્કાળજી અથવા બિનસમયસર થી ઉત્પાદનમાં મોટો ધટાડો થાય છે. આમાંના કેટલાક મુદાઓ જીરૂ, વરીયાળી અને મરચી જેવા પાકો માટે ખુબ જ અગત્યાના છે. દરેક પાકોની જેમ મસાલાના પાકોમાં પણ વિવિધ સંશોધનને આધારે એવી પદ્ધતિઓ વિકસાવવામાં આવેલ છે કે જેમાં બિલકુલ ખર્ચ વગર અથવા નહીત્વત ખર્ચે વધુમાં વધુ પાક ઉત્પાદન મેળવી શકાય છે. આ માટે નીચે જણાવેલ મુદાઓ પર ધ્યાન આપી ખેતી કરવાથી મસાલા પાકોનું ચોક્કસપણે નફાકારક રીતે ઉત્પાદન વધારી શકાય છે.
વાવેતર સમય :
પાકના મહત્વ અને નફાકારક ઉત્પાદન માટે વાવણીનો સમય અગત્યનોભાગ ભજવે છે. યોગ્ય સમયે વાવની કરવાથી છોડની સાનુકુળ હવામાન મળતા બીજનો ઉગાવો પુરતા પ્રામાણમાં થાય છે અને છોડની સંખ્યા પણ પુરતા પ્રમાણમાં મળી રહે ચી. ઉપરાંત છોડને વનસ્પતિક વૃદ્ધિ સારી થાય છે, તેમજ પ્રજનન અવસ્થા અને દાણા બેસવાની અવસ્થાએ દાણાની સંખ્યા વધારે મળે છે. પરીનામે વધુ ઉત્પાદન અને સારી ગુણવતાવાળા દાણાના કારણે નફામાં વધારો થાય છે. વિવિધ મસાલા પાકો માટે વાવણીનો યોગ્ય સમય નીચે મુજબ ગોઠવી શકાય છે :
(૧) જીરૂનું વાવેતર નવેમ્બરનાં પ્રથમ પખવાડીયામાં જ્યારે ઠંડીની શરૂઆત થાય અને ઉષ્ણતામાન ૩૦ થી ૩૨ સેન્ટીગ્રેડની આસપાસ થાય ત્યારે કરવું જોઈએ.
(૨) ચોમાસું વરીયાળીનાં પાક માટે ધ્રુની ફેરરોપણી ઓગષ્ટ માસના બીજા પખવાડીયામાં વરસાદી વાતાવરણમાં કરવી હિતાવહ છે.
(૩) રવી ઋતુંમાં વરીયાળીનું વાવેતર ૧૫ ઓક્ટોમ્બર બાદ જ્યારે તાપમાનમાં ધટાડો થાય અને રાત્રીના પાછલા પહોરમાં ઠંડીની શરૂઆત થાય ત્યારે કરવું જોઈએ.
(૪)મેથી અને ધાણાની વાવણીનો યોગ્ય સમય નવેમ્બરનાં પ્રથમ અઠવાડિયાનો છે. જ્યારે સુવા અને અજમાની વાવણી સપ્ટેમ્બર- ઓક્ટોમ્બર માસ દરમ્યાન કરવી.
(૫) મારચીનાં પાકમાં છોડનાં પુરતા વિકાસ માટે ધરૂની ફેરરોપણી ઓગષ્ટ માસના પ્રથમ પખવાડીયામાં ઝરમર વરસાદમાં કરવા ભલામણ છે.
જીરૂનું વાવેતર
વાવેતર સમયે
અનુરૂપ જાતોની પસંદગી :
વાવણી સમયની સાથેસાથે જે તે સમયને અનુરૂપ જાતની પસંદગી પણ એટલું જ મહત્વ ધરાવે છે. શિયાળુ વરીયાળીમાં પાચલી અવસ્થાએ (ફેબ્રુઆરી-માર્ચ) ઉષ્ણતામાન વધવાને કારની છે. તેથી ઉચું ઉષ્ણતામાન સહન કરી ટકી શકે તેવી ગુજરાત વરીયાળી- ૧૧ જાતની પસંદગી કરવી જોઈએ. તેવી જાત ગુજરાત સુવા-૨ ની પસંદગી કરવા ભલામણ છે. જયારે પિયત માટે ગુજરાત સુવા – ૧ જાતની પસંદગી કરવી.
આ પણ વાંચો : શાકભાજીના પાકમાં પ્રાકૃતિક જીવાત નિયંત્રણ
(૧) મોટાભાગે ખેડૂતો ચાસમાં વાવની કરવાને બદલે પુખીને વાવેતર કરે છે, જેને કારની બિયારણ એકસરખા પ્રમાણમાં જમીનમાં પડતું નથી અને ભેલવાનું નથી. વળી પિયત આપવાથી ખુલ્લા બાજ પાનીએ સાથે તણાઈને એક જગ્યાએ ભેગા થી ત્યાં વધુ સંખ્યામાં ઉગે છે. જ્યારે અન્ય ભાગોમાં બિયારણ ઓછુ હોવાને કારની છોડની સંખ્યા ઓછી અને અનિય્મિત અંતરે રહે છે.
(૨) ખેડૂતો બિયારણ ખરીદતી વખતે તેની શુધ્ધતા અને અન્ય બાબતોની વિશ્વસનીયતાને ધ્યાનમાં રાખ્યા વિઈના ખરીદી કરે છે.રોગગ્રસ્ત વિસ્તારમાંથી ઉત્પન્ન થયેલ બિયારણ તેમજ કીટકોના ડંખથી નુકશાન પામેલ બિયારણનાં ઉપયોગથી ઉગાવો ઓછો થાય છે અને છોડની સંખ્યા પુરતી મળતી નથી.
(૩)વાવેતર સમયે ફૂગજન્ય રોગથી પાકને બચાવવા જરૂરી બીજ માવજત આપવાની ખેડૂતમાં આળસ જોવા મળે છે જેથી છોડની સંખ્યામાં ધટાડો થાય છે. વાલી, વરીયાલિએ અને મરચા જેવા પાકોમાં ધરૂની ફેરરોપણી માટે યોગ્ય અવસ્થાને ધ્યાને લીઈધા વગર ફેરરોપણીમાં નિષ્કાળજીનાં કારને ‘કોલર રોટ’ રોગની શક્યતા વધી જાય છે જે છોડની સંખ્યા ઉપર સીધી અસર કરે છે.
(૪) મરચાં તેમજ વરીયાળીના ઉભા પાકમાં છોડને મજબુતાઈ આપવા માટે ૮૦ થી ૯૦ દિવસનો પાક થયે પાળા ચઢાવવામાં આવતા ન હોવાથી છોડ પાડીને સુકાઈ જાય છે અને છોડની સંખ્યા પુરતી મળતી નથી.
(૫) જમીનજન્ય ફુગથી થતા રોગોથી છોને બચાવવા પાકની ફેરબદલી યોગ્ય સમયે કરવામાં આવતી નથી. દા.ત. જીરૂનાં પાકમાં સુકારાના રોગને કારણે જો પાક ફેરબદલી ન થાય તો છોડ રોહ્થી સુકાઈ છે અને છોડની સંખ્યામાં ધટાડો કરે છે.
બિયારણની પસંદગી :
ભૌતિક શુધ્તાવાળું, સારી સ્ફુરણશકિત ધરાવતું અને શુદ્ધ બિયારણ એ વધુ અને નફાકારક ઉત્પાનની ચાવી છે. દા.ત. જીરૂનાં બિયારણમાં જીરાળાનું બી હોય છે જેના છોડ જીરૂ જેવા જ થતા હોવાથી દુર કરવા મુશ્કેલ બને છે. જેથી જીરૂનાં ઉત્પાદનમાં આ બિયારણ ભળવાથી તેની ગુણવતા નબળી રહેવાથી ઓછો બજારભાવ મળે છે. તેથી મસાલા પાકોના બિયારણો કૃષિ યુનિવર્સીટીઓ અને માન્ય સરકારી સંસ્થાઓ જેવી કે રાજ્યક/રાષ્ટ્રીય બીજ નુગ્મ પાસેથી જ ખરીદ કારવાનો આગ્રહ રાખવો અને આવા બિયારણો ૨-૩ વર્ષ બાદ ફેરબદલી કરી નવું બિયારણ વાપરવું. વારીયાલિએ અને મરચી જેવા પાકોમાં સારા સુધ્ધ છોડની પસંદગી કરી ફૂલ બેસવાની શરૂઆત પહેલા ઝીણા મખમલનાં કાપડની થેલીઓ ચઢાવીને બિયારણની જનીનિક શુદ્ધતા જાળવવી સંશોધનનાં આધારે કૃષિ યુનિવર્સીટીએ ભલામણ કરેલ બિયારણનાં દર મુજબ જ વાવણી કરવાથી ઉત્પાદન ખર્ચ વધતો નથી અને ઉત્પાદન પણ મહતમ મળી રહે ચી.
બીજ માવજત :
ખેતી પાકોમાં રોગનો ફેલાવો બિયારણ સાથે, પવન મારફતે અથવા જમીનજન્ય હોય છે. બીજ દ્વારા કે બીજ મારફતે ફેલાતા રોગો જેના રોગપ્રેરક બી ની અંદર કે બહાર અથવા બી સાથી ચેપીરૂપે રહે અને રોગ કરે તેને બીજજન્ય રોગોને પાકમાં ફેલાતા અટકાવી શકાય છે તેમજ છેવટે ધાર્યું ઉત્પાદન પણ મેળવી શકાય.
જીરૂ :
વાવણીપહેલા બીજને આઠ કલાકપાણીમાં પલાળી કોરૂ કરી વાવેતર કરવાથી સારો અને ઝડપી ઉગાવો થાય છે. જમીનજન્ય અને બીજજન્ય રોગના નિયંત્રણ માટે તેમજ સારા ઉગાવા માટે એક કિ.ગ્રા. બીજ દીઠ ત્રણ ગ્રામ પારાયુક્ત દવા જેવી કે એગ્રોસાન અથવા થાયરમ, કેપ્તાન અથવા એમિસાનનો પટ આપવો.
આ પણ વાંચો : પનીરફૂલ, સ્વાસ્થ અને ત્વચા માટે વરદાન ભાગ-2
Share your comments