Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ખેડૂતો હવે વાવેતર માટે કરી શકશે ડ્રોનનો ઉપયોગ

દેશમાં ખેડૂતો બવે વાવેતર માટે ડ્રોનનો ઉપયોગ કરી શકશે. આ માટે કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ડ્રોનનો ઉપયોગ કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર જાહેર કરવામાં આવ્યું છે.

દેશમાં ખેડૂતો બવે વાવેતર માટે ડ્રોનનો ઉપયોગ કરી શકશે. આ માટે કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ડ્રોનનો ઉપયોગ કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર  જાહેર કરવામાં આવ્યું છે.

દેશમાં ખેડૂતો બવે વાવેતર માટે ડ્રોનનો ઉપયોગ કરી શકશે. આ માટે કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ડ્રોનનો ઉપયોગ કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર  જાહેર કરવામાં આવ્યું છે. હવે આધુનિક સમયમાં પાકને બચાવવા માટે ખેડૂતો જંતુનાશકોનો ઉપયોગ ડ્રોન દ્વારા પણ કરી શકે છે. કૃષિ, વનીકરણ, બિન-પાક વિસ્તારો વગેરેમાં પાકના રક્ષણ માટે ડ્રોનની મદદથી જંતુનાશકોનો છંટકાવ કરી શકાય છે.

ડ્રોનની એસઓપી પ્લાન્ટ પ્રોટેક્શન, ક્યુરેન્ટાઇન અને સ્ટોરેજ ડિરેક્ટોરેટ દ્વારા જંતુનાશકો અધિનિયમ 1968 (નિયમ 43) અને બાંયધરી માટેના જંતુનાશક નિયમો (97) ની જોગવાઈઓ હેઠળ તૈયાર કરવામાં આવી છે.

 શા માટે જોઈએ છે ડ્રોન

નોંધણીએ છે કે, ભારતીય કૃષિ તાજેતરમાં પ્રગતિમાંથી પસાર થઈ છે અને તેમા અનેક સંશોધન થયો છે,જેથી ખેડૂતોને નવી ટેકનીકો માધ્યથી લાભ પહુંચવવામાં આવ્યું છેં. ભારતમાં કૃષિ માટે ટપક સિંચાઇ અને વિવિધ પ્રકારના મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.એટલે ડ્રોન હવે કૃષિ માટે મહત્વપૂર્ણ સાધન બનશે. સાથો સાથ ડ્રોન માનવ શક્તિની જરૂરિયાતને પણ ઘટાડશે.

ઉપરાંત ડ્રોનનો ઉપયોગ કરતા પાણીનું પ્રમાણ અને વપરાશમાં રહેલા કેમિકલ્સની માત્રા પણ ઓછી થશે. જો કોઈ ખેડૂત ડ્રોનની મદદથી પોતાના ખેતરમાં જંતુનાશકનો છંટકાવ કરવા માંગે છે, તો તેણે સંબંધિત અધિકારીઓને 24 કલાક અગાઉ જાણ કરવી પડશે.

https://gujarati.krishijagran.com/news/learn-how-to-do-pesticide-packaging/

કેવી હશે માર્ગદર્શિકા?

  • તે વિસ્તારને સૂચિત કરવાની જવાબદારી ઓપરેટરની રહેશે.
  • સંચાલકો માત્ર માન્ય જંતુનાશકો અને તેમના ફોર્મ્યુલેશનનો જ ઉપયોગ કરશે.
  • ડ્રોનને પરવાનગી વાળી ઊંચાઇથી વધારે ઉપર ઉડાડી શકશે નહીં.
  • સંચાલકો દ્વારા લોન્ડ્રી અને પ્રાથમિક સારવારની સુવિધા આપવામાં આવશે.
  • તમામ હવાઈ કામગીરીમાં નજીકના લોકોને ઓછામાં ઓછા ચોવીસ અગાઉથી સૂચિત કરવું આવશ્યક છે
  • 24 કલાક પહેલા અધિકારીઓને આ સંદર્ભે જાણ કરવી પડશે.
  • સંચાલન સાથે ન જોડાયેલા પ્રાણીઓ અને અન્ય વ્યક્તિઓને સ્પ્રે કરવના વિસ્તારમાં પ્રવેશતા અટકાવવામાં આવશે
  • પાઈલોટ્સને જંતુનાશકોની અસરને આવરી લેવાની તાલીમ લેવી પડશે.

ડીજીસીએ દ્વારા જાહેર કરાયેલ ગાઇડલાઇન્સ

  • સુનિશ્ચિત કરો કે તમારું ડ્રોન (50 ફુટ સુધીના અનિયંત્રિત હવાઇ ક્ષેત્રમાં નેનો સિવાય) ડિજિટાઇઝર સ્કાય “નો પરવાનગી - નો ટેક ઓફ” (એનપીએનટી) સુસંગત છે કા.
  • નિયંત્રિત એરસ્પેસમાં સંચાલન કરવા માટે ડીજીસીએ પાસેથી અનન્ય ઓળખ નંબર (યુએલએન) મેળવો અને તેને તમારા ડ્રોન સાથે જોડો.
  • ડ્રોનનો ઉપયોગ ફક્ત ડેલાઇટમાં જ કરો.
  • વિમાનમથકો અને હેલિપોટોર્ટ નજીક ડ્રોન ઉડાડશો નહીં
  • પરવાનગી વિના ખાનગી સંપત્તિ ઉપર ડ્રોન ઉડાવશો નહીં.
  • ફક્ત ડીજીસીએના પ્રમાણિત પાઇલટ્સને કૃષિ ડ્રોન ઉડાવવાની મંજૂરી આપવામાં આવશે

ઉલ્લેખનીય છે કે, ડ્રોન પદ્ધતિથી દવાના છંટકાવના કારણે સમયની બચત થશે. આ ઉપરાંત ખેડૂતને ઝેરી અસર થવાની ભીતિ પણ ઓછી થઈ જશે. દેશના ખેડૂત ખેતી માટે ડ્રોનનો ઉપયોગ કરી શકશે. આ માટે કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ડ્રોનનો ઉપયોગ કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર  જાહેર કરવામાં આવ્યું છે. હવે આધુનિક સમયમાં પાકને બચાવવા માટે ખેડૂતો જંતુનાશકોનો ઉપયોગ ડ્રોન દ્વારા પણ  કરી શકે છે. કૃષિ, વનીકરણ, બિન-પાક વિસ્તારો વગેરેમાં પાકના રક્ષણ માટે ડ્રોનની મદદથી જંતુનાશકોનો છંટકાવ કરી શકાય છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More