Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

જે ખેડૂતોએ મગફળી અને બાજરાની ખેતી કરી છે તેઓએ જુલાઈ માસમાં આ આ કાર્યો અવશ્ય કરવા

ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે અને ઉત્પાદમાં પણ વધારો થઈ શકે તેમ છે

Sukhadev Thakor
Sukhadev Thakor

ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે અને ઉત્પાદમાં પણ વધારો થઈ શકે તેમ છે

ખેડૂતોએ જૂન માસમાં ખરીફ પાકનું વાવેતર શરૂ કરી દીધુ હતુ પરંતુ વરસાદ ખેંચાતા પાણીની ખોટ વર્તાતા મોટા ભાગના ખેડૂતોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ખેડૂતોએ ખરીફમાં જે પાકનું વાવેતર કર્યું છે, તેમાં જેમ જેમ સમય બદલાય તેમ તેમ જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે મગફળી અને બાજરીના પાકમાં શું કરવું.

મગફળીના પાક માટે ખેડૂતે કરવાના કાર્યો

1. મગફળીમાં ચુસીયા પ્રકારની જીવાતો માટે ઈમીડાક્લોપ્રીડ ૨-૮ મિ.લિ./૧૦ લી. અથવા પ્રોફેનોફોસ+સાયપરમેથ્રીન ૧૦મિ.લિ./૧૦ લિટર પાણીમાં નાખી જીવાતનો ઉપદ્રવ વધે ત્યારે પછી પંદર દિવસ બાદ બીજો છંટકાવ કરવો.
2. મગફળીના પાકમાં ચાંચાવાના ઉપદ્રવ માટે કવીનાલફોસ ૧.૫ ટકા ભૂકી અથવા ફેનાવાલરેટ ૦.૪ ટકા ભૂકી પ્રતિ હેકટરે ૨૫ કિલો પ્રમાણે પાક પર છંટકાવ કરવો. અથવા પ્રવાહીરૂપ દવા કવીનાલફોસ ૨૦ મિ.લિ. દવા ૧૦લિટર પાણીમાં નાખી છંટકાવ કરવો.
3. ચોમાસું મગફળીમાં પોટાશ ૫૦ કિલો/હે. આપવાથી ઉત્પાદન વધે છે તથા ડોડવા ભરાવદાર થાય છે.
4. મગફળીમાં ઘૈણ નિયંત્રણ માટે ફીપ્રોનીલ ૪૦ ટકા ઈમીડાક્લોપ્રીડ ૪૦ ટકા અથવા થૈમિથિઓક્ઝામ + ફીપ્રોનીલ ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો.
5. મગફળીનાં ઉગાવા બાદ પણ જો સુકારો દેખાય તો ટ્રાઇકોડ્રર્મા હારજીયમનું થડ પાસે ડ્રેન્ચીંગ કરવું.

6. સફેદ માખી તેમજ ઈયળ વર્ગની જીવાતોની મોજણીમાં ખેતરમાં ફેરોમેનટ્રેપ હેકટર દીઠ ૫ લગાવવા.
7. સફેદ માખી, મોલોમશી તથા તડતડીયા : ડાયમીથોએટ ૦.૦૩ ટકાના દ્રાવણનો છંટકાવ ૫૦% ફૂલ અવસ્થાએ કરવો. જરૂર પડે તો બીજો છંટકાવ ૧૦-૧૨ દિવસે કરવો.
8. મગફળીના છોડ લોહ તત્વની ઉણપને લીધે પીળા પડી જતા હોય તો ૧૦ લીટર પાણીમાં ૧૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટ (હીરાકસી) અને ૧૦ ગ્રામ લીંબુના ફૂલ દ્રાવણનો છંટકાવ કરવો.
9. દક્ષીણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે, મગફળીના થડ અને ડોડવાના સડાનાં અસરકારક નિયંત્રણ માટે ને ૧૨૫ કી.ગ્રા. દિવેલીના ખોળમાં ભેળવી વાવેતર સમયે ચાસમાં આપવું અને તેટલો જ જથ્થો વાવેતરના એક મહિના પછી થડની પાસે વેરીને આપવો.

બાજરીના પાક માટે ખેડૂતે કરવાના કાર્યો

1. બાજરામાં ૮૦-૪૦-૦ ના.ફો.પો. તથા ઝીંક સલ્ફેટ અને ફેરસ સલ્ફેટ ૨૦ કિલો/હે. આપવું.
2. બાજરી, જુવાર અને ઘાસચારાના પાકો : સાંઠાની માખીનાં નિયંત્રણ માટે ઈમિડાકલોપ્રીડ ૭૦ ડબલ્યુએસ ૫ ગ્રામ / કિ.ગ્રા. બીજ પ્રમાણે માવજત આપી વાવેતર કરવું અથવા વાવણી વખતે ઈમિડાકલોપ્રીડ અથવા ફીપ્રોનીલ પ્રમાણે ચાસમાં આપવું.
3. બિયારણનો દર ૫ કિ.ગ્રા. / હે પ્રમાણે રાખવો. પારવણી વખતે માખીથી નુકસાન પામેલ છોડ દુર કરવાથી ઉપદ્રવ ઘટશે.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More