Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

કપાસની સાથે આ પાકની ખેતી કરતા ખેડૂતોની કમાણીમાં થયો બમણો વધારો- જાણો વિગતે

ગુજરાતમાં સોયાબીનની ખેતી થઈ રહેલી જોવાં મળી છે. આદિવાસીનાં વિસ્તારમાં તેનું વાવેતર વધું છે.પરંતુ જ્યાં કપાસનું વાવેતર વધું થાય ત્યાં જ સોયાબીનનું વધુ પ્રમાણમાં વાવેતર કરી શકાય તેવા પ્રયત્ન ખેડૂતોએ કર્યા છે.

KJ Staff
KJ Staff
કપાસની ખેતી
કપાસની ખેતી

ભારતનાં પંજાબમાં સૌ પ્રથમવાર સોયાબીન વાવવાનો પ્રયાસ થયો હતો. ત્યારપછી વડોદરા રાજ્યમાં આના વાવેતરનો પ્રયાસ થયો હતો. ત્યારબાદથી ભારતમાં સોયાબીન થવા લાગ્યા હતા. પણ થોડા વર્ષો પહેલાં સારા બિયારણ ન હોવાના લીધે વાવેતર બંધ કરી દીધું હતું.હવે ફરીવાર ગુજરાતમાં સોયાબીનની ખેતી થઈ રહેલી જોવાં મળી છે.આદિવાસીનાં વિસ્તારમાં તેનું વાવેતર વધું છે.પરંતુ જ્યાં કપાસનું વાવેતર વધું થાય ત્યાં જ સોયાબીનનું વધુ પ્રમાણમાં વાવેતર કરી શકાય તેવા પ્રયત્ન ખેડૂતોએ કર્યા છે.

જામનગરમાં 15 વર્ષ પહેલાં સોયાબીન પાકનું વધુ વાવેતર થતું હતું,પરંતુ સુધારાયેલ જાતોના અભાવે પાકનું વાવેતર ઘટતું ગયું. જામનગરના ખેડૂતે કપાસમાં વચ્ચેની ખાલી પડેલી જગ્યાએ મિશ્રા પાક તરીકે સોયાબીનનું વાવેતર કરીને મબલખ ઉત્પાદન મેળવ્યું હતું.એક પાકમાં બે પાકનો 3 ગણો ફાયદો મેળવ્યો હતો.વળી,સોયાબીનના મૂળમાં નાઈટ્રોજન ઊંચી માત્રામાં હોવાથી તે ફ્રીમાં ખેતરમાં મળી ગયું હતું. 20 % તેલ અને 40 % પ્રોટીન હોય છે. તેમાંથી 15-20 ક્વીન્ટલ જેટલું ઉત્પાદન મળે છે.

ગુજરાતમાં લગભગ 1.37 લાખ હેક્ટરમાં સોયાબિનનું વાવેતર થાય છે. જેમાંથી દાહોદમાં સૌથી વધું 41,000 હેક્ટરમાં વાવેતર થાય છે. ત્યારપછી અરવલ્લીમાં 16,000 હેક્ટરમાં વાવેતર થાય છે. જે  S.335 જાત N.R.C. 37 જાત સૌથી વધુ ઉત્પાદન આપતી જાત છે. તેમાંથી 35 ક્વીન્ટલ જેટલું ઉત્પાદન મળે છે. તેમાં 80 કિલો હેક્ટરે વાવેતર કરવું પડે છે.

સોયાબીનમાંથી તેલ,સોસ, દૂધ,લોટ,ટોફૂ અને અન્ય ખાદ્ય સામગ્રીઓ બનાવી શકાય છે.સોયાબીનનાં ખોરાકમાં પ્રોટિનની  માત્રા વધુ હોય છે.શાકાહારી લોકો તેના લીધે સોયાબીન ખાય છે. તેમાં કંઈક કડવો સ્વાદ આવતો હોવાથી તેમાંથી બનતી વાનગીઓ એકલી ખાવા કરતાં ચણા,ઘઉં,મકાઈ, જુવાર કે ચોખાના લોટનાં 4 ભાગમાં નાખીને ખાઈ શકાય છે.ચીનમાં તેની ભીંજવેલી દાળની ખીચડી રાંધીને ખાવામાં આવે છે.આખા બીજને ભીંજવી ફણગા ફૂટે ત્યારપછી કાઢીને ધોઈ સાફ કરીને ફણગા સહિત થોડાં-થોડાં મીઠાં સાથે ખાવાથી શરીર ખૂબ પુષ્ટ બને છે.તેને વાટીને રસ કાઢી બાળકોને પિવડાવવાથી દૂધ જેટલું પૌષ્ટિક કામ કરે છે.

ભારતમાંથી સોયાબીન ખોળ અને તેમાંથી બનતા ઉત્પાદનોની નિકાસ 22.5  % વધીને 1.36 લાખ ટન થઇ ગઈ છે.પ્રોસેસિંગ યુનિટ્સમાં સોયાબીનનું તેલ કાઢ્યા બાદ તે વધતું રહે છે.આ પ્રોડક્ટસ પ્રોટીનનો મોટો સ્રોત છે.તેમાંથી સોયાબીનનો લોટ અને સોયાવડી જેવી ખાદ્ય પદાર્થની સાથે-સાથે પશુ આહાર અને મરઘીઓના દાણા પણ તૈયાર કરવામાં આવે છે. ઈન્દોરમાં સોયાબીનના હાલનાં ભાવ રૂ.4,000 જેવો પ્રતિ ક્વિન્ટલ મળી રહે છે. પરંતુ આંતરરાષ્ટ્રીય બજાર આ પાકને વધુ અસર કરે છે.

ભારતમાં જ 75 લાખ હેક્ટરમાં વાવેતર થયું  છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, આંધ્રપ્રદેશ વિવિધ રાજ્યોમાં વાવેતર થયું છે. દક્ષિણ ગુજરાતમાં ઓછુ વાવેતર થયું છે. બાકી ગુજરાતમાં તેનું વાવેતર થતું નથી.મૂળની ગંડિકાઓમાં રાઈઝોબિયમ નામના બેક્ટેરિયા રહેતા હોવાથી તે હવાનો નાઈટ્રોજન લઈને તેને જમીનમાં ઉમેરે છે. ડાયાબિટીસ, મૂત્રાશય એટલે કે યુરિનનું કેન્સર, એલર્જી હોય, દૂધની એલર્જી, માઈગ્રેનની તકલીફ હોય,શરીર ફૂલાવે તેવો થાઈરોડ હોય, સોયાબીનમાં “ટ્રાન્સ ફેટ” હોય છે,જે હાઈ કોલેસ્ટ્રોલ અને હ્રદય સંબંધિત બીમારીઓને વધારે છે. સ્તનપાન કરાવતી હોય તેવી મહિલાને આ સોયાબીન ખાવાથી બચવું જોઈએ.સોયાબીનમાં ફીટોએસ્ટ્રોજન નામનું એક કેમિકલ જોવાં મળે છે, જે શરીરમાં કોઈ નુકસાન નથી પહોંચાડતું,પરંતુ જેમને કિડની સંબંધી કોઈ રોગ હોય તેના માટે આ કેમિકલ ઝેર જેવું સાબિત થઈ શકે છે.

 

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More