Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

શિયાળુ વળીયારી વાવવા માટે ખેડૂતોએ આ બાબતોનું ધ્યાન રાખવુ

વરીયાળી બે સીઝનમાં વાવવમાં આવે છે ચોમાસુ અને શિયાળુ તો આજે આપણે વાત કરીશુ કે શિયાળામાં વરીયાળીની ખેતી કરવા માટે ખેડૂતોએ કઈ – કઈ બાબતોનું ધ્યાન રાખવું અને વરીયાળીની ખેતી માટે ક્યુ બીયારણ વધારે અનુંકૂળ આવે છે

Sukhadev Thakor
Sukhadev Thakor
વરીયાળીની ખેતી
વરીયાળીની ખેતી

વરીયાળી એ એક રોકડીયો પાક છે અને ઉત્તર ગુજરાતમાં વળીયારીની સૌથી વધુ ખેતી કરવામાં આવે છે

વરીયાળી બે સીઝનમાં વાવવમાં આવે છે ચોમાસુ અને શિયાળુ તો આજે આપણે વાત કરીશુ કે શિયાળામાં વરીયાળીની ખેતી કરવા માટે ખેડૂતોએ કઈ – કઈ બાબતોનું ધ્યાન રાખવું અને વરીયાળીની ખેતી માટે ક્યુ બીયારણ વધારે અનુંકૂળ આવે છે

જમીનની તૈયારી

  • પાણીનો ભરાવો કાળીયાં માટે અનુકૂળ છે.
  • નિવારવા જમીન સમતલ કરવી.અગાઉ ચોમાસુ પાકમાં છાણિયું ખાતર આપેલ હોય તો શિયાળામાં આપવાની જરૂર નથી.

વરીયાળીની જાતો અને તેને પાકવામાં લાહગતો સમય

સારા ઉત્પાદન માટે ગુજરાત વરિયાળી - 2, ગુજરાત વરિયાળી - 11 અથવા ગુજરાત વરિયાળી - 12 પસંદ કરવી.

  • ગુજરાત વરિયાળી - 2 જાત 159 દિવસે પાકે છે અને 1940 કિલો/ હેક્ટર ઉત્પાદન આપે છે.
  • ગુજરાત વરિયાળી 11 જાત 150 થી 160 દિવસે પાકે છે અને 2489 કિલો / હેક્ટર ઉત્પાદન આપે છે.
  • ગુજરાત વરિયાળી 12 જાત 201 દિવસે પાકે છે અને તે સરેરાશ 2588 કિલો / હેક્ટર ઉત્પાદન આપે છે.

બીજ માવજત

  • કાળિયા રોગના આગોતરા નિયંત્રણ માટે બીજને કાર્બેન્ડેઝીમ અથવા થાયરમ નો 5 ગ્રામ/કિલો પ્રમાણે પટ આપવો.

વરીયાળીની વાવણી/રોપણી

  • 40 થી 45 દિવસના અને 25 થી 30 સેમી ઊંચાઈ ના ધરૂ રોપણી લાયક ગણાય છે.
  • રોપણી ના આગલા દિવસે ધરૂવાડિયામાં પિયત આપવું.
  • ચોમાસુ પાકની રોપણી જમીનની ફળદ્રુપતા અનુસાર પૂર્વ પશ્ચિમ દિશામાં બે હાર વચ્ચે 90 થી 120 સેમી અને બે છોડ વચ્ચે 60 સેમી અંતર રાખી 15 મી ઓગસ્ટ આસપાસ જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે સાંજના સમયે કરવી.
  • શિયાળુ પાકની વાવણી 15 મી ઓક્ટોબર આસપાસ 45 x 10 સેમી અંતરે કરવી પણ મધ્યમ કાળી જમીનમાં 60 થી 90 સેમી અંતર રાખવું જરૂરી છે.
  • રોપણી ના 8 થી 10 દિવસ પછી ગામાં પુરાવા.
  • રોપણી બાદ વરસાદ ન હોય તો તરત જ પિયત આપવું.

આ પણ વાંચો - ખારેકની વૈજ્ઞાનિક ખેતી પધ્ધ્તિ ભાગ-1

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More