જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના સહ વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ . જી.આર ગોહિલ જણાવે છે કે ખેડૂત મિત્રોએ સપ્ટેમ્બર માસના ત્રીજા સપ્તાહમાં આ કાર્યો કરવા કે જેથી કરીને ખેડૂત મિત્રો તેમના પાકને રોગ અને અન્ય રીતે થતા નુકશાનથી બચાવી શકે તો ચાલો જાણીએ કે આ અંગે ડૉ જી.આર ગોહીલે શુ કહ્યુ ?
મગફળી:
- મગફળીના પાનના ટપકા અને ગેરુના સંયુક્ત નિયંત્રણ માટે ક્લોરોથેલોનીલ ૭૫% વે.પા. ૧૫ ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫% વે.પા. ૨૫ ગ્રામ અથવા હેક્ઝાકોનેઝોલ ૫% ઈ.સી. ૨૦ મિલી અથવા પ્રોપીકોનેઝોલ ૨૫ ઈ.સી. ૧૫ મિલી પૈકી કોઇપણ એક દવા ૧૦ લીટર પાણીમાં ઓગાળીને પાન ઉપર છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે.
- પાનના ટપકાના નિયંત્રણ માટે બજારમાં મળતી મિશ્ર દવાઓ ફલુકઝાપાયરોકઝેડ ૧૬૭ ગ્રામ લીટર + પાયરેકલોસ્ટ્રોબીન ૩૩૩ ગ્રામ/ લીટર એસ.સી. ૬ ગ્રામ અથવા પાયરેકલોસ્ટ્રોબીન ૧૩૩ ગ્રામ/ લીટર + ઇપોકઝિકોનાઝોલ ૫૦ ગ્રામ/લીટર એસ.ઈ. ૧૪ ગ્રામ પૈકી કોઇપણ એક દવા ૧૦ લીટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવાથી પાનના ટપકાના રોગનું અસરકારક નિયંત્રણ થાય છે.
- એકની એક દવાનો બીજા છંટકાવમાં ઉપયોગ કરવો નહી.
- દવાના છેલ્લા છંટકાવ અને પાકની કાપણી વચ્ચેનો ગાળો ઓછામાં ઓછો ૨૦ દિવસ રાખવો.
- મગફળીનો પાક પાકવાની અવસ્થાએ પીળો પડવા લાગે અને તેનો છોડ ઉપાડી મગફળીના ડોડવા હાથથી ફોલતા દાણા આછા ગુલાબી રંગના જણાય ત્યારે કાઢવી.
- ઉત્પાદન ઉપર માઠી અસર ન થાય તે માટે સમયસર કાપણી કરવી.
- મગફળીનાં ડોડવાને ઓછી નુકશાની થાય તે રીતે કાઢવી નહિતર તેમાં આલ્ફારોટ નામની ફુગ આવવાની શકયતા રહેશે.
- મગફળીમાં થડના કોહવાના નિયંત્રણ માટે ટ્રાઇકોર્ડમાં વિરીડા પાવડરને પાણી સાથે ૨.૫ કિલો/ હેકટરે જમીનમાં આપવું.
- મગફળી ઉપાડવાનો સમય થયો હોય તો ફુવારા થી હળવું પિયત આપવું જેથી ડોડવા જમીનમાં તૂટે નહીં આરામથી મગફળી નીકળી શકે.
- લશ્કરી ઈયળ (પ્રોડેનીયા)ના નિયંત્રણ માટે કલોરપાયરીફોસ ૦.૦૫% (૨૫ મિ.લી.) અથવા ડાયકલોરવોશ ૦.૦૫% (૫ મિ.લી.) અથવા કવીનાલફોસ ૦.૦૫% (૨૦ મિ.લી.) છંટકાવ કરવો
કપાસ:
- જ્યાં વરસાદ પડેલ હોય પાકમાં પાણી ભરાયેલ હોય ત્યાંથી પાણીનો નિકાલ કરવો તથા તે પછી પૂર્તિ ખાતર ખાસ કરીને કપાસ એરેંડા તથા તુવેર પાકમાં એમોનિયમ સ્ફેટ ખાતર આપવું.
- કપાસમાં રોગના નિયંત્રણ માટે જરૂર જણાય તો કોપર ઓક્ઝીક્લોરાઈડ ૫૦ ડબલ્.પી. ૦.૨ યુ ટકા (૪૦ ગ્રામ/ ૧૦ લીટર પાણીમાં), મેન્કોઝેબ ૭૫ ડબલ્યુ.પી. ૦.૨ ટકા (૨૭ ગ્રામ/ ૧૦ લીટર પાણીમાં ) અને કાર્બનડેઝીમ ૫૦ ટકા ડબલ્યુ. પી. ૦.૦૫ટકા (૧૦ ગ્રામ/ ૧૦ લીટર પાણીમાં ) છંટકાવ કરવો.
- કપાસની ફૂલ અને જીંડવાની અવસ્થાએ ૧ ટકા (૧૯-૧૯-૧૯ ના. ફો. પો.) નો છંટકાવ કરવો. કપાસની વાવણી બાદ ૯૦ દિવસે ઇથરેલ ૫૦ પી.પી.એમ. (૨-૩મિ. લિ./૧૦ લીટર) પાણીમાં નાખી છંટકાવ કરવો.
- કપાસમાં ચૂસિયા પ્રકારની જિવાતના નિયંત્રણ માટે બ્યુવેરિયા બેસિયાના ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં નાખી ૨-૩ છંટકાવ કરવા.
- કપાસમાં સુકારો આવ્યો હોઈ તો બ્લુ કોપર દવાનો છંટકાવ કરવો. કપાસ: મીલીબગનાં નિયંત્રણ માટે પ્રોફેનોફોસ ૫૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા અથવા ક્વિનાલફોસ ૨૦ મિ.લિ. અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા થાયોડીકર્બ ૭૫% વે.પા. ૭ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી જરૂરીયત પ્રમાણે ૨-3 છંટકાવ કરવા.
સોયાબીન :
- ગર્ડલ બીટલ માટે કવીનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસ.સી. ૩ મિ.લિ. અથવા થાયોમીથોકઝામ૧૨.૬ + લેમડા સાયહેલોથ્રીન ૯.૫ ઝેડ.સી. ૪-૫ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
તલ:
- તલમાં પાન કોક્ડાય જાય તે માટે પાન કથીરીના નિયંત્રણ માટે ગંધક ૩૦૦ મેષ ભૂકી ૫.૦૦ કિ.લો. પ્રતિ હેક્ટર છંટકાવ કરવો.
બાગાયત:
- આંબાના મધિયાના નિયંત્રણ માટે કવીનાલફોસ, ઈમીડાકલોપ્રીડ અથવા પોલીટ્રીન માંથી કોઇ એક દવાનો છંટકાવ કરવો.
- કેળમાં સીગાટોકાનાંરોગનાં નિયંત્રણ માટે રોગ લાગેલ નીચેના રોગિષ્ટ પાન કાપી તેનો બાળીને નાશ કરવો..
- બોર પાકમાં ચોમાસું પૂરુંથયા પછી બોરના ઝાડ ફરતે કાળા પ્લાસ્ટીકનું મલ્ચ ૨૫ માઈક્રોન પાથરવાથી વધુ ઉત્પાદન મળે છે લીંબુના પાકમાં પાન કોરીયા અને કાળી માખીના નિયંત્રણ માટે ઇમિડાક્લોપ્રીડ (૪ મિ.લિ./૧૦ લીટર) નો છંટકાવ કરવો. નાળીયેરી પાકમાં સફેદ માખીના નિયંત્રણ માટે એઝાડીરેકટીન ૨.૫ ટકા ૧૫ મીલી નો છંટકાવ કરવો.
શાકભાજી
- »વેલાવાળા શાકભાજી:
- લાલ અને કાળા મરીયા, ફળમાખી
- » લાલ અને કાળા મરીયા:
- » ઉપદ્રવ વધારે જણાય ત્યારે કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિલી ૧૦ લીટર પાણીમાં ઉમેરી થડની આજુબાજુ જમીનમાં આપવાથી ઉપદ્રવ કાબુમાં રાખી શકાય.
- » કિવનાલફોસ ૧.૫ ટકા ભૂકી અથવા કલોરપાયરીફોસ ૧.૫ ટકા ભૂકી ૨૦ કિ.ગ્રા. / હે. પ્રમાણે વેલા અને જમીન પર છાંટવી.
- » શાકભાજીનાં ૧૫ દિવસે ગૌમૂત્રનો પાણી સાથે મિશ્ર કરી છંટકાવ કરવો.
- » શક્ય બને તો નિંદામણ નાશક દવાનો ઉપયોગ ઓછો કરવો.
- » ભીંડા અને રીંગણમાં મોલો-મશી, થ્રિપ્સ, સફેદમાખી, તડતડીયાનાં નિયંત્રણ માટે બ્યુવેરીયા બાસીયાના કે વર્ટીસિલિયમ લેકાની
- » નામની ફુગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટરમાં ભેળવી છંટકાવ કરવો.
- » કાર્બોસલ્ફાન ૨૫ ઈસી ૧૫ મીલી દવા અને તેટલા જ જથ્થામાં પાણી લઈ પ્લાસ્ટીકની કોથળીમાં નાખી મૂળ દ્વારા માવજત આપવી. તમામ ઉપાયો જેટલા સામુહિક ધોરણે કરવામાં આવે તો સારું પરિણામ મળે.
Share your comments