કેન્દ્રની મોદી સરકાર દેશના ખેડૂતોને ટૂંક સમયમાં વધુ એક સારા સમાચાર આપવા જઈ રહી છે. હકીકતમાં મોદી સરકાર ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળી રહેલી રૂપિયા 6000ની રકમ ઉપરાંત વધારાના રૂપિયા 5,000 આપવાની તૈયારી કરી રહી છે એટલે કે ખેડૂતોને રૂપિયા 6000ને બદલે રૂપિયા 11000 મળશે. ખેડૂતો માટે કોરોના કાળના આવા કપરાં સમયમાં મોદી સરકાર ખાતર માટે આ વધારાની રકમ આપવા જઈ રહી છે, કારણ કે સરકાર મોટી-મોટી ખાતર કંપનીઓને સબસીડી આપવાને બદલે સીધા જ ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરાવવા ઇચ્છે છે.
વાર્ષિક રૂપિયા 5000 ખાતર સબસીડી મળશે
અત્રે નોંધનીય છે કે કૃષિ પડતર અને મૂલ્ય પંચ (CACP)એ કેન્દ્ર સરકારને ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા 5000 ખાતર સબસીડી તરીકે આપવા ભલામણ કરી છે. હકીકતમાં પંચ ઇચ્છે છે કે ખેડૂતોને રૂપિયા 2,500ના બે હપ્તાની ચુકવણી કરવામાં આવે. પહેલો હપ્તો ખરીફ પાક શરૂ થાય, તે અગાઉ અને બીજો રવી પાકની શરૂઆતમાં આપવામાં આવશે.
સબસીડીના પૈસા ખેડૂતોના ખાતામાં જમા થશે
હકીકતમાં કૃષિ ઉત્પાદનોના લઘુત્તમ ટેકાના ભાવ અંગે કેન્દ્ર સરકારને સલાહ આપતા સીએસીપીની ભલામણને માનવામાં આવે, તો ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વાર્ષિક રૂપિયા 6000 ઉપરાંત રૂપિયા 5000ની ફર્ટિલાઇઝર સબસીડી પણ સીધા બૅંક ઍકાઉંટમાં મળી જશે. જો ફર્ટિલાઇઝર સબસીડી સીધા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે, તો કેન્દ્ર સરકાર માટે તમામ કંપનીઓને સસ્તા ફર્ટિલાઇઝર વેચાણ માટે આપવામાં આવતી સબસીડી ખતમ કરવાનો માર્ગ મોકળો થઈ જશે.
ખેડૂતોને પ્રત્યેક વર્ષ સરકાર રૂપિયા 11000 આપી શકે છે
ફર્ટિલાઇઝર કંપનીઓને મળતી સબસીડીને લીધે ખેડૂતો આ સમયમાં બજારમાં યૂરિયા અને પીએંડકે ફર્ટિલાઇઝર સસ્તી કિંમતે મેળવી શકે છે. આ માટે સરકાર મૂળ કિંમત અને છૂટક કિંમત સાથે નક્કી કિંમતના અંતરને સમાન પૈસા કંપનીઓને આપે છે.
સરકાર હાલ તમામ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત ત્રણ વખતમાં રૂપિયા 2000-2000 આપે છે. અત્યાર સુધીમાં 9 કરોડ ખેડૂતો આ યોજનામાં રજિસ્ટર્ડ થયા છે. જો સીએસીપીની ભલામણ માની લેવામાં આવશે, તો સરકાર ફર્ટિલાઇઝર સબસીડી સાથે દર વર્ષે રૂપિયા 11000 હજાર ખેડૂતોને આપશે.
Share your comments