વર્શ 2019-20ની વાત કરીએ તો મગફળીનું વાવેતર વધારે હતું અને કપાસનું વાવેતર ઓછું હતું ત્યારે આ વર્ષે જૂનાગઢના ખેડીતોએ પાકની વાવણીની પેટર્ન બદલી છે ચાલુ વર્ષે ખેડૂતોએ કપાસનું વાવેતર વધુ કર્યુ છે અને મગફળીનું વાવેતર ઓછું કર્યુ છે.
મગફળીનું વાવેતર ઘટ્યુ
જૂનાગઢમાં ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ખેતી વાવેતરમાં ખેડૂતોએ પરિવર્તન કર્યુ છે. વર્ષ 2019-20માં જુનાગઢમાં મગફળીનું વાવેતર વધારે હતું અને કપાસનું વાવેતર ઓછું હતું ત્યારે ચાલુ વર્ષે ખેડૂતોનું મૂડ બદલાતા કપાસનું વાવેતર વધુ કર્યુ છે અને મગફળીનું વાવેતર ઓછું કર્યુ છે. મોટા ભાગના ખેડૂતો હવે કપાસની ખેતી કરવા તરફ વળ્યા છે
વાવણી ટાણે વરસાદની અછત
આ વર્ષે રાજ્યમાં ચોમાસુ પાકની વાવણીના સિઝન દરમિયાન વરસાદ ઓછો પડ્યો છે. વાવણીની સિઝન દરમિયાન ચોમાસામાં જેટલો વરસાદ પડવો જોઈએ તેટલો વરસાદ ચાલુ વર્ષે પડ્યો નથી. જેના કારણે ચાલુ વર્ષે ખેડૂતો માટે વરસાદની ઉણફ રહી ગી છે. વાવણીની સિઝન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં તો પૂરતા પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો પરંતુ સૌરાષ્ટ્રના અમુક અમુક વિસ્તારમાં જ વરસાદ પરસ્યો હતો જેના કારણે વાવણી ટાણે ખેડૂતોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મગફળીના પાક માટે વરસાદની વધારે જરૂર પડે છે ચાલુ વર્ષે વાવણી ટાણે સૌરાષ્ટ્રમાં વરસાદની ઘટ પડી હતી કદાચ આ કારણથી ચાલુ વર્ષે જુનાગઢમાં મગફળીનું વાવેતર ઘટ્યુ હોય તેવુ હાલ પૂરતુ લાગી રહ્યુ છે. ગત વર્ષે મગફળીનું વાવેતર વધારે હતુ અને કપાસમાં ગુલાબી ઈયળના ઉપદ્રવના કારણે ખેડૂતોએ કપાસનું વાવેતર ઓછું કર્યું હોય તેવું અનુમાન કરવામાં આવ્યુ.ચાલુ વર્ષે ખેડૂતોએ કપાસનું વાવેતર વધુ કર્યું છે. ચાલુ વર્ષે ગુજરાતભરમાં 25 લાખ હેક્ટર કરતા વધુ જમીનમાં કપાસનું વાવેતર થશે અને કપાસની ડિમાન્ડ વધારે છે અને કપાસના ભાવ અત્યારે પણ 1600 થી 1700 રૂપિયા સુધીના 20 કિલો કપાસના ભાવ છે. ચાલુ વર્ષે પણ મગફળીના પાકમાં ઉતારા નહિવત રહેશે.
જૂનાગઢના કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતના કહેવા મુજબ
આ અંગે કૃષિ યુનિવર્સિટી જૂનાગઢના કૃષિ નિષ્ણાત જી.આર ગોહિલે કહ્યું કે જૂનાગઢમાં પણ જે ખેડૂતોએ કપાસનું વાવેતર કરવામાં આવ્યું તેમાં ખેડૂતોનું પણ માનવું છે કે ચાલુ વર્ષે કપાસનું ઉત્પાદન વધારે રહેશે અને વધારેમાં વધારે ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું છે. ચાલુ વર્ષે જે ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું તેમાં પણ ખેડૂતોએ જણાવ્યું કે ગત વર્ષે મગફળીમાં ઉત્પાદન ઓછું હતું અને ચાલુ વર્ષે પણ મગફળી વાવેતર કર્યું છે. હવે કપાસ અને મગફળી આકાશી રોજી છે. ભાવ સારા મળે અને ઉત્પાદન સારું થશે તો ખેડૂતોને ફાયદો થશે.
Share your comments