Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ખેડુતોને ડાંગરની ખેતીથી બમણો નફો મેળવવાની તક, બસ આ પદ્ધતિ અનુસરવી પડશે

ચોમાસુ બેસવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે હાલ ખેડુતો ખરીફ પાકની વાવણી અને વાવેતરના કામમાં લાગી ગયા છે. જેમાં ડાંગર ખરીફ સીઝનના મુખ્ય પાકમાંથી એક મહત્વની પાક છે.આ સીઝનમાં મોટા ભાગના ખેડૂતો મોટા પ્રમાણમાં ડાંગરનુંય વાવેતર કરે છે. ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા અને પંજાબથી લઈને દેશના તમામ રાજ્યોમાં અત્યારે ખેડુતો ડાંગરની ખેતીની તૈયારી કરી રહ્યા છે.

Sagar Jani
Sagar Jani

ચોમાસુ બેસવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે હાલ ખેડુતો ખરીફ પાકની વાવણી અને વાવેતરના કામમાં લાગી ગયા છે.  જેમાં ડાંગર ખરીફ સીઝનના મુખ્ય પાકમાંથી એક મહત્વની પાક છે.આ સીઝનમાં મોટા ભાગના ખેડૂતો મોટા પ્રમાણમાં ડાંગરનુંય વાવેતર કરે છે.  ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા અને પંજાબથી લઈને દેશના તમામ રાજ્યોમાં અત્યારે  ખેડુતો ડાંગરની ખેતીની તૈયારી કરી રહ્યા છે.

ભારત દેશમાં વર્ષોથી પરંપરાગત દાનગરનું વાવેતર કરવામાં આવે છે. ડાંગરની ખેતી માટે સૌ પ્રથમ ખેડૂતો નર્સરી તૈયાર કરે છે. ત્યારબાદ જ્યારે નર્સરી માં રોપાઓ તૈયાર થઈ જાય છે  ત્યારે આ તૈયાર કરેલા ડાંગરના રોપઓની  ખેતરમાં વાવણી કરવામાં આવે છે. આ પદ્ધતિ તેખુબ જ ખર્ચાળ છે અને તેમાં પુષ્કળ પાણીનો વપરાશ પણ થાય છે. જો ખેડૂતો ડાંગરના વાવેતરને બદલે સીધી વાવણી કરે તો તેનો બમણો લાભ મળી શકે છે. તેથી અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ડાંગરની સીધી વાવણીથી તમને ડબલ નફો કેવી રીતે મળી શકે.

ડાંગરની વાવણીમાં પ્રતિ હેકટર અંદાજિત 15 લાખ લીટર પાણીની જરૂર

નવી દિલ્હી સ્થિત ભારતીય કૃષિ સંશોધન સંસ્થા, પુસાના   ડિરેક્ટર ડૉ. અશોક કુમાર સિંઘ આ બાબતે જણાવે છે કે ડાંગરની રોપણી પદ્ધતિમાં પ્રતિ હેક્ટર આશરે 15 લાખ લિટર પાણી ખર્ચવામાં આવે છે.  તો વળી રોપણીના કામમાં અંદાજિત  3 હજાર રૂપિયા પ્રતિ એકર ખર્ચ આવે છે. આ ઉપરાંત જો રોપણીની પદ્ધતિથી ડાંગરની ખેતી કરવામાં માટે અગાઉ પણ અનેક વખત ખેતરને ખેડવું ઓડે છે. ખેતરને ખેડવા માટે ખેડૂતો ટ્રેક્ટરનો ઉપયોગ કરતા હોય છે, આ પદ્ધતિમાં ટ્રેક્ટર દ્વારા નીકળેલો ધુમાડો પર્યાવરણને નુકશાન પહોંચાડવાની સાથે ખર્ચાને પણ વધારે છે. જેથી ડાંગરની વાવણીની આ પદ્ધતિ ખર્ચાળ અને પર્યાવરણને નુક્શાન પહોંચાડનાર છે.

ઓછા પાણી અને ઓછા ખર્ચમાં વધારે નફો

રોપણીની પદ્ધતિથી ડાંગરની ખેતી પણ વધુ મજૂરી લે છે અને મજૂરથી ખર્ચ પણ વધે છે. તેનાથી ખેડુતો પર વધારાનો બોજો પડે છે. જો ખેડૂતો ડાંગરની સીધી વાવણી કરે તો ઓછા પાણી અને ઓછા ખર્ચમાં વધારે નફો મેળવી શકે છે.  ડૉ. અશોક કુમાર સિંઘ કહે છે કે ડાંગરની સીધી વાવણી કોરોનાના  સમયગાળા દરમિયાન મજૂરની અછતમાં વધુ ઉપયોગી અને  મદદરૂપ થઈ શકે છે.

ડાંગરની સીધી વાવણીની પદ્ધતિની વધુ વિગતો આપતા ડૉ  સિંધ જણાવે છે કે ડાંગરની સીધી વાવણી કરવાથી 35થી 40 ટકા પાણીનો વપરાશ ઓછો થાય છે. ઘણી સરકારો ખાસ કરીને પંજાબ અને હરિયાણા સરકારો ડાંગરની સીધી વાવણી માટે પ્રોત્સાહિત કરી રહી છે. તો વળી હરિયાણા સરકારે 50 હજાર હેક્ટર વિસ્તારમાં ડાંગરની સીધી વાવણીનું લક્ષ્ય રાખ્યું છે.

ડાંગરની સીધી વાવણી માટે 5 જૂનથી 25 જુનનો સમય વધુ  યોગ્ય

ડાંગરની સીધી વાવણી માટે ઘઉંની વાવણીની પ્રક્રિયા અપનાવવામાં આવે છે. ખેતરમાં વાવણી કર્યા પછી લેવલિંગ કરવામાં આવે છે. જો ખેડૂત ભાઈઓ ડાંગરની સીધી વાવણી કરવા માંગતા હોય તો તેમના માટે સૌથી યોગ્ય સમય 5 જૂનથી 25 જૂન છે.  ડૉ. અશોક કુમાર સિંઘ કહે છે કે ખેડુતોએ 20મી  જૂન સુધીમાં સીધી વાવણીની પદ્ધતિથી કામ કરાવવું જોઈએ, કારણ કે તે પછી વરસાદ પડવાના કારણે ખેતરો તૈયાર કરવામાં સમસ્યા આવી શકે છે.

ડાંગરની જીવાત પ્રતિરોધક જાતોની સીધી વાવણી માટે જીવાત પ્રતિરોધક જાતોની પસંદગી કરવી જોઈએ.  આ માટે કેટલીક વિશેષ જાતો છે, જેમકેપુસા બાસમતી -1509, પુસા બાસમતી- 1692, પુસા બાસમતી- 1612, પુસા બાસમતી- 1121, પુસા બાસમતી- 1401 વગેરે જાતોની પસંદગી કરતા ખેડૂતો માટે લાભપ્રદ સાબિત થાય છે. ઉપરાંત પંજાબ કૃષિ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલી બિન-બાસમતી ડાંગરની જાત પણ ઉત્તમ છે.

ડાંગરની સીધી વાવણી માટે ખેડુતોએ પ્રતિ હેક્ટર 20-25 કિલોના દરે બીજનો ઉપયોગ કરવો જોઇએ.  60 કિલોગ્રામ ફોસ્ફરસ, 40 કિલો પોટાશ, 5 કિલો ઝીંક પ્રતિ હેકટરનો ઉપયોગ કરવાથી પાક સારો રહે છે.  ઉપજને અસર ન થાય તે માટે ખેડુતોએ સમયસર ખેતરોની નીંદણની પ્રક્રિયા પણ  કરવી જોઈએ.

ડાંગરની સીધી વાવણીમાં સિંચાઈની પણ મહત્વની ભૂમિકા

ડૉ  અશોક કુમાર સિંઘ આ પદ્ધતિ વિશે વધુ સમજાવતા જણાવે  છે કે સીધી વાવણીને લીધે કેટલાક વિસ્તારોના ક્ષેત્રમાં આયર્ન તત્ત્વનો અભાવ  ઉભો થાય છે. આ ઉણપને કારણે, છોડ પીળા થવાનું શરૂ થાય છે, જે ઉપજને અસર કરી શકે છે.  જો આવી સમસ્યા તમારા ક્ષેત્રમાં પણ જોવા મળે છે, તો તમારે ફેરસ સલ્ફેટ છાંટવુ જોઈએ. ડાંગરની સીધી વાવણીમાં સિંચાઇ પણ મહત્વની ભૂમિકા નિભાવે છે.  જો વરસાદ પડતો નથી, તો 25 દિવસ પછી સિંચાઈ આપવી જોઈએ.

Related Topics

Paddy Cultivation

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More