Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

બટાકાની ખેતી કરતા ખેડૂતો આ વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવો, નિંદામણ ખર્ચ પણ ઘટશે

બટાટા એક અગત્યનો શાકભાજીનો રોકડીયો પાક છે. ધાન્ય પાકોની સરખામણીમાં એકમવિસ્તાર અને ઓછા સમયમાં વધુ ઉત્પાદન આપે છે. આ પાક એકમ વિસ્તારમાંથી ઘઉં કરતા આશરે સાતગણું, ડાંગર કરતા નવગણું અને મકાઈ કરતાં અગિયાર ગણું ઉત્પાદન આપે છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
potatoes farming
potatoes farming

બટાટા એક અગત્યનો શાકભાજીનો રોકડીયો પાક છે. ધાન્ય પાકોની સરખામણીમાં એકમવિસ્તાર અને ઓછા સમયમાં વધુ ઉત્પાદન આપે છે. આ પાક એકમ વિસ્તારમાંથી ઘઉં કરતા આશરે સાતગણું, ડાંગર કરતા નવગણું અને મકાઈ કરતાં અગિયાર ગણું ઉત્પાદન આપે છે.

વાવેતર પદ્ધતિ

  • સામાન્ય રીતે બટાકાની વાવણી ખેડૂતો હળ અથવા બાવટાથી કરે છે. કેટલાંક ખેડૂતો ટ્રેક્ટર દ્વારા ચાલતા પ્લાન્ટરથી પણ કરતા હોય છે. ભીની પદ્ધતિથી વાવેતર કરવું જેમાં પિયત આપી વરાપ થયે જમીન તૈયાર કરી નીકપાળા ચીરીને કરવાનું હોય છે.
  • ભલામણ કરેલ પાયાના ખાતરનો જથ્થો વાવેતર પહેલાં ચાસમાં આપવો જેથી ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે. રાસાયણિક ખાતર અને બટાટાના ટુકડા વચ્ચે પ સે.મી. અંતર રહે તે રીતે ખાતર આપવું, પ્લાન્ટરમાં એક હારનો પાળો અને બે હારનો પાળો એમ બે રીતે વાવણી કરી શકાય છે.

વાવણી અંતર

  • વાવેતર અંતર જમીનનો પ્રકાર અને બટાટાની જાત ઉપર આધાર રાખે છે.
  • બટાટાના બે ચાસ વચ્ચે 50 સે.મી. અને બે છોડ વચ્ચે 15 થી 20 સે.મી. અંતર રાખી વાવેતર કરવું.
  • સાંકડા અંતરે વાવણી કરવાથી બટાટા લીલા થઈ જવા, કાઢતી વખતે છોલાવા, કપાઈ જવાની શક્યતા રહે છે. ભીની પદ્ધતિથી વાવેતર કરવું જેમાં પિયત આપીવરાપ થયે જમીન તૈયાર કરી નિકપાળા ચીરીને કરવાનું હોય છે.

ખાતર

  • જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે તે માટે હેક્ટરે 25-30 ટન કહોવાયેલું છાણીયું ખાતર તથા એક ટન દિવેલીનો ખોળ જમીન તૈયાર કરતી વખતે નાંખી ખેડ કરી જમીનમાં ભેળવી દેવું.
  • ચોમાસામાં લીલો પડવાશ કરવો.
  • બટાટાના પાકને 275 કિ.ગ્રા. નાઇટ્રોજન 138 કિ.ગ્રા. ફોસ્ફરસ અને ૨૭૫ પોટાશ હેક્ટરે આપવું. આ માટે 430 કિ.ગ્રા. એમોનિયમ સલ્વેટ, 300 કિ.ગ્રા. ડી.એ.પી. અને 475 કિ.ગ્રા. મ્યુરેટ ઓફ પોટાશ એક હેક્ટરમાં જરૂર પડે.
potatoes farming
potatoes farming

પૂર્તિ ખાતર

  • બટાટાના વાવેતર બાદ 35-40 દિવસે પાળા ચઢાવતી વખતે બાકીનો 135 કિ.ગ્રા. નાઇટ્રોજન (૨૯૩કિલો યુરીયો) હેક્ટરે આપવુ.

 પિયત

  • નિકપાળા પદ્ધતિમાં પાળાનો ઉપરનો ભાગ કોરો રહે તે રીતે આપવું.
  • નિકપાળામાંથી પાળા ઉપર થઈ બીજી નીકમાં પાણી જાય તે રીતે પાણી ન આપવું.
  • ગોરાડું જમીનમાં 8 થી 10 દિવસના અંતરે કુલ 14 થી 15 પિયતની જરૂર પડે છે. બટાટાના પાકમાં ટપક પદ્ધતિથી પિયત આપવાની ભલામણ થયેલ છે.
  • ટપક પદ્ધતિમાં દરેક ચાસમાં નળી ગોઠવી અને 60સે.મી.ના અંતરે પ્રતિ કલાકે4 લીટર પાણીનો જો બહાર કાઢતાં ડ્રીપર ગોઠવવામાં આવે છે.
  • ટપક પદ્ધતિથી ડિસેમ્બરજાન્યુઆરી મહિનામાં 45 મિનિટ અને ફેબ્રુઆરી મહિનામાં 68 મિનિટ એકાંતરે દિવસે બટાટાના પાકને પાણી આપવું.

આંતરખેડ અને નિંદામણ

  • બટાટાના પાકમાં અસરકારક નિંદામણ માટે મેટ્રીબ્યુઝીન દવા (સેન્જર) નિંદામણ ઉગ્યા પહેલાં અથવા ઉગ્યા પછી પિયત આપ્યા બાદ પૂરતો ભેજ હોય ત્યારે 1 હેક્ટરે 400 ગ્રામ દવા 600 લીટર પાણીમાં ભેળવી એક સરખો છંટકાવ કરવો અથવા પરાક્વેટ (ગ્રામકઝોન) 2.5 લીટર પ્રમાણે 1000 લીટર પાણીમાં બટાટા પાકનો 2 થી 5 ટકા ઉગાવો થયા ત્યાર પહેલાં છંટકાવ કરવો.
  • બટાટાએ મોડીફાઈડ પ્રકાંડ છે. જેથી તેને સૂર્યપ્રકાશ મળતાં તે લીલા રંગનો થઈ જાય છે તથા કંદના વર્ધન અટકી જાય છે તથા જો પાળો ચઢાવવામાં ન આવે તે બટાટાના દાઢા પ્રકાંડમાં રૂપાંતર થઈ બટાટાની ડાળીના રૂપમાં વર્ધન પામે છે તેથી બટાટાના પાળા વ્યવસ્થિત કરવા જોઈએ.

માહિતી સ્ત્રોત - અપૂર્વકુમાર એમ. પટેલ અને શરદકુમાર એચ. પાલડીયા વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી - 396450

આ પણ વાંચો - બટાકાની ખેતી માટે ક્યા પ્રકારનું બીજ પસંદ કરવુ ? જાણો, આ લેખમાં

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More