Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

માર્ચ મહિનામાં ખેડૂતોએ આ ખેતી કાર્યો કરી લેવા છે જરૂરી

ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું હોય છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના હોય છે. માર્ચના મહિનાની સાથે જ ઉનાળાની પણ શરૂઆત થઈ ચુકી છે. આ મહિનામાં કરવા લાયક ખેતીના કાર્ય Agriculture Work For March નીચે જણાવ્યા પ્રમાણે છે.

Himanee Chauhan
Himanee Chauhan
Farming Activities In The Month Of March
Farming Activities In The Month Of March

માર્ચના મહિનાની સાથે જ ઉનાળાની પણ શરૂઆત થઈ ચુકી છે. આ મહિનામાં કરવા લાયક ખેતીના કાર્ય Agriculture Work For March નીચે જણાવ્યા પ્રમાણે છે. પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આયોજન ખેડૂતો પહેલેથી જ કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતો સિઝન મુજબ જે પાકનું વાવેતર કરવાના છે તો તેમણે વાવેતર કરતા પહેલાં જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી ઉપરાંત તેની માવજત વગેરે માટેનું આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના હોય છે.

ઉનાળુ મગફળી

  • પાનકોરીયા જીવાતના નિયંત્રણ માટે મોનોક્રોટોફોસ 36% એસ.એલ. 10 મિ.લિ. અથવા મિથાઈલ-ઓ-ડિમેટોન 25% ઈ.સી. 10 મિ.લિ. કોઈપણ એક દવા 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો જોઈએ.
  • ઉનાળુ મગફળીમાં પરભક્ષી ડાળિયા જોવા મળે તો જંતુનાશક દવા છાંટવાનું મુલતવી રાખો.
  • ફુલ આવવા અને સુયા બેસવાની અવસ્થાએ અવશ્ય પિયત આપવું.
  • ઉભા પાકમાં થડનો કોહવારો જોવા મળે તો પંપની નોઝલ કાઢી ટ્રાઈકોડર્માં કલ્ચરનું મૂળ પાસે ડ્રેન્ચિંગ કરવું.
  • જેસીડ, થ્રીપ્સ જેવી ચુસીયા પ્રકારની જીવાતનાં નિયંત્રણ માટે પ્રોફેનોફોસ 50 ઈ.સી. 15 થી 20 મિ.લિ. 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

મકાઈના પાકમાં ખેતી કાર્યો

  1. સ્વીટ કોર્ન મકાઈ માટે માધુરી, અમેરિકન મકાઈ અથવા વિનઓરેન્જ નું વાવેતર કરવું.
  2. રાસાયણિક ખાતર 120-60-0 ના.-ફો.-પો. કિ.ગ્રા./હે. પ્રમાણે આપવું.
  3. ચાર ટપકાવાળી ઈયળના અસરકારક નિયંત્રણ માટે 50 ફેરોમોન ટ્રેપ પ્રતિ હેકટરે લગાવવા તથા તેમની લ્યુર 40 દિવસે બદલવી જોઈએ.

નાળિયેર

સારી ગુણવત્તાવાળા ધરૂ પ્રાપ્ત કરવા માટેના નાળિયેર આ મહિના દરમિયાન ઉતારવા જોઈએ.

કપાસના પાકમાં ખેતી કાર્યો

છોડના અવશેષો જેવા કે ડાળી, ડાળખા, પાન વગેરે હળની મદદ વડે જમીનમાં દબાવી દેવા જોઈએ, જેથી નવી ઋતુના પાક માટે સેન્દ્રીય તત્ત્વો મુખ્ય સ્ત્રોત પૂરો પાડશે.

ડાંગરના પાકમાં ખેતી કાર્યો

ઉનાળુ ડાંગરની રોપણી કરવા માટે પુષ્ઠ પિયત પદ્ધતિનો ઉપયોગ કરવો.

કુંવાર પાઠુ

કુંવાર પાઠા માટે ગુજરાત આણંદ કુંવારપાઠુ -૧ નું વાવેતર કરવું.

ચોળીના પાકમાં ખેતી કાર્યો

રાસાયણિક ખાતર 15-25-25 ના.-ફો.-પો. કિ.ગ્રા./હે. પ્રમાણે આપવું. રીઝોબીયમ કલ્ચરનો પટ્ટ આપી વાવેતર કરવું.

આ પણ વાંચો : નવા જન્મેલા વાછરડાંને આજીવન નિરોગી રાખવા માટે રાખો આટલી કાળજી

આ પણ વાંચો : બ્રોકોલીની ખેતી છે ફાયદાકારક, તેનાથી તમારી આવકમાં થશે બે ગણો વધારો

 

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More