Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ખેડૂત ભાઈઓ આવી રીતે કરો પાકમાં રોગ જીવાતનો નિયંત્રણ, પૂસાએ જારી કરી એડવાઈજરી

રવિ પાકના વાવેતરની તૈયારીથી પહેલા ભારતીય કૃષિ સંશોધન સંસ્થાન પુસાએ એક માહિતી બાહેર પાડી છે. માહિતી મુજબ કૃષિ વૈજ્ઞાનિકો કહ્યુ છે, રવિ પાક માટે ખેતરને થેડ્ય પછી તરત જ પાડા લગાવી દેવાનુ નહિંતર જમીનના ભેજનું મોટા પાચે નુકસાન થઈ શકે છે. સાથે જ વરસાદને જોતા શાકભાજી, કઠોળ, મકાઈ અને નર્સરીના ડ્રેનેજની યોગ્ય વ્યવસ્થા કરી લેવાની.

Amansinh Jadeja

આ સિઝનમાં વટાણાની વાવણી કરી શકાય છે. બીજને ફૂગનાશક કેપ્ટન અથવા થાઇરામ 2 ગ્રામ બીજ દીઠ કિલોના દરે મિશ્રણ કરીને છંટકાવ કરવો જોઈએ. સરસવની ખેતી માટે, પુસા સરસવ-25, પુસા સરસવ-26, પુસા સરસવ-28, પુસા અગ્નિ, પુસા તારક, પુસા મહેક વગેરેનું વાવેતર કરવુ જોઈએ.

ગાજરની પણ કરી શકાય વાવણી                          

કૃષિ સંસોધન સંસ્થાએ ગાજરની વાવણી કરવાની પણ માહિતી આપી છે. જેની સુધરેલી જાત પૂસા રૂધિરા છે. પ્રતિ એકર 4 કિલોનો વાવેતર થશે.રોપણી કરતા પહેલા કેપ્ટન2 ની પ્રતિ કિલો બીજ સાથે માવજત કરો. ત્યા પછી ખેતરમાં પોટાશ, દેશી ખાતર અને ફોસ્ફોરસ નાખો. સાથે જ ખેતરનો નિયમિત નિરીક્ષણ કરવું જોઈએ. જો પાક અને શાકભાજીમાં સફેદ માખી અથવા ચૂસીયા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ જોવા મળે છે, તો 1.0 મિલી/3 લિટર પાણીમાં ઇમિડાક્લોપ્રિડ દવા મિક્સ કરો અને તેનો છંટકાવ કરો.

ડાંગરમાં રોગનુ નિયંત્રણ

ડાંગર પાકમાં રોગનુ નિરક્ષણ કરવા માટે 2થી 3 દિવસનો અંતર રાખવું જોઈએ. રોગનુ નિવારણ માટે બ્લાઇટોક્ષ 50 ને એકર દીઠ 500 ગ્રામના દરે જરૂરિયાત મુજબ મિકસ્ કરો અને 10 દિવસના અંતરે 2થી 2 વખત છંટકાવ કરો. આ ઋતુમાં ડાંગરના પાકને નષ્ટ કરનાર બ્રાઉન પ્લાન્ટ હોપરનો હુમલો શરૂ થઈ શકે છે. તેથી, ખેડૂતે ખેતરની અંદર જવું જોઈએ અને છોડના નીચેના ભાગે જંતુનું નિરીક્ષણ કરવું જોઈએ. જો જીવાતનો ઉપદ્રવ વધારે હોય તો ઈમિડાક્લોપ્રિડ 3 0.3 મિલી પ્રતિ લિટર છંટકાવ કરો.

ડાંગરના પાકમાં સ્ટેમ બોરર જીવાતનું નિરીક્ષણ કરવા માટે, ફેરોમોન ટ્રેપ 4-6 પ્રતિ એકરના દરે લગાવો. શાકભાજી પાકોમાં જીવાત નિયંત્રણ માટે ફેરોમોન ટ્રેપ પ્રતિ એકર 4-6 ના દરે લગાવો. જો પ્રકોપ વધુ હોય ત્યારે દવાને 1.0 મિલી/4 લિટર પાણીમાં મિક્સ કર્યા પછી છંટકાવ કરો. મરચાં અને ટામેટાંના ખેતરોમાં રોગગ્રસ્ત છોડને ઉખેડી નાખો અને તેને જમીનમાં દાટો. જો પ્રકોપ વધારે હોય તો, ઇમિડાક્લોપ્રિડ 0.3 મિલી દવાનો છંટકાવ કરો.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More