Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ધૂમ વેચાય છે : લાલ તરબૂચ કરતા પીળા રંગના તરબૂચની માંગ બજાર માં વધી

હાલમાં પીળા તરબૂચનો ટ્રેન્ડ ખૂબ જ વધી રહ્યો છે. પીળા તરબુચથી લોકો ખૂબ જ આકર્ષિત થયા છે. જેથી કરીને એની માંગમાં પણ એટલો જ વધારો થયો છે.

KJ Staff
KJ Staff
પીળા તરબૂચ
પીળા તરબૂચ

આ પણ વાંચો : ઉનાળો વાવેતરમાં તળાજા તાલુકો મોખરે

વડોદરા નજીક કોયલી રોડ ખાતે ગૌભારત ઓર્ગેનિક ફાર્મમાં ખેડૂત કૌશિલ પટેલે ત્રણ પ્રકારના તરબૂચની ખેતી કરી છે. જેમાં બે લાલ કલરના અને એક પીળા કલરના તરબૂચની ખેતી કરી છે.

પીળા કલરના તરબૂચની ખેતી
પીળા કલરના તરબૂચની ખેતી

જાન્યુઆરીથીમાં વાવેતર કર્યું હતું અને અત્યાર સુધી એક ફાલ તરબૂચનો વેચાઈ ચૂક્યો છે અને આ બીજી વખત વાવણી થઈ રહી છે કારણકે પીળા તરબૂચની માંગ ખૂબ જ વધારે માત્રામાં વધી રહી છે. 300 થી 400 kg જેટલા તરબૂચ અત્યાર સુધી વેચાઈ ગયા છે. સંપૂર્ણ જૈવિક પદ્ધતિથી ખેતી કરવામાં આવી છે. કોઈપણ જાતનું ખાતર કે પેસ્ટ્રી સાઈડનો છંટકાવ કર્યો નથી. સંપૂર્ણ પણે ઓર્ગેનિક ખેતી કરતા હોવાને કારણે બીજા ખેડૂતોના ઉત્પાદન કરતા એમનું ઉત્પાદન 15 થી 20 દિવસ મોડું થયું.

પીળા તરબૂચની માંગ
પીળા તરબૂચની માંગ

પીળા તરબૂચ સ્વાદમાં ખૂબ જ મીઠા હોય છે લાલ તરબૂચ કરતા પણ પીળા તરબૂચની માંગ વધી રહી છે. પીળા તરબૂચને જોઈને લોકોમાં કુતુહલતા ઊભી થતી હોય છે. સાથે સાથે પીળા તરબૂચની મીઠાશ લાલ તરબૂચ કરતા પણ વધારે છે. એટલે લોકો રંગથી તો આકર્ષાય જ છે પરંતુ એકવાર ખાધા પછી પીળા તરબૂચની મીઠાશનો સ્વાદ જીભે વળગી જાય છે જેને કારણે લોકો પીડા તરબૂચની માંગ વધારે કરી રહ્યા છે.

ખેડૂત કૌશિલ પટેલ
ખેડૂત કૌશિલ પટેલ

ખેડૂત કૌશિલ પટેલે જણાવ્યું કે, નોન્યુ કંપની દ્વારા આ પીળા તરબૂચના બિયારણો બને છે. આ બિયારણને સવા એકરની જમીનમાં ખેતી કરી છે. આ સવા એકરમાં ત્રણ પ્રકારના તરબૂચની ખેતી કરેલી છે જેમાંથી અડધા વીઘામાં પીળા તરબૂચની ખેતી કરી છે.

ગ્રાહકોને ઓર્ગેનિક વસ્તુ મળી રહે એટલા માટે સીધું જ વેચાણ કરે છે. અને શહેરમાં જ એટલી બધી માંગ છે પીળા તરબૂચની કે બહાર બીજા શહેર કે દેશમાં નિકાસ કરવાની પણ જરૂર પડતી નથી. પીળા તરબૂચના ભાવ 60 રૂપિયે કિલો અને લાલ તરબૂચનો ભાવ 45 કિલો છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More