Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

કૃષિ કચરામાંથી ઉર્જા ઉત્પાદન: ખેડૂતોની આવકમાં વધારો કરતુ નવું માધ્યમ

આપનો દેશ કૃષિ પ્રધાન દેશ છે. દેશના મોટાભાગના લોકો કૃષિ જોડે સંકળાયેલા છે. દેશમાં જુદી-જુદી આબોહવાને કારણે વિવિધ પાકોનું વાવેતર થાય છે.જેના પરિણામે મોટા પ્રમાણમાં કૃષિ કચરો મળે છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
Waste disposal often
Waste disposal often

પરિચય


         આપનો દેશ કૃષિ પ્રધાન દેશ છે. દેશના મોટાભાગના લોકો કૃષિ જોડે સંકળાયેલા છે. દેશમાં જુદી-જુદી આબોહવાને કારણે વિવિધ પાકોનું વાવેતર થાય છે.જેના પરિણામે મોટા પ્રમાણમાં કૃષિ કચરો મળે છે.જે ગ્રામીણ વિસ્તારોમાં ઉર્જા ઉત્પાદન, માટેનો આશાસ્પદ સ્ત્રોત છે. ઉપલબ્ધ કૃષિ અવશેષોને ખેતરોને સાફ કરવા માટે ખુલ્લામાં બાળી નાખવામાં આવે છે. મુખ્ય પાકોના ૧ ટન ઉત્પાદન સામે સરેરાશ રીતે ૧.૫ ટન પાક ના અવશેષો (કૃષિ કચરો) મળે છે. આ ઉપરાંત, ડાંગર, શેરડી, નાળિયેર, ફળો અને શાકભાજી જેવા કૃષિ-પાકો લેતી વખતે ખેત પેદાશોમાં ગૌણ અવશેષોની નોંધપાત્ર માત્રામાં ઉત્પાદન થાય છે.

કૃષિ પાકના કચરાને ઘણીવાર  તો નિકાલ કરવાની પણ કીમત ચૂકવવી પડે છે. બાયોમાસ, જે અગાઉ ખેતરોમાં કચરા તરીકે બાળી નાખવામાં આવતા તે મૂલ્ય ધરાવે છે અને સ્થાનિક ખેડૂતોની આવકમાં વધારો કરે છે. પાવર પ્લાન્ટમાં, બાયોમાસનો ઉપયોગ ઊર્જા ઉત્પાદન માટે કાર્યક્ષમ બળતણ તરીકે થાય છે જે પ્રાદેશિક વીજ પુરવઠા પ્રણાલીમાં આપવામાં આવે છે. જે સ્વીડન, ડેનમાર્ક, નેધરલેન્ડ, યુએસએ, કેનેડા, ઑસ્ટ્રિયા અને ફિનલેન્ડ જેવા દેશોમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે.

સામાન્ય રીતે  આ કૃષિ કચરા માંથી ઉર્જા મેળવવાની ૬ રીતો છે.સીધું દહન (ઉષ્મા ઉર્જા માટે), એનારોબિક પાચન (મિથેન-સમૃદ્ધ બાયોગેસ માટે), આથો (ઇથેનોલ માટે શર્કરાનું), તેલ કાઢવા (બાયોડીઝલ માટે), પાયરોલિસિસ (બાયોચર, ગેસ અને તેલ માટે) બાયોમાસ બ્રીકવેટ બનાવવા (વાઈટકોલ) અને ગેસિફિકેશન (કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન-સમૃદ્ધ ગેસ માટે).

કૃષિ કચરામાંથી ચાલતો પાવર પ્લાન્ટ કાર્યક્ષમ અને ઓછા ખર્ચે  ઉર્જા ઉત્પાદન કરી શકે છે જે આપણે જાણીએ છીએ. કૃષિ કચરા ને જો ઉર્જા તરીકે જોવામાં આવે તો આપણા દેશમાં અલગ અલગ વાતાવરણ હોવાને કરને દરેક જાત ના કૃષિ પાકો લેવામાં આવે છે જે બધાના કચરા કઈક અંશે કેલોરિફિક ઉર્જા ધરાવે છે. અને જેનો સીધો ઉપયોગ આપણે કોલસા ની અવેજી માં કોલસા તરીકે કરી શકીએ છીએ. આમ કરવાથી આપણે પર્યાવરણ ને કોલસાના દહન થી થતું નુકસાન તો અટકાવીજ શકીએ છીએ સાથોસાથ આપણે ખેડૂતો ને એક નવું આવકનું માધ્યમ આપી શકીએ છીએ.

કૃષિ કચરાની ઉપલબ્ધતા 

આપણા દેશના મોટા ભાગના કૃષિ કચરાનો ઉપયોગ પશુઓના ચાર તરીકે,ખાતર બનાવવા, ચૂલામાં બળતણ તરીકે થાય છે અથવા તો તેને સળગાવી દેવામાં આવે છે. આપણા દેશમાં અંદાજીત ઉપલબ્ધ કૃષિ કચરાનો જથ્થો તેમજ તેનું કોલસામાં મુલ્ય નીચે કોઠામાં દર્શાવવામાં આવ્યું છે.

No tags to search

કૃષિ કચરાનું નામ

ઉપલબ્ધતા (લાખ/ટન)

કોલસામાં મુલ્ય

ઉપલબ્ધતા (લાખ/ટન)

ડાંગરના ડાળખા

૯૦.૦૦

૫૮.૪૦

ડાંગરનુ ભૂસું

૧૯.૯૦

૧૫.૭૦

ઘઉંનું પરાળ

૫૦.૫૦

૩૭.૫૦

અન્ય કૃષિજન્ય

૧૫.૫૦

૧૩.૩૦

કૃષિ આધારિત ઉદ્યોગોમાંથી નીકળતી આડપેદાશો 

બગાસ

૨૮.૧૦

૨૨.૪૦

મોલાસીસ

૨.૧૦

૦.૮૦

નાળીયેરીના છોતા તથા રોલ

૧.૧૦

૧.૦૦

તેલીબીયાનો ખોળ

૬.૭૦

૩.૪૦

ઢોરનું ભીનું છાણ

૧૩૩૫.૦૦

૧૨૮.૦૦

જંગલ ની પેદાશો

સુકા પાંદડા, ફૂલ, ડાળખા વગેરે

૪.૩૦

૩.૪૦

કુલ

૧૫૫૧.૧૦

૨૮૪.૯૦

 

નિષ્કર્ષ

કૃષિ કચરાનો ઉપયોગ કરી આપણે અંદાજીત ૨૮૪.૯૦ લાખ ટન કોલસાના ઉપયોગને ટાળીને પર્યાવરણને બચાવી શકીએ છીએ તેમજ કૃષિ કચરાની યોગ્ય કીમત લઇ ખેડૂતો પોતાનો કચરો વેચી એક વધારાની આવક મેળવી સકે છે.

આ પણ વાંચો:"ખેડૂતો: સોલાર ડ્રાયર દ્વારા પોતાની કૃષિ પેદાશો જાતે સૂકવો અને મેળવો ડબલ આવક"

ઉર્વશી આર. પટેલ, ગૌરવ એ. ગઢિયા, પ્રો. યુ.ડી.ડોબરીયા

રિન્યુએબલ એનર્જી એન્જીન્યરીંગ વિભાગ , કૃષિ ઇજનેરી અને ટેક્નોલોજી કોલેજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી , જૂનાગઢ

*E-mail: gauravgadhiya95@gmail.com

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More