Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

નીંદણનાશક રસાયણોની જમીનના સૂક્ષ્મ જીવાણુંઓ પર અસર

આજના યાંત્રિક યુગમાં રોજબરોજ મજૂરોનો પ્રશ્ન વિકટ થતો જતો હોવાથી, કૃષિક્ષેત્રે નીંદણ નિયંત્રણ માટે યાંત્રિક પદ્ધતિના વિકલ્પરૂપે નીંદણનાશક રસાયણોનો વપરાશ ક્રમશ: વધવા લાગ્યો છે. નીંદણનાશક રસાયણોનો છંટકાવ વાવણી અગાઉ, વાવણી સમયે, વાવણી બાદ તરત જ, પ્રથમ પિયત સાથે અથવા ઊભા પાકમાં નીંદણ નિયંત્રણ અર્થે ઉપયોગ કરવામાં આવે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

આજના યાંત્રિક યુગમાં રોજબરોજ મજૂરોનો પ્રશ્ન વિકટ થતો જતો હોવાથી, કૃષિક્ષેત્રે નીંદણ નિયંત્રણ માટે યાંત્રિક પદ્ધતિના વિકલ્પરૂપે નીંદણનાશક રસાયણોનો વપરાશ ક્રમશ: વધવા લાગ્યો છે. નીંદણનાશક રસાયણોનો છંટકાવ વાવણી અગાઉ, વાવણી સમયે, વાવણી બાદ તરત જ,પ્રથમ પિયત સાથે અથવા ઊભા પાકમાં નીંદણ નિયંત્રણ અર્થે ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે નીંદણનાશક રસાયણોનો છંટકાવ જમીન પર કરતાં રસાયણોની અસર ૫ થી ૧૦ સે.મી.ની ઉપરની જમીનની સપાટીમાં જોવા મળે છે કે જયાં ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા સવિશેષ હોય છે. સૂક્ષ્મ જીવાણુઓનું અગત્યનું કાર્ય જમીનમાં રહેલ સેન્દ્રિય પદાર્થોનું વિઘટન કરવાનું તથા પોષકતત્વોનું ખનિજકરણ દ્વારા અકાર્બનિક સ્વરૂપમાં ફેરવવાનું હોય છે. આ પોષકતત્ત્વો છોડના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી તથા જરૂરી હોઈ પરોક્ષ રીતે પાક ઉત્પાદન વધારવામાં સૂક્ષ્મ જીવાણું અગત્યનો ભાગ ભજવે છે. સાથે સાથે જમીનમાં નીંદણનાશક રસાયણોનું વિઘટન કરવાનું કાર્ય પણ સૂક્ષ્મ જીવાણું કરતા હોય છે.

જમીનની ઉપરની સપાટીમાં અનેક પ્રકારના સૂક્ષ્મ જીવાણું કરોડોની સંખ્યામાં હોય છે. સૂક્ષ્મ જીવાણુઓનો વિકાસનો આધાર અનેક પરિબળો જેવા કે, જમીનના તાપમાન, ભેજનુ પ્રમાણ, જમીનનો અમ્લતા આંક, અગાઉના પાકના અવશેષો, સેન્દ્રિય તત્વનું પ્રમાણ, પાકનો પ્રકાર, ખેડ તથા નીંદણનાશક રસાયણોનો ઉપયોગ વગેરે પર રહેલો છે. આપણા દેશમાં નીંદણનાશક રસાયણોના વપરાશથી જમીનમાં રહેલ સૂક્ષ્મ જીવાણુંઓ પર થતી અસર બાબતે નહિવત સંશોધન કામગીરી થયેલ છે. ઉપલબ્ધ માહિતીના આધારે અત્રે નીંદણનાશક રસાયણના છંટકાવથી બેકટેરીયા, ફૂગ તથા એકટીનોમાયસીટ્સ પર થતી અસર વિશે માહિતી આપવાનો પ્રયત્ન કરેલ છે. જોકે વર્તમાન સમયે પર્યાવરણને ધ્યાનમાં રાખતાં આ બાબતે વધુ અભ્યાસની તાતી જરૂર છે.

ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

() બેકટેરિયા પર થતી અસર:

સામાન્ય રીતે નીંદણ માટે ભલામણ કરેલ માત્રા સુધી નીંદણનાશક રસાયણોનો છંટકાવ જમીન પર કરવાથી બેકટેરિયા પર ક્ષણિક સમય પૂરતી અસર જોવા મળે છે. નીંદણનાશક રસાયણોના છંટકાવથી જમીનમાં રહેલ બેકટેરિયાની સંખ્યા શરૂઆતમાં ઘટે છે અને આ માઠી અસર છંટકાવ સમયથી સામાન્ય રીતે ૧૦ દિવસ સુધીના ગાળા સુધી જોવા મળે છે. જો કે નીંદણનાશક રસાયણનું વિઘટન શરૂ થતાં જ તેની વિપરીત અસરકારકતા ઘટવા માંડે છે અને બેકટેરિયાનું પ્રમાણ પૂર્વવત્ જળવાઈ રહે છે. આમ, લાંબા સમય સુધી રસાયણની વિપરીત અસર જમીનના બેકટેરિયા પર રહેતી નથી.એટ્રાઝીન તથા સીમાઝીન જેવા રસાયણો ખૂબ જ ઓછી માત્રામાં છાંટવાથી સૂક્ષ્મ જીવાણુંઓનું પ્રમાણ વધતું માલૂમ પડેલ છે જે ફાયદાકારક પૂરવાર થાય છે.

કોષ્ઠક ૧: ફલ્યુકલોરાલીન નીંદણનાશક રસાયણની બેકટેરિયા (X × ૧૦/ગ્રામ જમીન) પર અસર

ફલ્યુક્લોરાલીનનુ પ્રમાણ

છંટકાવ પછી સમય (દિવસમાં)

૧૦

૨૦

૩૦

૬૦

અંકુશ

૩.૭૫

૫.૬૦

૫.૬૦

૬.૬૯

૭.૮૫

૧.૫ કિ. ગ્રા./હે.

૩.૨૪

૩.૮૦

૫.૧૮

૫.૮૭

૭.૪૫

3.0 કિ. ગ્રા./હે.

૨.૯૦

૩.૨૯

૫.૧૫

૫.૮૧

૭.૩૮

ક્રાંતિક તફાવત (૫%)

૦.૨૦

૦.૪૮

બિનસાર્થક

બિનસાર્થક

બિનસાર્થક

ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

() ફૂગ પર થતી અસર:

નીંદણનાશક રસાયણોની અસર જમીનમાં રહેલ ફૂગ પર બેકટેરિયા કરતા વધુ સમયગાળા સુધી જોવા મળેલ છે. સીમાઝીન, ૨, ૪-ડી, પૈરાકવોટ, એલાક્લોર, ફલ્યુક્લોરાલીન, પેન્ડીમીથાલીન, ડાયુરોન તથા ઓક્સિફ્લૂરોફેન જેવા નીંદણનાશક રસાયણોનો છંટકાવ જમીન પર કરતાં ફૂગની સંખ્યા ઘટતી માલૂમ પડેલ છે. નીંદણનાશક રસાયણનું જમીનમા વિઘટન કરવા ખાસ પ્રકારની ફૂગ જવાબદાર હોઈ બેકટેરિયા કરતા ફૂગનું મહત્વ વિઘટનની દ્રષ્ટિએ વધુ ગણાય છે. છાણિયા ખાતરનો વપરાશ વધુ કરવાથી સૂક્ષ્મ જીવાણુંઓના પ્રમાણમાં વધારો થાય છે. પરિણામે નીંદણનાશક રસાયણોનું વિઘટન ઝડપથી થાય છે અને રસાયણોની માઠી અસર ઝડપથી નિવારી શકાય છે. ફ્યુઝેરિયમ, સ્ટ્રેપ્ટોમાયસીન, પેનીસીલીયમ તથા ટ્રાઇકોડર્મા જેવી ફૂગ અનુક્રમે ફલ્યુકલોરાલીન, ૨,૪-ડી, એટ્રાઝીન તથા સીમાઝીન જેવી રસાયણોનું ઝડપી વિઘટન કરવા જવાબદાર માલૂમ પડેલ છે.

 કોષ્ઠક ૨: ફલ્યુકલોરાલીન નીંદણનાશક રસાયણની ફૂગ (X × ૧૦ /ગ્રામ જમીન) પર અસર

ફલ્યુક્લોરાલીનનુ પ્રમાણ

છંટકાવ પછી સમય (દિવસમાં)

૧૦

૨૦

૩૦

૬૦

અંકુશ

૨.૩૧

૧.૬૦

૧.૧૦

૧.૧૪

૧.૮૩

૧.૫ કિ. ગ્રા./હે.

૨.૦૧

૦.૮૪

૧.૦૩

૧.૧૦

૧.૬૪

3.0 કિ. ગ્રા./હે.

૧.૭૫

૦.૭૩

૧.૦૧

૧.૦૯

૧.૬૧

ક્રાંતિક તફાવત (૫%)

૦.૧૮

૦.૧૯

બિનસાર્થક

બિનસાર્થક

બિનસાર્થક

 

ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

(3) એકટીનોમાયસીટ્સ પર થતી અસર:

       નીંદણનાશક રસાયણોની એકટીનોમાયસીટ્સ પર થતી અસર ચકાસવા અંગે નહિવત્ સંશોધન થયેલ છે.નીંદણનાશક રસાયણો સામે એકટીનોમાયસીટ્સ મહદ્ અંશે પ્રતિકારક શક્તિ ધરાવે છે. આથી ભલામણ કરેલ પ્રમાણ સુધી જુદા જુદા પાકોમાં નીંદણનાશક રસાયણોનો છંટકાવ કરવામાં આવે તો તેની હાનિકારક અસર એકટીનોમાયસીટ્સ પર જોવા મળતી નથી.

નીંદણનાશક રસાયણોની સૂક્ષ્મ જીવાણુંઓ પર થતી અસર અંગે મહત્તવના તારણો :

  • નીંદણનિયંત્રણ માટે ઉપયોગમાં લેવામાં આવતા નીંદણનાશક રસાયણો ભલામણ કરેલ માત્રા સુધી જમીન પર છંટકાવ કરતાં સૂક્ષ્મ જીવાણું પર થોડા સમય પૂરતી જ માઠી અસર જોવા મળે છે.
  • નીંદણનાશકરસાયણોની થોડા સમય માટે સૂક્ષ્મ જીવાણું પર માઠી અસર થાય છે તેથી નિવારવા છાણિયા ખાતરનો ઉપયોગ કરવો હિતાવહ છે.
  • ફલ્યુકલોરાલીનજેવી નીંદણનાશક રસાયણના અવશેષો કઠોળ વર્ગના પાકમાં રાઈઝોબિયમની સંખ્યા વધારવામાં ઉપયોગી પુરવાર થયેલ છે.

સૌજન્ય: 

શ્રી કૃશિવ વી. પટેલ , શ્રી મિહિર બી. મોઢ, શ્રી અર્જુન ભાવસાર અને સાવનકુમાર જી. દેસાઇ 

૧ શસ્ય વિજ્ઞાન વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આ.કૃ.યુ., આણંદ

૨ વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આ.કૃ.યુ., આણંદ    

સંપર્ક : krushiv21799@gmail.com, ૭૦૬૯૮૫૬૯૬૯

Desaisavan0007@gmail.com, ૯૬૨૪૧૧૧૨૮૯

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More