Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

શુ તમે કેળાની ખેતી કરો છો? તો આ લેખ તમારા માટે છે

નવસારી વિશ્વ વિદ્યાલય દ્વારા કેળના થડમાંથી દોરા બનાવીને કાપડ અને કાગળ બનાવવાની ટેકનોલોજી વિકસાવી છે. તેની શોધના 10 વર્ષ પછી કેળના દોરા બનાવી તેમાંથી કાપડ બનાવવાનો પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં આવતા મહિનેથી શરૂ થઈ રહ્યો છે.

Sukhadev Thakor
Sukhadev Thakor

નવસારી વિશ્વ વિદ્યાલય દ્વારા કરાઈ નવી શોધ

નવસારી વિશ્વ વિદ્યાલય દ્વારા કેળના થડમાંથી દોરા બનાવીને કાપડ અને કાગળ બનાવવાની ટેકનોલોજી વિકસાવી છે. તેની શોધના 10 વર્ષ પછી કેળના દોરા બનાવી તેમાંથી કાપડ બનાવવાનો પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં આવતા મહિનેથી શરૂ થઈ રહ્યો છે. ગુજરાતમાં 2011માં તેની શોધ થઈ હતી. પણ 10 વર્ષથી તે વેપારી દ્રષ્ટિએ ઉત્પાદન શક્ય બન્યું ન હતું. હવે કેળના દોરાનું કાપડ અને વસ્ત્રો બનાવવાના ઉદ્યોગના દ્વાર ખુલી ગયા છે. ફળ સંશોધન કેન્દ્ર દ્વારા જાહેર કરાયું છે કે, કેળનું થડ હાથ વણાટના દોરા, કાપડ, કાગળ, દોરડા બનાવા સહેલા છે. તેમ નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના સંશોધન નિયામક ડો.એસ. એર. ચોધરીએ જણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં કેળનું કાપડ બનાવવી મિલ બનશે

નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના ફળ સંશોધન વિભાગના વિજ્ઞાની ડો.ચિરાગ દેસાઈ કહે છે કે, જલગાંવના ભુસાવલમાં અમારી ટેકનોલોજીના આધારે કાપડ બનાવવાની મિલ બની રહી છે. 10 લાખ ટેકનોલોજી ફી આપીને તેમણે નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલય પાસેથી તકનિક ખરીદી છે. તેના ઉપર તે મિલના એન્જીનિયરોએ સંશોધન કરીને પોતાનું કેળાના રેસા આધારિત કાપડ બનાવશે. જલગાવં ભુસાવલમાં 60 એકર જમીન પર કેળા કાપડ મિલ બની રહી છે. જે કદાચ ઓગસ્ટમાં કામ કરતી થઈ જશે. મિલ ઉત્પાદના 2 ટકા રોયલ્ટી આપશે. કેટલું કાપડ બનાવશે તે હવે ચોક્કસ મીટર સાથે ખબર પડશે. સ્પીનીંગ ટેકનોલોજી અંગે તે કંપનીએ સંશોધન કરેલું છે. આવું કેળના રેસાની શોધના 10 વર્ષ પછી થઈ રહ્યું છે. હવે મહારાષ્ટ્રમાં કેળનું કાપડ બનાવવી મિલ શરૂ થઈ રહી છે.

નાના નાના સંગઠનો

અત્યાર સુધી આદિવાસી વિસ્તારોના હજારો નાના નાના સંગઠનો દ્વારા રેસામાંથી કાગળ અને જાડું કાપડ બનાવીને વેંચતા આવ્યા છે. જે હેન્ડ મેઈડ કાપડ કે કાગળ બનાવે છે અને  તેને વેચવા માટે અમદાવાદની એક કંપની મદદ કરે છે.કેળાના ઝાડના થડના રેશા એ કૃત્રિમ અને કુદરતી દોરા બનાવવા માટેનો એક સારો વિકલ્પ સાબિત થઈ શકે તેમ છે. ઇકો ફ્રેન્ડલી, કેમિકલ ફ્રી, બિનઝેરી, ગરમી સામે રક્ષણ અને ગંધ મુક્ત છે. કેળાના રેસામાં કુદરતી ઠંડક અને ઔષધીય ગુણધર્મો છે.  કેળાના થડના 37 કિલોમાંથી 1 કિલો સારી ગુણવત્તાનો દોરો-ફાઇબર મળે છે. જો કેળાની ખેતી કરવામાં આવે તો કેળાના ફળની તો આવક થવાની જ છે સાથે સાથે કેળના ઝાડના થડમાંથી એક હેક્ટરે 3.78 ટન રેસા મળી શકે તેમ છે. કેળાના ઝાડથી લગભગ 100 ગ્રામ ફાયબર ઉત્પન્ન થાય છે. જે વીસ મિનિટમાં કાઢી શકાય છે. એક દિવસમાં નવ થી દસ કિલો ફાયબર કાઢી શકાય છે.

ગુજરાતમાં દર વર્ષે 46 લાખ ટન કેળાનો પાક થાય છે

ગુજરાતમાં દર વર્ષે 46 લાખ ટન કેળાનો પાક થાય છે અને  જો દોરા બને તો ગુજરાતમાં કેળાનું વાવેતર કરનાર ખેડૂતોને વધારાની આવક થઈ શકે તેમ છે. ગુજરાતમાં સૌથી વધું ભરૂચમાં કેળા 9 લાખ ટન, આણંદમાં 8 લાખ ટન, સુરત અને નર્મદામાં 6 લાખ ટન કેળા પાકે છે. આ વિસ્તારોમાં હેક્ટરે 36200 કિલો કેળા પાકે છે જેના કારણે આ 5 જિલાલા કેળના રેસા બનાવવા માટે આખા દેશમાં સૌથી વધું આદર્શ છે.

કાગળનો હેન્ડ બેગ બનાવવા ઉપયોગી

કેળના દોરાનો કે કાગળનો હેન્ડ બેગ અને અન્ય ફેન્સી ઉપયોગ કરવામાં આવે છે.  કૃષિ આધારિત બાયો ફાઇબરમાં કમ્પોઝિટ, ટેક્સટાઇલ, પલ્પ અને પેપર મેન્યુફેક્ચરીંગ જેવા ઉપયોગ થઈ શકે છે. ઈન્ડિયા માર્ટ જેની ઓન લાઈન દુકાનો પરથી એક કિલોના 120થી 900 રૂપિયા ભાવે વેચવામાં આવી રહ્યા છે. બાયો ફાઇબરનો ઉપયોગ બળતણ, રસાયણો અને ખોરાક બનાવવા માટે પણ કરી શકાય છે.એક થડમાંથી 200 ગ્રામ ફાઈબર કાઢી શકાય છે. ફાઈબર કારના એન્જીનનો અવાજ ઓછો કરવા વાપરી શકાય છે. તેના દોરાથી કાગળ બને છે તે 700 વર્ષ સુધી ટકે છે. કાગળની ગુણવત્તા ચલણી નોટો બરાબર છે. કાગળનો ઉપયોગ લાંબા સમય સુધી સાચવવા માટે ધર્મ, દસ્તાવેજો, પુસ્તકો, સરકારી દસ્તાવેજોમાં થઈ શકે છે.

નવસારીનું સંશોધન

નવસારી વિશ્વ વિદ્યાલય દ્વારા કેળના થડમાંથી દોરા બનાવીને કાપડ અને કાગળ બનાવવાની ટેકનોલોજી વિકસાવી છે. કાગળને 3 હજાર વખત વિજ્ઞાનીઓએ વાળીને ચકાસણી કરી છે. તુટતો નથી. કારના એન્જીનમાંથી અવાજ ઓછો કરવા માટે કાગળ વાપરી શકાય છે. કારની છત અને દરવાજામાં તે વપરાય છે. તેથી કાર જલદી ગરમ થતી નથી. થિયેટર અને સ્ટુડિયોમાં તેનો ઉપયોગ સાઉન્ડપ્રુફ માટે થાય છે. સેનેટરી નેપકીન તરીકે વપરાય છે.

કેળાની દાંડીના તંતુઓનો ઉપયોગ

કેળાની દાંડીના તંતુઓનો ઉપયોગ કપડા, ડાયપર જેવા સ્વચ્છતા ઉત્પાદનો બનાવવા માટે મોટા પ્રમાણમાં થાય છે. તંતુ બાયોલોજિકલી અને પર્યાવરણને અનુકૂળ છે. રેસામાંથી બનાવેલું ફેબ્રિક શ્વાસ લેવાની સરળતા છે. ગરમ દિવસોમાં ઠંડક આપે છે. કેળાના ફેબ્રિક નરમ અને કોમળ હોય છે. તેમ છતાં તે સુતરાઉ અને રેયોન જેવા નરમ નથી. કેળાના રેસાવાળા કાપડ આરામદાયક છે અને એલર્જી થતી નથી. પાણી, અગ્નિ અને ગરમી પ્રતિરોધક છે.

દોરો 180-250 રૂપિયા પ્રતિ કિલોમાં વેચાય છે

કેળાના પાકની લણણી કર્યા પછી, ખેડૂતો સામાન્ય રીતે દાંડો ફેંકી દે છે. કાંતો તેનું ખાતર બનાવે છે. ખેતરમાંથી નકામી બનાના દાંડીને સાફ કરવા ક્વિન્ટલ દીઠ પાંચ રૂપિયા ખર્ચ કરવો પડે છે. એક કિલો ફાઈબર માટે સો રૂપિયા ચૂકવવામાં આવે છે. સરેરાશ, એક સ્ત્રી દિવસમાં ચારથી છ કિલો ફાઈબર કાઢે છે. જે 400 થી 600 રૂપિયાની કમાણી કરે છે. દોરો 180-250 રૂપિયા પ્રતિ કિલોમાં વેચે છે. કંપનીઓ જાતે યાર્ન એકત્રિત કરવા ગામડે આવે છે.

એડવાન્સ ઓર્ડર

ઢસા નગરના બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર અરૂણકુમાર સિંહે સરકારને કહ્યું છે કે, અમે ગુજરાત સ્થિત અલ્ટિમેટ કંપનીએ રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ દ્વારા 21,000 રૂપિયાની એડવાન્સ રકમ મોકલી છે. મા સરસ્વતી એસએચજીએ ગુજરાત સ્થિત એક કંપની, અલ્ટમાટે સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ કંપની કૃષિ કચરાને કુદરતી તંતુઓ અને યાર્નમાં ફેરવે છે જેનો ઉપયોગ કપડાં અને પેકેજિંગમાં થાય છે. હું બેસો કિલો ફાઈબર ખરીદીશ. ઘણી અન્ય કંપનીઓ પાસેથી આશરે 10 ટન ફાઇબરના ઓર્ડર પણ પ્રાપ્ત થયા છે. પરંતુ હજુ સુધી કરાર પર હસ્તાક્ષર થયા નથી. જુલાઈમાં કેળાના પાકની લણણી શરૂ થયા પછી થશે. કપાસ, મકાઈ, ઘઉં, ચોખા, જુવાર, જવ, શેરડી, અનાસ, કેળા અને નાળિયેરની ખેતીથી ઉત્પન્ન થયેલ બાયપ્રોડક્ટ્સ એગ્રો-આધારિત બાયો ફાઇબરના મુખ્ય સ્રોત છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More