Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

શુ તમે પણ ટીસ્યુકલ્ચર ખારેકની ખેતી કરો છો ? સરકાર આપી રહી છે સહાય

ભારત દેશમાં ખારેકની ખેતીનો વ્યાપારિક ધોરણે વાવેતર માત્ર ગુજરાતમાં આવેલા કચ્છ જિલ્લામાં જ થતું હતું પરંતુ હવે સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાવેતર વિસ્તાર વધ્યો છે. અને સફળતા પૂર્વક ઉત્પાદન પણ વધ્યું છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
kharek
kharek

ભારત દેશમાં ખારેકની ખેતીનો વ્યાપારિક ધોરણે વાવેતર માત્ર ગુજરાતમાં આવેલા કચ્છ જિલ્લામાં જ થતું હતું પરંતુ હવે સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાવેતર વિસ્તાર વધ્યો છે. અને સફળતા પૂર્વક ઉત્પાદન પણ વધ્યું છે. અને હવે ખારેકની ખેતીનો વાવેતરનો વ્યાપ વધારવા માટે કૃષિ અને સહકાર બાગાયત વિભાગ દ્વારા I KHEDUT પોર્ટલ માધ્યમથી ખારેકના ટીસ્યુકલ્ચર ના રોપા માટે સહાય આપે છે.

ખારેકના વાવેતર પ્લાંટિંગ મટિરિયલ માટે યુનિટ કોસ્ટ- રૂ.3,12,500/હે. એમાં સહાય:- ખર્ચના 50% અથવા મહત્તમ રૂ. 1250/-પ્રતિ રોપા, બે માંથી જે ઓછું હોય તે પરંતુ મહત્તમ રૂ.1,56,250/ હે. ની મર્યાદામાં સહાય મળતી હોય છે.

ખેતી ખર્ચ માટે સહાય

યુનિટ કોસ્ટ-રૂ.40,000/હે. સહાય એમાં ખર્ચના 50% મુજબ મહત્તમ રૂ. 20000/- પ્રતિ હેક્ટરની મર્યાદમાં સહાય જેમાં પ્રથમ વર્ષે મળવાપાત્ર રકમના 60% સહાય તેમજ બીજા વર્ષે જો 75% રોપા જીવંત હોય તો જ બાકીના 40% સહાય મળવાપાત્ર રહેશે.

ખાતા દીઠ મહત્તમ ૧ હેક્ટરની મર્યાદામા સહાય મળશે અને આ યોજનાનો લાભ આજીવનમાં એક જ વાર.

ટીસ્યુકલ્ચર પ્લાંટીંગ મટીરીયલ (રોપા) ખરીદવા માટે DBT દ્વારા માન્ય/એક્રીડીએશન થયેલ ટીસ્યુ લેબ તથા GNFC, GSFC, કૃષિ યુનિ.ની ટીસ્યુ લેબ જેવી સરકારશ્રીની જાહેર સંસ્થા પાસેથી ખરીદ કરવાનું રહેશે.

આ ઉપરાંત ખારેક માટે ટીસ્યુકલ્ચર રોપાનું પુરતુ ઉત્પાદન ન હોઇ આયાત કરવામાં આવનાર રોપ ઉપર રોપદીઠ મહત્તમ રૂ. 1250/- ની મર્યાદામાં સહાય.

આઈ ખેડૂત પર અરજી કરવાની છેલ્લી તારીખ 30/09/2021 છે. ખેડૂત મિત્રો આ યોજના નો લાભ મેળવવા માટે ત્વરિત આઈ ખેડૂતમાં બાગાયતી યોજનામાં ફોર્મ ભરો.

  1. આઈ ખેડૂત પર અરજી કરી તેની પ્રિન્ટ નિકાલી તેની જરૂરી કાગળો (8 અ નો ઉતારા, બૈંકની પાસ બૂક ની ઝેરોક્ષ, રાસનકાર્ડ) નજીકની બાગાયત કચેરીએ જમા કરાવવા.
  2. અરજીની પાત્રતા તથા બીનપાત્રતા જે તે નિયુક્ત અધિકરી દ્વારા સ્થળ તપાસ અથવા તો રેકોર્ડની મેન્યુઅલ ચકાસણી ના અધારે નક્કી થાય છે. અરજી પાત્રતા ધરાવે છે કે નહી તેનુ સ્ટૅટસ અરજીમાં જે તે અધિકૃત વ્યક્તિ દ્વારા અપડેટ કરવામાં આવે છે.
  3. પુર્વ-મંજુરી આપનાર અધિકારી અરજીઓ ને પુર્વ-મંજુર કરે છે.
  4. વેરીફીકેશન ની કામગીરી પણ સંપુર્ણપણે સ્થળ-તપાસ/રેકોર્ડતપાસ બાદ નક્કિ થાય છે.
  5. પુર્વ-મંજુરી ના Order તથા Payment Order ઉપર સક્ષમ અધિકારીની ની સાઇન થાય છે.
  6. વધુ માહિતી માહતી માટે આઇ ખેડૂત પોર્ટલ https:// ikhedut.gujarat.gov.in પર વિઝિટ કરો અથવા નજીકની બાગાયત કચેરીનો સંપર્ક કરો. અથવા કિસાન કોલ સેંટર 1800 180 1551 પર ટોલ ફ્રી પર માહિતી મેળવો.

માહિતી સ્ત્રોત - મુકેશ ટાંક કિસાન કોલ સેંટર અમદાવાદ

આ પણ વાંચો - ખારેકની વૈજ્ઞાનિક પધ્ધ્તિ ખેતી કરી દૂર કરો ગરીબી

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More