Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

જાણવા જેવું : વટાણાને ‘વીંટી’ નાખતા આ રોગથી બચાવવા આટલું કરો

વિલ્ટ એટલે કે ઉકઠા રોગ. આ રોગ માટીમાંથી થાય છે કે જે ફૂગજન્ય છે. આ રોગની પ્રારંભિક અવસ્થામાં વિકસિત કૂંપળ અને પાંદડાની કિનારે વળી જાય છે. બપોરના સમયમાં છોડ સામાન્ય કરતા વધારે કરમાયેલો દેખાય છે અને સાંજના સમયે સ્થિતિ ઠીક હોય છે. ઉકઠા રોગ લાગુ પડ્યા બાદ છોડમાં પાણી તથા પોષક તત્વોની ઉણપ જેવા લક્ષણ પણ દેખાય છે, પણ ત્યાર બાદ પાંદડા પીળા પડી કરમાઈ જાય છે. ત્યાર બાદની અવસ્થામાં ડાળ ઉપર કથ્થાઈથી લાલ રંગના ચકામા દેખાય છે. અંતે સંપૂર્ણ છોડ સૂકાઈને પીળો પડી જાય છે. આ રોગ ઝડપથી અન્ય છોડોમાં પણ ફેલાય છે.

KJ Staff
KJ Staff
How to protect peas from Wilt disease

બચાવ માટેના ઉપાય

બિયારણનો યોગ્ય ઉપચાર કરવા માટે ટ્રાઇકોડર્મા વિરડી પાઉડરનો 10 ગ્રામ પ્રતિ કિલો બીજ દરથી ઉપચાર કરવો જોઇએ.

માટીને 3 ગ્રામ પ્રતિ લીટર પાણીથી ભીંજવી દેવી જોઇએ કે જેથી રોગાણુઓ નિયંત્રિત કરી શકાય.

માટીનો પી.એચ. પ્રમાણ 6.5થી 7.0 વચ્ચે જાળવી રાખવું જોઇએ અને નાઇટ્રોઝનના સ્રોતો પ્રમાણે નાઇટ્રેટનો ઉપયોગ કરવો.

અસરગ્રસ્ત છોડને ખેતરમાંથી હટાવીને નાશ કરી દેવો જોઇએ.

જે ક્ષેત્રમાં આ સમસ્યા અગાઉથી હોય, ત્યાં ઉનાળામાં ઊંડું ખેડાણ કરવું.

તેના રસાયણિક ઉપચાર હેતુ કાસુગામાઇસિન 5%+કૉપર ઑક્સીક્લોરાઇડ 45% WP દવાના 300 ગ્રામ પ્રમાણ પ્રતિ એકર અથવા કાસુગામાઇસિન 3% SLના 400 મિલી પ્રમાણ પ્રતિ એકર દરથી છંટકાવ કરવો.

 માટીના ઉપચારનો સ્વરૂપ જૈવિક ફૂગનાશી ટ્રાઇકોડર્મા વિરડીના એક કિલો પ્રમાણ અથવા સ્યૂડોમોનાસ ફ્લોરેસેંસનો 250 ગ્રામ પ્રમાણ એક એકર ખેતરમાં 100 કિલો છાણિયાં ખાતરમાં મિશ્રિત કરી ખેતરમાં ભેળવવું જોઇએ.

ખેતરમાં પૂરતા પ્રમાણમાં ભેજનું પ્રમાણ જાળવો. માટીનો યોગ્ય ઉપચાર કરવો.

Related Topics

Wilt Disease protection

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More