Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

આ પદ્ધતિથી કરો મરી મસાલાની ખેતી અને મેળવો બમણી આવક

ભોજનને સ્વાદિષ્ટ બનાવવું હોય, કે પછી સંભારને સ્વાદિષ્ટ બનાવવો હોય કે પછી ખીચડી બનાવવી, પુલાવને સ્વાદિષ્ટ બનાવવા વગેરેમાં કાળા મરીનો ઉપયોગ ભારતના લગભગ દરેક ઘરના રસોડામાં દરરોજ થાય છે.

Sagar Jani
Sagar Jani

ભોજનને સ્વાદિષ્ટ બનાવવું હોય, કે પછી સંભારને સ્વાદિષ્ટ બનાવવો હોય કે પછી ખીચડી બનાવવી, પુલાવને સ્વાદિષ્ટ બનાવવા વગેરેમાં કાળા મરીનો ઉપયોગ ભારતના લગભગ દરેક ઘરના રસોડામાં દરરોજ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે કાળા મરીમાં ઘણા ઔષધીય ગુણ છે, તેમાં ઘણી આયુર્વેદિક ગુણ છુપાયેલા છે. ઘણા રોગોની સારવારમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાની સાથે, તે સારા સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે.

કાળા મરી એક બારમાસી છોડ છે અને તેનો છોડ એક વેલા આકાર જેવો હોય છે. વિશ્વમાં કાળા મરીની ખેતી સૌથી પહેલાં ભારતમાં કરવામાં આવે છે. આ કારણોસર ભારતને કાળા મરીનું જન્મસ્થળ કહેવામાં આવે છે. ભારત સિવાય વિશ્વના અન્ય દેશોમાં પણ તેનું વાવેતર થાય છે, જેમ કે ઇન્ડોનેશિયા, બોર્નીયો, મલય, લંકા અને સિયામ વગેરે. આ છોડ માલાબારના જંગલોમાં મોટી સંખ્યામાં જોવા મળે છે. તેના પાંદડાઓનો આકાર લંબ ચોરસ જેવો હોય છે, અને તેની લંબાઈ 12થી 18 સેન્ટિમીટર અને પહોળાઈ 5થી 10 સેન્ટિમીટર હોય છે. કાળી મરીના છોડની મૂળ છીછરા જ રહે છે. તેના છોડના મૂળ માત્ર 2 મીટરની ઊંડાઈ પર રહે છે. તેના ઉપર સફેદ ફૂલો નીકળે છે. ખેડૂતો માટે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પાક છે, જેની ખેતીથી ખેડુતી ખૂબ કમાણી કરી શકે છે.

કાળા મરીના વાવેતર માટે યોગ્ય વાતાવરણ

આ એક ઉષ્ણકટિબંધીય છોડ છે. જે વધારે ઠંડી સહન કરી શકતું નાથી. તેની ખેતી માટે હળવુ ઠંડું વાતાવરણ ખેતી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેની ખેતી 10થી 12 ડિગ્રી સેલ્સિયસ તાપમાન યોગ્ય નથી આવા વાતાવરણમાં કાળા મરીના છોડનો વિકસ થતો નથી કાળા મરીના પાક માટે વાર્ષિક 2000 મીમી વરસાદ જરૂરી છે.

જમીનની પસંદગી

લાલ માટી અને લાલ લેટેરાઇટ માટી તેની ખેતી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે, તેમજ જમીનમાં પાણી પકડવાની ક્ષમતા હોવી જોઈએ. કાળા મરીના વાવેતર માટે જમીનનું પીએચ મૂલ્ય 5થી ની વચ્ચે હોવું જોઈએ.

રોપણ પદ્ધતિ

કાળા મરીની રોપણ પદ્ધતિ માટે કલમોનો ઉપયોગ કરવામાં આવે છે. તેની એક કે બે કલમોને કાપીને સપ્ટેમ્બરના મધ્યમાં રોપવો જોઈએ. તેની કલમોને એક જ કતારમાં રોપવી જોઈએ અને કલમોને રોપતી વખતે તેમની વચ્ચેના અંતરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એક હેકટર જમીનમાં 1666 રોપાઓ વાવી શકાય છે. કારણ કે તે રોલિંગ છે, તેની રોપણી 30 અથવા 45 મીટરની ઉચાઈવાળા ઝાડ પર કરવામાં આવે છે. તેના ફળોને સરળતાથી તોડવા માટે, આ છોડની વેલોને ફક્ત 8 થી 9 મીટરની ઉચાઇ સુધી વધવા દેવા. કાળા મરીનો છોડ ઓછામાં ઓછા 25 થી 30 વર્ષ સુધી ફ્લે ફાલે છે.

કાળા મરીના પાક માટે યોગ્ય ખાતર 

કાળા મરીના પાકમાં 5 કિલોની માત્રામાં કાર્બનિક ખાતર અને કરલ ખાતર ભેળવવું જોઈએ. જમીનમાં પીએચ મૂલ્ય અનુસાર એમોનિયા સલ્ફેટ અને નાઇટ્રોજન મિશ્રિત થવું જોઈએ. આ સાથે પાકમાં 100 ગ્રામ પોટેશિયમની માત્રા સાથે 750 ગ્રામ મેગ્નેશિયમ સલ્ફેટ જમીનમાં મિશ્રિત થવુ જોઈએ. જે જમીનમાં એસિડ હોય છે, તેમાં 500 ગ્રામ ડોલેમેટીક ચૂનો 2 વર્ષમાં એકવાર ઉપયોગ કરવો જોઈએ.

સિંચાઈ કરવાની પદ્ધતિ

તેની સિંચાઇ વરસાદ પર આધારિત છે. જો કોઈ કારણોસર ઓછો વરસાદ પડે છે, તો કાળા મરીના પાકમાં જરૂર પડે તો સિંચાઈ કરવી જોઈએ.

ફળોની ઉપજ

મરીના પાકમાં જુલાઈ મહિનાની વચ્ચે સફેદ અને આછા પીળા ફૂલો નીકળે છે. તેના ફળ જાન્યુઆરીથી માર્ચની મધ્યમાં પાકવા માટે તૈયાર છે. તેનું ફળ ગોળઆકારમાં 3 થી 6 મીમી જેટલું હોય છે. દક્ષિણ આફ્રિકામાં તેનો પાક નવેમ્બરથી જાન્યુઆરી મહિનામાં પાકીને તૈયાર થાય છે. દરેક છોડમાંથી 4થી 6 કિલો કાળા મરી મેળવવામાં આવે છે. તેના દરેક ક્લસ્ટરોમાં 50થી 60 દાણા હોય છે. ફળ પાકી ગયા પછી તેના ગુચ્છઓ દૂર કરવામાં આવે છે અને તેને જમીનમાં અથવા સાદડી પર રાખવામાં આવે છે. ત્યારબાદ દાણાને હથેળીથી રગળીને અલગ કરવામાં આવે છે અને પછી તેને 5 અથવા 7 દિવસ માટે તડકામાં સૂકવવામાં આવે છે. જ્યારે કાળા મરીના દાણા સંપૂર્ણપણે સૂકાઈ જાય છે પછી તે સંકોચાઈ જાય છે અને કરચલીઓ આવે છે. આ દાણોનો રંગ ઘાટો કાળો થઈ જાય છે.

કાળા મરીના ફાયદા-

1. કાળા મરી શરદી, ખાંસી અને તાવથી પીડિત લોકો માટે એક ફાયદાકારક દવા તરીકે કામ કરે છે.
2. રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે.
3. બ્લડ સુગરનું સ્તર ઘટાડવા માટે ઉપયોગી.
4. શારીરિક બળતરા ઘટાડે છે
5. મનને તીક્ષ્ણ અને સ્વસ્થ રાખવા ફાયદાકારક છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More