Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

કોરોનાકાળમાં 50 હજારના રોકાણમાં આ ખેતી કરો, એક એકરમાંથી મળશે 6થી 7 લાખ રૂપિયાની આવક

કોરોના વાયરસે માત્ર લોકોની જીંદગી જ નહીં પણ કમાણીનો સ્રોત પણ બદલી નાખ્યો છે. કોરોનાને કારણે નોકરી ગુમાવનારા લોકો હવે ધંધા કે ખેતીમાં હાથ અજમાવી રહ્યા છે. જો તમે પણ આ ક્ષેત્રમાં હાથ અજમાવવા ઈચ્છો છો તો ઔષધીય છોડની ખેતી એક સારો વિકલ્પ બની શકે છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
શતાવરીની ખેતી
શતાવરીની ખેતી

કોરોના વાયરસે માત્ર લોકોની જીંદગી જ નહીં પણ કમાણીનો સ્રોત પણ બદલી નાખ્યો છે. કોરોનાને કારણે નોકરી ગુમાવનારા લોકો હવે ધંધા કે ખેતીમાં હાથ અજમાવી રહ્યા છે. જો તમે પણ આ ક્ષેત્રમાં હાથ અજમાવવા ઈચ્છો છો તો ઔષધીય છોડની ખેતી એક સારો વિકલ્પ બની શકે છે. આયુર્વેદ ઉપરાંત ઓષધિઓમાંથી નીકળેલા કેમિકલનો ઉપયોગ કરીને એલોપથમાં કેટલીક દવાઓ પણ બનાવવામાં આવી રહી છે, તેની મુખ્ય કારણ છે કે, તેની માંગમાં વધારો થયો છે.

આજે અમે તમને એવા ઓષધીય છોડની ખેતી વિશે જણાવી રહ્યા છીએ, જેની સારી માંગ જ નહીં પરંતુ અન્યની તુલનામાં પણ તેની કિંમત ઘણી વધારે છે. તમે શતાવરીના છોડની ખેતી શરૂ કરી શકો છો. વિવિધ દવાઓ બનાવવામાં શતાવરીનો ઉપયોગ થાય છે. જો આવકની વાત કરીએ તો શતાવરીની ખેતીથી કમાણી પણ સારી થાય છે. આ ખેતીમાં 2 વર્ષમાં આશરે 50 હજાર રૂપિયાનું રોકાણ કરી એક એકર ખેતીમાંથી છ લાખ રૂપિયાની આવક કરી શકો છો.

કેટલા મહિનામાં પાક તૈયાર થાય છે ?

શતાવરી એ-ગ્રેડ ઔષધીય છોડ છે. તેનો પાક 18 મહિનામાં તૈયાર થઈ જાય છે. શતાવરીના મૂળમાંથી દવાઓ બનાવાય છે. 18 મહિના બાદ ભીનું મૂળ પ્રાપ્ત થાય છે. ત્યાર બાદ જ્યારે તેને સૂકવવામાં આવે છે, તેમાં વજન લગભગ એક તૃતીયાંશ રહે છે. જો આ ઔષધીય છોડમાંથી 10 ક્વિન્ટલનો મૂળ પ્રાપ્ત થાય તો તેને સુકવ્યા બાદ તે માત્ર 3 ક્વિન્ટલ થઈ જાય છે. પાકની કિંમત મૂળની ગુણવત્તા પર આધારિત છે. માર્કેટમાંથી શતાવરીના બીદ ખરીદી પછી  ખેતરમાં વાવણી કરો.

એક એકરમાં 20થી 30 ક્વિન્ટર પાક તૈયાર થાય છે અને માર્કેટમાં એક ક્વિન્ટલની કિંમત 50 હજારથી 60 હજાર રૂપિયા છે. જો શતાવરીને પ્લાસ્ટિકલ્ચર વિધિ દ્વારા ઉગાડવામાં આવે તો પાકને ઓછુ નુકસાન થાય છે અને પાક સારો મેળવી શકાય છે. કમાણી કેટલી થાય છે ? શતાવરીની ઉપજને આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ કંપનીઓને સીધી વેચી શકાય છે. અથવા આ પાકને તમે હરિદ્વાર, કાનપુર, લખનઉ, દિલ્હી, બનારસ જેવા બજારોમાં વેચી શકો છો. જો તમે સારી ગુણવત્તાના 30 ક્વિન્ટલ મૂળ વેચી શકો છો તો તમને 7થી 9 લાખ રૂપિયા સરળતાથી મળી શકે છે. જો ભાવ અને ઉપજ ઓછી માનવામાં આવે તો પણ 6 લાખ રૂપિયા સુધીની કમાણી સરળતાથી કરી શકાય છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More