Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ડુંગળની આ પાંચ જાતોની કરો વાવણી,થશે અધધ કમાણી

ડુંગળી(Onion) એક એવું શાક છે, કે જેની કિંમત વધી જાય તો સરકાર પલટી જાય છે. કેમ કે ડુંગળીનો ઉપયોગ ભારતના લગભગ દરેક ઘરમાં થાય છે. ડુંગળી આપણા જમવાનુનો સ્વાદ વધારી નાખે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ડુંગળી (Onion)
ડુંગળી (Onion)

ડુંગળી(Onion) એક એવું શાક છે, કે જેની કિંમત વધી જાય તો સરકાર પલટી જાય છે. કેમ કે ડુંગળીનો ઉપયોગ ભારતના લગભગ દરેક ઘરમાં થાય છે. ડુંગળી આપણા જમવાનુનો સ્વાદ વધારી નાખે છે.

ડુંગળી(Onion) એક એવું શાક છે, કે જેની કિંમત વધી જાય તો સરકાર પલટી જાય છે. કેમ કે ડુંગળીનો ઉપયોગ ભારતના લગભગ દરેક ઘરમાં થાય છે. ડુંગળી આપણા જમવાનુનો સ્વાદ વધારી નાખે છે. આના વગર શાક તો શાક લાગતો જ નથી. એટલે ડુંગળી ઉનાળા હોય કે ચોમાસા પછી શિયાળા દરેક ઋતુમાં એટલે કે 12 માસ બજારમાં મળે છે.

ડુંગળીની ખેતી કરતા ખેડૂતો તેથી વધુ વળતર ધરાવી શકે છે. જે તે નીચે વિસ્તારપૂર્વ જણાવેલ આની જાતોમાંથી કોઈ પણ જાતની વાવણી કરે તે. એમ તો બજારમાં ઘણી જાતો મળે છે, પરંતુ અમે તમને એવી પાંચો જાતો વિશે બતાવીશુ. જેની વાવાણી કરીને તમે મોટો વળતર ધરાવી શકો છો મારા વાલા ખેડૂત મિત્રો.  

અર્લી ગ્રેનો (Early Graino)

અર્લી ગ્રેનો ડુંગળીની એવી જાત છે, જેનો રંગ પીળો હોય છે. આનો ઉપયોગ સામાન્ય રીતે લોકો સલાડમાં કરે છે. અર્લી ગ્રેનોની ખેતીની વાત કરીએ તો તેની રોપણી કર્યાના 115-120 દિવસ પછી પાક તૈયાર થઈ જાય છે અને તેના પ્રતિ હેક્ટર 500 ક્વિન્ટલ સુધી ઉતારો મળી શકે છે.  

હિસાર – 2  (Hisar- 2)

આ જાતની ડુંગળી ઘેરા લાલ અને ભૂરા રંગની હોય છે. રોપણી પછી 175 દિવસમાં આનો પાક તૈયાર થઈ જાય છે. તેની સૌથી ખાસ વાત એ છે કે તેનો સ્વાદ તીખો હોતો નથી. તેથી પ્રતિ હેક્ટર 300 ક્વિન્ટલ સુધીના ઉતારો મળી આવે છે.

પુસા રેડ (Pusa Red)

ડુંગળીની આ જાતનો રંગ લાલ હોય છે. એક હેકટરમાં ઓછામાં ઓછી 200 થી 300 ક્વિન્ટલની ઉપજ થાય છે. સ્ટોરેજ માટે કોઈ ખાસ જગ્યાની જરૂર નથી, તેને ગમે ત્યાં રાખી શકાય છે. ડુંગળીનું વજન 70 થી 80 ગ્રામ હોય છે. પાક 120-125 દિવસમાં પરિપક્વ થઈ જાય છે.

Onion
Onion

પુસા વ્હાઇટ ફ્લેટ (Pusa White Flat)

તમે ક્યાકે બજારમાં સફેદ પર રંગની ડુંગળી જોઈ છે. જે જોઈ છે તો ડુંગળીની આ જાતને પૂસા વ્હાઈટ તરીકે ઓળખવામાં આવે છે. ડુંગળીની આ જાત રોપણીના 125થી 130 દિવસ પછી પરિપક્વ થાય છે. આને ઘણા દિવસ સુધી સંગ્રહ કરીને રાખી શકાય છે. તેની ઉપજની વાત કરીએ તો તે પ્રતિ હેક્ટરમાં દીઠ 325થી 350 ક્વિન્ટલન સુધી ઉપજ આપે છે.  

પુસા રતનાર (Pusa Ratnar)

ડુંગળીની આ જાતનો આકાર સહેજ સપાટ અને ગોળાકાર હોય છે. આ ઘેરા લાલ રંગની જાત સાથે, ખેડૂતો હેક્ટર દીઠ 400 થી 500 ક્વિન્ટલ ડુંગળીનું ઉત્પાદન મેળવી શકે છે. પાક 125 દિવસમાં તૈયાર થઈ જાય છે.

કૃષિથી સંબધિત સમાચાર વાંચવા માટે દરરોજ મુલાકાત લો કૃષિ જાગરણ ગુજરાતીની  

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More