Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

સપ્ટેમ્બરમાં કરો વટાણાની આગોતરી ખેતી, થશે સારી આવક

વટાણાના સારા ઉત્પાદન માટે તાપમાન 10 થી 18 ડિગ્રી સેલ્સિયસ યોગ્ય માનવામાં આવે છે વટાણા એક કઠોળ પાક છે, જેની તમે આગોતરી ખેતી કરીને સારી કમાણી કરી શકો છો. સપ્ટેમ્બર મહિનાના અંતિમ સપ્તાહ કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં તેનું વાવેતર કરી શકાય છે. સૌથી સારી વાત એ છે કે વટાણાની આગોતરી ખેતી માંડ 50 દિવસમાં તૈયાર થાય છે. તેને લીધે વટાણાની ખેતી બાદ અન્ય પાક પણ સમય રહેતા કરી શકાય છે. તો ચાલો જાણીએ વટાણાની અગેતી ખેતી વિશે સંપૂર્ણ માહિતી-

KJ Staff
KJ Staff

વટાણાના સારા ઉત્પાદન માટે તાપમાન 10 થી 18 ડિગ્રી સેલ્સિયસ યોગ્ય માનવામાં આવે છે

વટાણા એક કઠોળ પાક છે, જેની તમે આગોતરી ખેતી કરીને સારી કમાણી કરી શકો છો. સપ્ટેમ્બર મહિનાના અંતિમ સપ્તાહ કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં તેનું વાવેતર કરી શકાય છે. સૌથી સારી વાત એ છે કે વટાણાની આગોતરી ખેતી માંડ 50 દિવસમાં તૈયાર થાય છે. તેને લીધે વટાણાની ખેતી બાદ અન્ય પાક પણ સમય રહેતા કરી શકાય છે. તો ચાલો જાણીએ વટાણાની અગેતી ખેતી વિશે સંપૂર્ણ માહિતી-

જળવાયુ અને માટી

કૃષિ વૈજ્ઞાનિકોના મતે વટાણાની ખેતી માટે મટિયાર દોમટ અને સામાન્ય માટી ઘણી ઉત્તમ હોય છે. તેની ખેતી હેતુ માટીના પીએચ પ્રમાણ 6 થી 7.5 હોય છે. જ્યારે બીજના અંકૂરણ માટે તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ હોય છે. જોકે વટાણાના સારા ઉત્પાદન માટે તાપમાન 10 થી 18 ડિગ્રી સેલ્સિયસ યોગ્ય માનવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમ્લીય માટીની જમીન વટાણાની ખેતી માટે ઉપયુક્ત માનવામાં આવતુ નથી. ઉસર જમીનતી પણ તેની ખેતી કરી શકાતી નથી.

જમીનની તૈયારી

ખેતર તૈયાર કરવા માટે સૌથી પહેલા ખેતરના ખેડાણની માટી પલટવાના હળથી કરી શકાય છે. ત્યારબાદ બે-ત્રણ વખત કલ્ટીવેટરથી ખેતરનું ખેડાણ કરો. બીજી બાજુ હેક્ટર દીઠ વટાણાની ખેતી માટે 20 ટન સડેલા છાણીય ખાતર, 70 કિલોગ્રામ ફોસ્ફરસ, 25 કિલો નાઈટ્રોજન અને 50 કિલોગ્રામ પોટાશ ઉપયુક્ત હોય છે. વટાણાાના સારા ઉત્પાદન મેળવે છે, તો નાઈટ્રોજનયુક્ત ખાતરના ઉપયોગ ઓછામાં ઓછો કરવો જોઈએ. તેના વધારે ઉપયોગથી સ્થિરીકરણ અને ગાંઠોને વિકસિત ઠીકથી થઈ શકાત નથી. બીજી બાજુ પ્રતિ હેક્ટર 90 થી 100 કિલોગ્રામ બીજની આવશ્યકતા હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે પહેલા વટાણાના બીજ જનિત રોગોથી બચાવ માટે અનુશંસિત કીટનાશકથી શોધવા જોઈએ.

જાણો કે કઈ છે વટાણાની આગોતરી પ્રજાતીઓઃ-

1. કાશી નંદિની- વટાણાની આ પ્રજાતિને 2005માં વિકસિત કર્યા હતા. તેનાથી પ્રતિ હેક્ટર 110 થી 220 ક્વિન્ટલ વટાણા ઉત્પાદન કરી શકાય છે. પંજાબ, ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારકંડ, કર્ણાટક, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ તથા કેરળમાં તેની ખેતી કરી શકાય છે.

2. કાશી ઉદય- કાશી નંદિનીની માફક આ પ્રજાતિને પણ 2005માં વિકસિત કરેલ છે. વટાણાની આ જાતની ખાસ વાત છે કે તેના પાક 9-10 સેન્ટીમીટર લાંબી થાય છે. આ જાતને ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ રાજ્યોમાં વાવેતર કરવામાં આવ્યો છે. ઉત્પાદનની વાત કરીએ તો પ્રતિ હેક્ટર 105 ક્વિન્ટલ ઉત્પાદન લઈ શકાય છે.

3. કાશી મુક્તિઃ વટાણાની આ જાત દેશ જ નહીં વિદેશોમાં પણ માંગ થાય છે. તેને લીધે તેના પાક અને દાણા ઘણા મોટા હોય છે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પંજાબ રાજ્યના જળવાયુ તથા માટી માટે તે ઉપયુક્ત છે. પ્રતિ હેક્ટર 115 ક્વિન્ટલના ઉત્પાદન તેનાથી લઈ શકાય છે.

4. કાશી આગોતરીઃ આ વટાણાની નવી જાત છે. તેને 2015માં વૈજ્ઞાનિકોને વિકસિત કર્યા હતા. તેની ખાસ વાત એ છે કે તે માંડ 50 દિવસમાં તૈયાર કરી શકાય છે. તેના છોડની લંબાઈ 58-61 સેન્ટીમીટર હોય છે. પ્રતિ છોડથી 9 થી 10 સિંગ પ્રાપ્ત કરી શકાય છે. જોકે આ ઉત્પાદન અન્ય જાતોથી થોડો ઓછો હોય છે. પ્રતિ હેક્ટર 95 થી 100 ક્વિન્ટલ ઉત્પાદન થાય છે.

Related Topics

peas September

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More