Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

બટાકાના પાકમાં રોગ નિયંત્રણના ઉપાયો

ફૂગથી થતાં આ રોગની શરૂઆતમાં બટાટાના નીચેના પાન ઉપર ભુખરા બદામી રંગના છૂટા છવાયા લંબગોળ કે કાટખૂણા આકારનાં ટપકાં જોવા મળે છે. અનુકૂળ હવામાનમાં આ ટપકાં જ્યારે વિકાસ પામે ત્યારે ઘણીવાર સૂર્યના પ્રકાશ સામે રોગિષ્ટ ભાગ જોતાં તેમાં ચક્રની અંદર ચક્ર જોવા મળે છે. હવામાન જ્યારે વાદળછાયું હોય ત્યારે રોગ આવવાની શક્યતા વધારે હોય છે. આ રોગનો ઉપદ્રવ સામાન્ય રીતે બટાટા ઉગાળતા બધા જ વિસ્તારમાં જોવા મળે છે.

Amansinh Jadeja

આગોતરો સુકારોઃ

પાછોતરો સુકારોઃ

ફૂગથી થતાં આ રોગની શરુઆતમાં ટોચના પાન, દાંડી કે પ્રકાંડ પર જાંબુડિયા કાળા રંગના પાણી પોચા ડાઘ જોવા મળે છે. ખૂબ ભેજવાળા હવામાનમાં રોગિષ્ટ પાનના ટપકાંની નીચેની બાજુએ સફેદ ફૂગનો વિકાસ જોવા મળે છે.અનુકૂળ વાતાવરણમાં વ્યાપક પ્રમાણમાં રોગની ઉગ્રતા વધતાં પાક દઝાઇ ગયો હોય તેમ દેખાય છે. રોગની શરૂઆત ખેતરના એક ભાગમાં કૂંડાળા આકારમાં થાય છે અને સતત ૨ થી ૩ દિવસ વધુ વાદળ રહે અને કમોસમી માવઠું થાય ત્યારે ત્વરીત આખાં ખેતરમાં ફેલાય જાય છે.

બટાટાના કટકાનો કોહવારોઃ

વાવેતર સમયે વધુ તાપમાને તેમજ બીજ સાથે આવેલ કે જમીનમાંની ફૂગને લીધે જમીનમાં જ બટાટા કોહવાય જાય છે. તેથી છોડની સંખ્યામાં ઘટાડો થતાં ઉત્પાદન પર અસર પળે છે.

ભીંગડાનો રોગઃ

આ રોગમાં છોડ પર કોઇ પ્રકારના લક્ષ્ણો જોવાં મળતા નથી. પરંતુ કંદ ઉપર રતાશ પડતા અથવા ભૂખરા રંગના ટપકાં જોવા મળે છે. ટપકાં ગોળાકાર તથા તારા આકારના ઉપસી આવેલા અથવા દબાયેલા હોય છે. જેથી બટાટાની ગુણવત્તા ઘટી જાય છે.

બટાટાના કાળા ચાઠાંનો રોગઃ

આ રોગમાં બટાટાના કંદની આંખો જમીનમાં જ અથવા આંખો ફૂટીને જમીનમાંથી બહાર આવ્યા બાદ ચીમળાય જઇ કોહવાઇ જાય છે. આવા છોડમાં થડ જમીન સરખું કાળુ પડી છેવટે છોડ ચીમડાય જાય છે. બટાટાની કાપણી વખતે બટાટાના કંદ ઉપર ભુખરાં, કાળા ગોળાકાર અથવા તારા આકારનાં ચાઠાં, માટી ચોટેલા જોવા મળે છે. આથી બટાટાની ગુણવત્તા અને ઉત્પાદન પર માઠી અસર પડે છે.

જીવાણું જન્ય સુકારો અથવા બટાટાનો બંગળીનો રોગઃ

જીવાણુંથી થતાં આ રોગની શરૂઆતમાં ખેતરમાં છોડ વાવેતર બાદ ૪૦ થી ૪૫ દિવસે ધીમે ધીમે ચીમળાઇ જઇ સૂકાવાં માંડે છે. જે ધીમે ધીમે અનૂકુળ વાતાવરણમાં આગળ વધીને આખો છોડ સૂકાય જાય છે. રોગ ગોળ કુંડાળામાં જોવા મળે છે. રોગિષ્ટ છોડના કંદ કાપતાં ગોળાકાર બંગળી આકારની કથ્થાઇ રંગની બંગળી જોવા મળે છે.

સ્ટેમ નેક્રોસીસઃ

પાનની દાંડી અને ટોચ પર ચાંઠા થાય છે અને થડ કાળુ પડી જાય છે. થડમાંથી છોડ નમીને ભાંગી જાય છે.

વિષાણુજન્ય રોગ- લીફ રોલ વાયરસઃ

વિષાણુજન્ય પાનના દેખાવ પરથી માલૂમ પડે છે અને સર્વદેહિય પ્રકારના હોવાથી નવી ફૂટમાં તેના લક્ષ્ણો અવશ્ય દેખાય છે.

બટાટામાં સંકલિત રોગ વ્યવસ્થાપનઃ

  • બટાટાના કટકાના કોહવારાનાં નિયંત્રણ માટે બટાટાના કટકા કર્યા બાદ મેનકોઝેબની સૂકી માવજત આપવી. ૫૦૦ ગ્રામ અને ૨.૫ કિગ્રા શંખજીરૂ પાવડરનું મિશ્રણ કરી ૧૦૦૦ કિગ્રા બટાટાના કટકા ઉપર એક સરખું ભભરાવી વાવેતર કરવામાં આવે તો રોગ અસરકારક રીતે અટકાવી નિર્ધારીત ઉત્પાદન મેળવી શકાય છે.
  • ટ્રાયકોડર્મા નામની ફૂગના અલિંગિ બિજાણુની બીજ માવજત આપવી.
  • ફુગ વિકસાવેલ છાણિયું ખાતર પ્રતિ હેકટરે ૨૦૦૦ કિલો ચાસમાં આપવું.
  • બટાટાના આગોતરા સૂકારાનાં નિયંત્રણ માટે પાક જ્યારે ૪૦ થી ૫૦ દિવસનો થાય ત્યારે મેનકોઝેબ દવા ૨ કિ.ગ્રા. ૮૦ લિટર પાણીમાં ઓગાળી પ્રતિ હેકટરે છંટકાવ કરવો. ત્યારબાદ ૧૦ થી ૧૨ દિવસનાં અંતરે હવામાનને ધ્યાનમાં લઇ બે થી ત્રણ છંટકાવ કરવાથી રોગ અસરકારક રીતે અટકાવી સકાય છે.

Related Topics

Potato Diseses Crops Agriculture

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More