ભારતના લગભગ તમામ રાજ્યોમાં મરચાની ખેતી થાય છે. તેના ફાયદાને જોઈએ તો મુખ્યત્વેઃ તે રોકડીય પાકની શ્રેણીમાં તેને રાખવામાં આવે છે. આમ તો મરચામાં ઔષધિય ગુણો જોવા મળે છે. જો ખેડૂતભાઈ આબોહવા ક્ષેત્ર પ્રમાણે ઉન્નત પ્રજાતિયોનો ઉપયોગ કરે તો તેમને સારી આવક મેળવી શકે છે. તો ચાલો મરચાની ખેતી કેવી રીતે કરવી તે અંગે માહિતી મેળવીએ.
જળવાયુ
મરચાની ખેતી ગરમ અને સામાન્ય ભેજવાળી આબોહવામાં કરવામાં આવે છે. જોકે તેના ફળો પાકવા માટે શુષ્ક આબોહવા જોઈએ છે. મરચા એક ગરમ મૌસમનો પાક છે. માટે તેને એવા સમય સુધી ઉગાડી શકાતા નથી કે જ્યાં સુધી માટીનું તાપમાન ન વધી જાય.
માટીઃ
તેની ખેતી રિંગણ અને ટામેટાની માફક હોય છે. આ માટે માટી સામાન્ય, ભૂરભૂરી અને પાણીને જલ્દીથી શોષી લે તેવી જોઈએ. તેની નર્સરીમાં પર્યાપ્ત પ્રમાણમાં સુર્ય પ્રકાશ આવે તે લાભદાયક છે.
વાવેતરઃ
મેદાની અને પહાડી વિસ્તારોમાં મરચાનું વાવેતર કરવાનો સૌથી યોગ્ય સમય એપ્રિલથી જૂન સુધી છે. જોકે મોટા ફળો વાળી જાતોને મેદાની વિસ્તારોમાં સપ્ટેમ્બરમાં પણ વાવેતર કરી શકાય છે.
સિંચાઈ અને ખેડાણ
લીલા મરચાની ખેતીમાં પહેલી સિંચાઈ છોડ પ્રતિરોપણ બાદ કરવા જોઈએ. એવી જ રીતે ગરમીની સિઝનમાં એક વખત સિંચાઈ કરવી જોઈએ. મરચાંના છોડ સંવેદનશીલ હોય છે. માટે પાણીના વહાવથી ખાસ રીતે બચવાની જરૂર હોય છે.
ફળ તોડવાઃ
લીલા મરચાના ફળ લગવાના 15થી 20 દિવસ બાદ કરો. પહેલી લણણી બાદ બીજી લણણી 12થી 15 દિવસના અંતરે રાખવામાં આવવી જોઈએ.
ઉત્પાદન
મરચાની ખેતીમાં ઉત્પાદન અનેક બાબત પર નિર્ભર છે. જોકે, યોગ્ય રીતે ખેતી કરી શકાય તો 150થી 200 ક્વિન્ટલ પ્રતિ હેક્ટરની ઉપજથી પ્રાપ્ત કરી શકાય છે.
Share your comments