ગુજરાત અને દેશભરમાં શિયાળુ પાક એટલે કે રવિ પાકની માવજત પછી હવે તેની લણણીની તૈયારી ચાલી રહી છે. થોડાક સમય પછી એપીએમસીમાં પણ તેના બજાર ભાવ વિશે માહિતી આવી જશે. રવિ પાકની લણણી પછી હવે ખરીખ પાકનું વાવેતર શરૂ થશે. આજે આપણે તમે એક ખરીફ પાક એટલે કે ઉનાળુ બાજરાની વૈજ્ઞાનિક ખેતી વિશે જણાવવા જઈ રહ્યા છે. આ પદ્ધતિથી તમે ઉનાળુ બાજરાની ખેતીમાં વધુ ઉત્પાદક મેળવશો અને તેથી તમારી આવકમાં પણ વધારો જોવા મળશે. એમ તો ભાવનગરમાં ઉનાળુ બાજરાનું વાવેતર શરૂ થઈ ગયું છે પરંતુ તેના વાવેતરના ખરા સમયા 15 ફેબ્રુઆરી પછી હોય છે.
ઉનાળુ બાજરાની ખેતી માટે જમીન
ઉનાળુ બાજરાનું વાવેતર માટે જમીન નબળી પ્રકાની હોવી જોઈએ.પરંતુ તેના વાવેતર માટે રેતાળજમીનથી માંડી કાળી જમીન પણ લઈ શકાય છે. તેમજ ઉનાળુ બાજરાની વાવેતર માટે મધ્યમ કાળી, ગોરાળુ અને રેતાળ જમીન પણ વધું માફક રહેશે. જો તેના વાવેતરના સમયની વાત કરીએ તો 20 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધીનું સમય સૌથી સારો ગણાશે. તેમજ 15 માર્ચ પછી વાવેતર કરવા માટે ટૂંકા ગાળાની વેરાયટી પસંદ કરવી જોઈએ.
બિચારણની દર અને વાવેતરનું અન્તર
ઉનાળુ બાજરાની બિચારણની દર જોવા જઈએ તે તે 4 કિલો પ્રતિ એકર હોવી જોઈએ. કેમ કે ઉનાળું બાજરાની વાવેતર સૌધી વધુ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં થાય છે એટલે તેના ત્યાંના ખેડૂતોએ બિચારણ માટે 1.5 કિલો પ્રતિ વિઘા ક તો પછી 1 કિલો પ્રતિ વિઘામાં કરવી જોઈએ. તેમજ વાવેતરનું અન્તર બે હાર વચ્ચે 1 થી 1.5 ફુટ હોવું જોઈએ.
ઉનાળુ બાજરા માટે ખાતર
જ્યારે તમે ઉનાળુ બાજરાની વાવેતરની તૈયારી કરશો ત્યારે તેના ખાતર માટે સારૂં કોહવાયેલું છાણીયું ખાતર વાપરો. વાવેતર કર્યા પછી તેને તમારા 3 થી 5 ટન પ્રતિ એકરના મુજબ આપવું છે. ત્યાર પછી લણણી સુધી સમય-સમય પર યૂરીયા-25 કિગ્રા પ્રતિ એકર, ડીએપી- 25 કિગ્રા પ્રતિ એકર અને એમઓપી પણ 25 કિગ્રા પ્રતિ એકરના હિસાબે આપવાની છે. તેમજ વાવેતરના 30 અને 50 દિવસ પછી 15 કિલો યૂરીયા પ્રતિ એકરના હિસાબે આપવાનું રહેશે.
પિચત
જ્યારે ઉનાળુ બાજરીના પિચતનું સમય આવે ત્યારે સામાન્ય રીતે તેને 8થી 10 પિચતની જરૂરીયાત પડશે. ખાસ કરીને જ્યારે પાકને પૂરતો ખાતર અપાવી દેવામાં આવશે ત્યારે તરત જ પાણી આપવું જોઈએ. તેમજ થુલી અવસ્થામાં અવાર નવાર પાણી આપીને વાતાવારણ ભેજયુક્ત અને ઠંડુ રાખવાનું છે. આથી દાણાનો ભરાવો સારો હોય છે.
માવજત
પિચત પછી અને લણણીથી પહેલા પાકની માવજત થાય છે. તેના માટે પાક જ્યારે 15થી 20 દિવસનો થઈ જાય ત્યારે હારમાંના બે છોડ વચ્ચેનું અન્તર 10થી 15 સેમીનું જળવાઈ જાય તે પ્રમાણે પારવણી કરીને વધારાનાં નબળા રોગ અન જીવાન લાગેલ છોડ ખેંચીને કાઢવાના છે. સાથે જ જે હારમાં મોટા ખાલા હોય ત્યાં તંદકુસ્ત છોડની ફેરરોપણી કરીને પાકની પૂરતી સંખ્યાની જાળવની કરવાની
Share your comments