જ્યાં એક બાજુ વિટામીન C વિપૂલ પ્રમાણમાં હોવાને લીધે લીંબુ અનેક ઔષધીય ગુણો ધરાવે છે ત્યારે તેનો સ્વાદ અથાણાના સ્વરૂપમાં હોય કે લીંબુપાણી અને શિકંજીના સ્વરૂપમાં તે ખૂબ જ ખાસ હોય છે. તેને સલાડ અને ખાદ્ય પદાર્થોમાં નાંખી ભોજનમાં લઈ શકાય છે. જો વૈજ્ઞાનિક પદ્ધતિથી લીંબુની ખેતી કરવામાં તો વ્યાપક પ્રમાણમાં નફો રળી શકાય છે.
ભારતમાં ઉગાડવામાં આવતા લીંબુની જાતો
ભારતમાં લીંબુની વિવિધ પ્રજાતિઓ ઉગાડવામાં આવે છે. જેમા મૈંડરિન ઓરેંજઃ કુર્ગ (કુર્ગ અને વિલીન ક્ષેત્ર), નાગપુર (વિદર્ભ ક્ષેત્ર), દાર્જિલિંગ (દાર્જિલિંગ ક્ષેત્ર), ખાસી (મેઘાલય ક્ષેત્ર), સુમિત્રા (આસામ) ખાસ છે.
લીંબુની ખેતી સૌથી વધારે કયા રાજ્યોમાં થાય છે?
આમ તો સમગ્ર ભારતમાં લીંબુની ખેતી કરવામાં આવે છે. વિવિધ રાજ્યોના ખેડૂત લીંબુની વિવિધ જાતોનું વાવેતર કરે છે. લીંબુની ખેતી ખાસ કરીને તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, આસામ, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન વગેરે રાજ્યોમાં કરવામાં આવે છે.
લીંબુની ઉન્નત ખેતી કરવા માટે જળવાયુ/માટી
લીંબુના છોડ લગાવવાની વરસાદની સિઝન સૌથી શ્રેષ્ઠ સમય ગાળો હોય છે. લીંબુ એટલે કે લેમન લગભગ તમામ માટીમાં ઉગાડી શકાય છે, પણ જો સામાન્ય ઝીણી રેતી સાથે સારી રીતે જળ નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તો તે સારી બાબત છે. જે માટી સામાન્ય ક્ષારીય અને તેજાબી હોય છે, તેમા પણ લીંબુ ઉગાડી શકાય છે. લીંબુ માટે સૂકી જગ્યાને ઉપયુક્ત માનવામાં આવે છે, જ્યાં ઠાર રહિત જળવાયુ રહે છે. લીંબુની ખેતી માટે પહાડી ક્ષેત્ર ખૂબ જ સારા છે, જ્યાં 750 મિ.મિ.થી વધારે વાર્ષિક વરસાદ થતો નથી.
લીંબુની ખેતીથી કેટલી ઉપજ અને કમાણી થાય છે?
લીંબુની ખેતી કરવાથી આશરે 84 કિલો લીંબુ વાર દીઠ પ્રતિ વર્ષ મળે છે. લીંબુના બગીચા એક વખત લગાવે છે તો તેમને 30 વર્ષ સુધી બગીચામાં ઉત્પાદન મળે છે. લીંબુનો એક છોડ આશરે 3 વર્ષ બાદ ફળ આપવાની શરૂઆત કરે છે. લીંબુની ખેતીથી સમગ્ર વર્ષ ઉત્પાદન થઈ શકે છે, પણ જુલાઈથી ઓક્ટોબર જે સમય હોય છે તેમા સૌથી વધારે લીંબુ મળે છે.
સ્વાસ્થ્ય માટે લીંબુ કેટલા લાભદાયક છે?
લીંબુ સ્કિન અને વાળને ચમકદાર બનાવવા ખૂબ જ લાભદાયક છે. વાળને સુંદર અને ચમકીલા બનાવવા માટે લીંબુનો રસ માથુ ધોવો તેના અડધા કલાક પૂર્વે લગાવવું જોઈએ. જેથી ફોતળીની મુશ્કેલી ન રહે અને વાળ સ્મૂથ તથા સિલ્કી રહેશે. ડાગ ધબ્બાથી છૂટકારો મેળવવા માટે તથા ચહેરા પર ગ્લો લાવવા માટે લીંબુનો રસ કાચા દૂધમાં મિશ્રિત કરવાથી ચહેરો ખિલી ઉઠે છે.
લીંબુનું અથાણુ ખાવાથી પાચન શક્તિ મજબૂત થાય છે અને લીંબુનો રસ પીવાથી કબજીયાતની પરેશાની દૂર થાય છે. એસિડિટીથી છૂટકારો મેળવવા માટે ખાલી પેટ નિયમિતપણે લીંબુનો રસ પીવો જોઈએ.
લીંબુના રસનું યોગ્ય સેવન કરવાથી કફ અથવા ગળામાં દુખાવાની સમસ્યા ઓછી થઈ જાય છે.
લીંબુમાં સાઈટ્રિક એસિડ જોવા મળે છે, જે હાંડકાને મજબૂત કરવા ઉપયોગી છે.
ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરવા માટે ગરમીમાં લીંબુનું સેવન દરરોજ કરવું જોઈએ.
જે લોકોનું બ્લડ પ્રેશર સારું ન થાય ત્યાં ડોક્ટર લીંબુ પાણી પીવાની સલાહ આપે છે.
ડાયરિયા થવાના સંજોગોમાં લીંબુના રસનું સેવન વધારે લાભદાયક હોય છે.
Share your comments