Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

કોઠીંબાની ખેતી અને તેનું મૂલ્ય વર્ધન

કોઠીંબા એ કાકડી પ્રજાતિનું વેલામાં થતું શાકભાજી છે. જે ભારતમાં પ્રચલિત છે તેમજ ગુજરાતમાં સામાન્ય રીતે એ કોઠીંબા તરીકે ઓળખાય છે. કોઠીંબાનો વેલો, ચોતરફ ફેલાયેલો, પાન ગોળ હદયઆકાર અને ફૂલ પીળા રંગના છે. કોઠીંબાના વેલામાં ઓગષ્ટથી નવેમ્બર દરમિયાન ફળ આવે છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
coriander
coriander

કોઠીંબા એ કાકડી પ્રજાતિનું વેલામાં થતું શાકભાજી છે. જે ભારતમાં પ્રચલિત છે તેમજ ગુજરાતમાં સામાન્ય રીતે એ કોઠીંબા તરીકે ઓળખાય છે. કોઠીંબાનો વેલો, ચોતરફ ફેલાયેલો, પાન ગોળ હદયઆકાર અને ફૂલ પીળા રંગના છે. કોઠીંબાના વેલામાં ઓગષ્ટથી નવેમ્બર દરમિયાન ફળ આવે છે. જે લીસી સપાટીના લીલા પટ્ટાવાળા ઇડા આકારના હોય છે. વિટામીન ‘સી‘ થી ભરપૂર કોઠીંકોઠીંબા એ ઘરેલું વપરાશમાં શાકભાજી તરીકે સલાડમાં, અથાણામાં અને ડેઝર્ટ તરીકે અને પાકેલા કોઠીંબા ફળ તરીકે પણ ખાવામાં આવે છે.

કોઠીંબા ફળનું પોષણ મુલ્ય પ્રતિ ૧૦૦ ગ્રામ

પોષક તત્વો

પ્રકાણ

ભેજ

૮૮.૩૦

પ્રોટીન

૦.ર૮

એશ

૧.૪૬

ચરબી

૧.ર૮

કાર્બોહાઇડ્રેટસ

૭.૪પ

ખાદ્ય રેસા

૧.ર૧

એસ્કોરબીક એસીડ

ર૯.૮૧

શકિત

૪૧.૦૦

કેલ્શિયમ

૦.૧૮

ફોસ્ફરસ

૦.૦૯

આર્યન

૦.૦૩

કોઠીંબા એ આંતર પરાગાધાર પાક છે અને તેના સારા વૃદ્ધિ અને વિકાસ માટે અને સારા ઉત્પાદન માટે પ્રકાશિત ઉચ્ચ તાપમાન અને ભેજવાળુ વાતાવરણ  જરૂરી હોવાના કારણે મુખ્યત્વે તે ઉનાળા અને ચોમાસામાં વાવેતર કરાય છે. કોઠીંબાનું મુખ્યત્વે ચોમાસાની શરૂઆતમાં વાવેતર કરવામાં આવે છે પરંતુ ઠંડી સહન કરી શકતુ ન હોવાથી શિયાળામાં તેનું વાવેતર શકય નથી.

પહેલાના જમાનમાં મુખ્યપાક સાથે શેઢા પાળામાંકોઠીંબા નિંદણ તરીકે ઉગી નીકળતા હતા,પણ સમય જતાં તેના મુલ્યને સમજી ખેડૂતો તેનું વાવેતર આંતરપાક તરીકે તેમજ બાગાયતી પાકોમાં નિંદામણ રોકવા છોડ વચ્ચેની ખાલી જગ્યામાં પણ વાવે છે. સામાન્ય રીતે, ચોમાસા દરમિયાન જમીનમાં વધારે ભેજ હોવાના કારણે બાયાગતી પાકોમાં આંતરખેડ કરી શકાતી નથી. કોઠીંબાના વેલા, મોટા પાન ધરાવતા હોવાથી તે બાગાયતી પાકો વચ્ચેનીખુલ્લી જમીનને ઢાંકીને નિંદામણનું નિયંત્રણ કરે છે તેમજ આ કોઠીંબાનું ઉત્પાદન વધારાની આર્થિક આવક પણ પુરી પાડી છે.

કોઠીબાની ઉપયોગીતા

સમગ્ર ગુજરાતમાં સુકવેલ કોઠીંબાને કાચરી તરીકે ઓળખે છે અને તેને તળીને કે શેકીને પૂરક ખોરાક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે અને સુકાયેલ કોઠીંબાનો પાઉડર રસોઇમાં ખટાશ વધારનારો હોવાથી  મસાલા તરીકે ઉપયોગમાં લેવાય છે. કોઠીંબા પાઉડર, ઉંચી ઉત્સેચકીય પ્રક્રિયાધરાવતો હોવાના કારણે,તે ભારતીય ઉપખંડમાં મીટ પ્રોડકટને નરમ બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. કોઠીંબામાં રોગપ્રતિકારક શકિત હોવાનો પરંપરાગત સાહિત્યમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે, આથી તેમના ફળ,ફુલ, ડાળીઓ અને મૂળિયા ઔષધ તરીકે ઉપયોગમાં લેવાય છે.

કોઠીંબા શીતળતા આપનાર ફળ હોવાથી પૂર્વીય દેશોમાં તે શીતળતા મેળવા માટે તે વપરાય છે તે કમળો અને તેને સંલગ્ન રોગોથી  પિડીતા  લોકો માટે આદર્શ છે, તેમજ તે કબજીયાત દુર કરવા માટે પણ ખુબ  જ ઉપયોગી છે. તેમના બીજમાંથી નીકળતું તેલ મગજના વિકાસ માટે ખૂબ સારૂ માનવામાં આવે છે અને કોઠીંબા સૌદર્ય પ્રસાધન અને સાબુ ઉદ્યોગમાં પણ વપરાય છે. શ્રીલંકામાં તેમના બીજનો પાઉડર ડાયાબીટીસ રોગના પ્રતિકારક તરીકે પણ ખુબ ઉપયોગમાં લેવાય છે. તેના ફળનો ગર સ્ત્રીઓમાં અલ્પગર્ભપાત રોકવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

coriander
coriander

કોઠીંબાની મુલ્યાવૃદ્ધિઃ-

      કોઠીંબાનું ઉત્પાદન થયા પછી તેને જે તે સ્વરૂપમાં બજારમાં વહેચવાને બદલે તેને અનુકૂળ વિવિધ પ્રોસેસીંગ પ્રક્રિયાઓ કરીને તેના ઉપભોગતા એટલે કે ગ્રાહકની રૂચી, પસંદગી અને જરૂરિયાત પ્રમાણેના સ્વરૂપમાં તૈયાર કરીને બજારમાં વહેંચવામાં આવે તો તેનાથી સારી એવી વધારાની આવક મેળવી શકાય જેને કોઠીંબાની મૂલ્યવૃદ્ધિ કહેવાય. કોઇપણ વ્યક્તિ, કંપની કે સંસ્થા પોતાની પ્રોડકટના મૂલ્યમાંવધારો કરવા માટે વિવિધ ઉપાયો હાથ ધરે છે. તે પ્રમાણે ખેડૂતોએ પણ પોતાની ખેત પેદાશોના મૂલ્યમાં વધારો કરવા માટે ઉપલબ્ધ ટેકનીકોલોજીની જાણકારી મેળવી તેના  ઉપયોગથી પાકની મૂલ્યવૃદ્ધિ કરવા માટેની વ્યુહરચના ઘડવી ખુબ જ આવશ્યક છે.

કોઠીંબાનું અથાણુઃ

       કોઠીંબાનું અથાણું બનાવી તેની મુલ્યવૃદ્ધિ કરી શકે તેમજ તેનો બગાડ અટકાવી શકે છે. કોઠીંબાનું ફળ શરૂવાતમાં કડવું હોય છે પણ તે અલ્પ્ પ્રમાણમાં પાકી જતા કોઠીંબાનું ફળ ખટાસવાળું બને છે. આમ, કોઠીંબાનું ખબ જ સારૂ અથાણું બનાવી શકાય છે. કોઠીંબાનું અથાણું બનાવવા માટે સૌ પ્રથમ તેને સ્વચ્છ પાણીથી ધોવો અને સાફ કરીને જંતુ રહીત ચાકુની મદદથી ૪ થી પ મીમીની પાતળી આડી ચીર કરી તેમને મીઠાના દ્રાવણમાં બોળી તેમનું અથાણું બનાવવામાં આવે છે. કાકડીની સાપેક્ષમાં કોઠીંબા વિટામિન સી થી ભરપૂર હોવાના  કારણે તેમનું અથાણું સ્વાદમાં ચડિયાતું અને તેમની લાંબો સમય સુધી સાચવી શકાય છે.

કોઠીંબાન કાચરીઃ

કોઠીબામાં પાણીની માત્રા ખબ જ વધારે હોવાના કારણે તે ઝડપથી બગડી જાય છે. આ કારણે કઠીબાંના કુલ ઉત્પાદનનો ૩૦ ટકા થી ૪૦ ટકા ભાગ વેચાણક્ષેત્ર સુધી  પહોંચતા સુધામાં બગડી જાય છે. તેથી આ બગાડ અટકાવવા માટે તથા યોગ્ય ભાવ મળે એ સમય સુધી સાચવણી કરવા માટે કોઠીંબા ફળનું પ્રોસેસીંગ અને સાચવણી વિવિધ પદ્ધતિઓ દ્વારા કરવામાં આવે છે જેમાં કોઠીંબા ફળની સુકવણીએ ખુબ જ સસ્તી અને ખેતર પર જ કરી શકાય તેવી પ્રચલીત પ્રોસેસીંગ પદ્ધતિ છે.

ચોમાસાની ઋતુમાં ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ હોવાના કારણે કોઠીંબાની સુકવણી ખુલ્લામાં થઇ શકતી નથી તેથી તેના ભાવ ખુબ જ ઓછા મળે છે. આથી આ વિપરીત પરિસ્થતિના નિવારણ માટે વિજળીથી ચાલતા યાંત્રિક સુકવણી યંત્ર (મીકેનીકલ ડ્રાયર) ખુબ જ ઉપયોગી છે. તેના દ્વારા ખુબ જ ઝડપી તેમજ સારી ગુણવત્તાવાળી પ્રોડકટ મળે છે. આ મીકેનીકલ ડ્રાયરમાં કોઠીંબાનો સારી ગુણવત્તાયુકત પાઉડર બનાવવા માટે યોગ્ય તાપમાન, હવાની ઝડપ, હવાનો ભેજ અને તેમા રાખેલા કોઠીંબાની સ્લાઇસનું કદ યોગ્ય હોવું જરૂરી છે.

કોઠીંબાનો મુખ્યત્વે કાચરી તરીકે જ ઉપયોગ  કરવામાં આવે છે નો કોઠીંબાની કાચરી બનાવવા માટે સૌ પ્રથમ તેને સ્વચ્છ પાણીથી ધોવો અને સાફ કરીને જંતુ રહિત ચાકુની મદદથી ૪ થી પ મીમી. ની પાતળી ઉભી ચીર કરી તેમને વિજળીથી ચાલતા યાંત્રિક સુકવણી યંત્રમાં ટ્રેમાં ગોઠવામાં આવે છે. આમ, સારી ગુણવત્તાવાળી પ્રોડકટ મેળવવા માટે, કોઠીંબાની સ્લાઇસને પ૦-૬૦ સે. તાપમાને પ થી ૬ કલાક સુકવવાથી સારી ગુણવત્તાવાળી સુકવેલ સ્લાઇસ મળે છે જેને પ્લાસ્ટીક પેક કરી લાંબો સમય સુધી સાચવી શકાય છે. તેમજ યોગ્ય સમયે યોગ્ય ભાવે માર્કેટમાં વેચી શકાય છે. આસ્લાઇસનો પાઉડર બનાવી તેનો પણ ઉપયોગ કરી શકાય છે.

કોઠીંબાનો પાવડર

                 કોઠીંબાનો પાવડર બનાવવા માટે સૌ પ્રથમ તેને સ્વચ્છ પાણીથી ધોવો અને સાફ કરીને જંતુરહિત ચાકુની મદદથી ર થી ૩ મીમી. ની પાતળી આડી ચીર કરી તેમને સુકવણી યંત્ર દ્વારા ૪૦-પ૦ સે. તાપમાને સુકવામાં આવે છે અને ત્યાર બાદ તેમને મિક્ષરની મદદથી દળવામાં આવે છે. આમ, તેને ચારણીથી ચાળી અને પાવડર મેળવવામાં આવે છે. કોઠીંબાનો પાવડર ખટાસ માટે તેમજ માંસને કોમળ બનાવવામાં ખુબ જ ઉપયોગમાં લેવાય છે. કોઠીંબાનો પાવડર દાલ-મસાલા, ચાટ-મસાલા અને વિવિધ વાનગીમાંમસાલા તરીકે પણ ખુબ  જ ઉપયોગી છે.

આ પણ વાંચો:આંબળાની ખેતી, ખેડૂતો માટે ખોલશે સમૃદ્ધિના દ્વાર

શ્રી ડી.કે.ગોજીયા; શ્રી આર.ડી.બંધિયા ; શ્રી જે.ડી.વરૂ ; શ્રી યુ.એલ.નંદાણિયા

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More