કૃષિની આધુનિક અને વૈજ્ઞાનિક ટેકનીકે ખેત કામને ખૂબ જ સરળ બનાવી રહ્યી છે. જ્યાં તમે ખેતામા સારી આવકની કલ્પના પણ નથી કરી શકતાહતા,તે જ જગ્યા ખેતીનો વ્યવસાય દિનપ્રતિદિન સફળ થઈ રહ્યો છે અને લાખો રૂપિયાની કમાણી પણ થઈ રહી છે અમે વાત કરી રહ્યા છે રાજસ્થાનની જ્યાં ખારા પાણી દ્વારા ખજૂરની ખેતી કરવામાં આવે છે. આમ તો અહીં ચારો તરફ રેતી જ દેખાય છે. પરંતુ કૃષિ વૈજ્ઞાનિકોના અથાગ મહેનત બાદ અહીંના કાજરી વિસ્તારમાં ખજૂરની ખેતી કરવામાં આવી રહી છે.
ટીશ્યુ ટેક્નિકનો ઉપયોગ
જોધપુરની કાજરીમાં કોઈએ કલ્પના પણ નહોતી કરી કે અહીં પણ ખજૂરનાં ઝાડ ઉગાડી શકાય છે. પાંચ વર્ષ પહેલા અહીં ટિશ્યુ કલ્ચર ટેકનીક દ્વારા ખજૂરના છોડ લગાવવામાં આવ્યા હતા. જેના પર હવે ખજૂર આવી રહી છે જેને જોઈને આ વિસ્તારના અન્ય લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. સૌથી મહત્વની બાબત તો એ છે કે છોડ ખારા પાણીની મદદથી ઉગાડવામાં આવ્યા છે, જ્યારે તેમાંથી મેળવેલી ખજૂર ખાંડ જેવી પોષક અને મીઠો હોય છે.
દરેક છોડમાંથી 100 કિલો ઉત્પાદન
કૃષિ વૈજ્ઞાનિક ડો.અખત સિંહની દેખરેખ હેઠળ અહીંના ખેતરમાં ખજૂરનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ છોડ એડીપી -1 જાતનો છે. ડૉ.અખત સિંહ કહે છે કે પાંચ વર્ષ પછી પ્લાન્ટ દીઠ 80 થી 100 કિલો ખજૂરનું ઉત્પાદન થાય છે.જોધપુર પછી હવે બીકાનેરના આજુબાજુના વિસ્તારમાં પણ આ ટેકનીકની મદદથી ખજૂરના છોડ વાવવામાં આવશે તેવી માહિતિ કૃષિ નિશાણતો આપી છે.
https://gujarati.krishijagran.com/kheti-badi/learn-how-to-sow-strawberries/
5 લાખની કમાણી
ડો. અખત સિંહ કહે છે કે ખજૂરની સફળ ખેતી ટિશ્યુ ટેકનોલોજી અપનાવીને કરવામાં આવી રહી છે. એડીપી -1 એ ખજૂરની અદ્યતન ટેકનીક છે. આ જાતનાં એક વૃક્ષ પરથી લગભગ 100 કિલોગ્રામ ખજૂર ઉતારવામાં આવે છે. જો તેના છોડનું એક હેકટરમાં વાવેતર કરવામાં આવે તો સારી આવક થઈ શકે છે. બજારમાં આ ખજૂર 100 રૂપિયા પ્રતિ કિલો વેચાય છે. આ ઉપરાંત 4થી 5 વર્ષ પછી વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીની આવક થઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે હાલના સમયમાં ખરાબ હવામાનને કારણે ઉત્પાદનને અસર થઈ છે પરંતુ તેમ છતાં તે નફાકારક ખેતી છે.
ટીશ્યુ કલ્ચર એટલે શું?
ટીશ્યુ કલ્ચર એ એક વૈજ્ઞાનિક ટેકનીક છે,જેની મદદથી એવી જમીન કે જે ફળદ્રુપ નથી ત્યાં પણ છોડ ઉગાડવામાં આવે છે. ખરેખર આ ટેકનીકનો ઉપયોગ કરીને છોડમાં આનુવંશિક સુધારણા કરી શકાય છે. આ ઉપરાંત ટેકનીકનો ઉપયોગ કરીને પર્યાવરણીયની અનેક સમસ્યાઓ દૂર કરી શકાય છે. ટીશ્યુ કલ્ચર ટેકનીક દ્વારા ઉજ્જડ જમીનમાં દાંડી, મૂળ અને ફૂલ જેવા છોડના પેશીઓને સીધા પોષક તત્વો આપીને ઉગાડવામાં આવે છે.
ટીશ્યુ કલ્ચર ટેકનોલોજીથી ખેતીના આ ફાયદા છે
- ખેડૂતોને આવા નાના છોડ મળે છે, જે કોઈપણ પ્રકારની જીવાત અને રોગોથી મુક્ત હોય છે.
- છોડમાં ખેડુતો એક પછી એક બે અંકુરણ મેળવી શકે છે અને આનાથી વાવેતરનો ખર્ચ પણ ઓછો થાય છે.
- બધા છોડની વૃદ્ધિ સમાન હોય છે. આનો અર્થ એ છે કે બધા છોડ સમાન છે અને તેથી જ ઉત્પાદનમાં પણ સારો વધારો થાય છે.
- એટલું જ નહીં, પાક પણ ઓછા સમયમાં એટલે કે લગભગ 9થી 10 મહિનાની વચ્ચે તૈયાર થાય છે.
- આખા વર્ષ દરમિયાન નાના ઉગાડવામાં આવેલા છોડની ઉપલબ્ધતાને કારણે વાવણી પણ આખા વર્ષ દરમિયાન થઈ શકે છે.
- ખેડુતો ટૂંક સમયમાં આ તકનીકીમાંથી ઉપલબ્ધ નવી જાતોનો ઉપયોગ પણ કરી શકશે.
ક્યાં ક્યાં થાય છે આ પદ્ધતિનો ઉપયોગ
આ પદ્ધતિનો ઉપયોગ ઓર્ચિડ્સ, દહલિયાઝ, કાર્નેશન્સ, ક્રાયસાન્થેમમ્સ જેવા સુશોભન છોડ બનાવવા કરી શકાય છે. ટીશ્યુ કલ્ચર ટેકનોલોજી પણ કેળની ખેતીમાં નફાકારક છે. હવે તેનો ઉપયોગ ખજૂરમાં પણ થાય છે.
Share your comments