Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

પાક સુરક્ષા : રીંગણના પાકમાં નાના પાંદડાના રોગ અને ફળમાં સડાને લગતા રોગને કેવી રીતે અટકાવશો ?

નાના પાંદડાનો રોગ (little leaf disease) : આ રોગ રસચૂસક જંતુ ‘લીફ હૉપર’ (ફૂગ)ને લીધે ફેલાય છે. આ રોગથી રીંગણના પાકને ભારે નુકસાન થાય છે. આ રોગમાં રીંગણના છોડની ઉપર નવા પાંદડા સંકોચાઈને નાના થઈ જાય છે અને વળી જાય છે. આ રોગને લીધે પાંદડાનો આકાર પણ ઘણો નાનો થઈ જાય છે અને પાંદડા ડાળખીઓથી ચોંટી જાય છે.

KJ Staff
KJ Staff

નાના પાંદડાનો રોગ (little leaf disease) : આ રોગ રસચૂસક જંતુ ‘લીફ હૉપર’ (ફૂગ)ને લીધે ફેલાય છે. આ રોગથી રીંગણના પાકને ભારે નુકસાન થાય છે. આ રોગમાં રીંગણના છોડની ઉપર નવા પાંદડા સંકોચાઈને નાના થઈ જાય છે અને વળી જાય છે. આ રોગને લીધે પાંદડાનો આકાર પણ ઘણો નાનો થઈ જાય છે અને પાંદડા ડાળખીઓથી ચોંટી જાય છે.

ઉપચારઃ

તેનાથી બચવા માટે કીટ નિયંત્રણ કરવામાં આવે છે. માટે આસિટામિપ્રીડ 20 ટકા SPનું 80 ગ્રામ પ્રમાણ અથવા થિયોમેથોક્સામ 25 ટકા WGનું 100 ગ્રામ પ્રમાણ અથવા થિયોમેથોક્સામ 6 ટકા પ્લસ થિયોમેંથોક્સામ 6 ટકા બેમ્બ્ડા સાઇહેલોથ્રિન5 ટકા ઝેડસી મિશ્રણનું 100 મિલી પ્રમાણને 200 લીટર પાણીમાં મિશ્રિત કરી છંટકાવ કરો. આ પ્રમાણ એક એકર ક્ષેત્ર માટે પૂરતુ છે.

આવશ્યકતા પ્રમાણે 15 દિવસ બાદ છંટકાવ દવાને બદલી ઉપયોગ કરો

જૈવિક ઉપચારના સ્વરૂપમાં બૅક્ટેરિયા પાઉડરનું 250 ગ્રામ પ્રમાણ પણ એકર દીઠ છંટકાવ કરી શકાય છે.

 ફળમાં સડાનો રોગ (Fruit rot disease)

વધારે પડતા ભેજને લીધે આ રોગ રીંગણના પાકમાં સડો વધારે ફેલાય છે. ફૂગને લીધે ફળો પર સૂકા અને ધબ્બા દેખાવા લાગે છે કે જે બાદમાં ધીમે-ધીમે અન્ય પાકોમાં ફેલાય છે. પ્રભાવિત ફળોની જરૂરી સપાટી ભૂરા રંગની થઈ જાય છે કે જેથી સફેદ રંગની જીવાત નિર્માણ પામે છે. આ રોગથી અસર ધરાવતા છોડના પાંદડા અને અન્ય ભાગોને તોડીને નાશ કરવા જોઇએ કે જેથી રોગ ફેલાતો અટકાવી શકાય છે.

 ઉપચારઃ

આ રોગના નિવારણ માટે પાક પર મેંકોજેબ 75 ટકા WPના 600 ગ્રામનું પ્રમાણ અથવા કાસુગામાયસિન 5 ટકા+ કૉપરઑક્સીક્લોરાઇડ 45 ટકા WPનું 300 ગ્રામ અથવા હેક્સાકોનાઝોલ 5 ટકા SCનું 300 ગ્રામ પ્રમાણ અથવા સ્ટ્રેપ્ટોમાયસિન સલ્ફેટ 90 ટકા પ્લસ ટેટ્રાસાયક્લીન હાઇડ્રોક્લોરાઇડ 10 ટકા W/Wનું 24 ગ્રામ પ્રમાણ 200 લીટર પાણીમાં મિશ્રણ કરી એકર દીઠ છંટકાવ કરવું જોઇએ.

જૈવિક ટ્રીટમેંટના સ્વરૂપમાં સ્યૂડોમોનાસ ફ્લોરોસેંસના 250 ગ્રામ અથવા ટ્રાઇકોડર્મા વિરડીના 500 ગ્રામ પ્રમાણને 200 લીટર પાણીમાં મિશ્રિત કરી એકર દીઠ છંટકાવ કરવું જોઈએ.

જૈવિક ઉપચારને રાસાયણિક દવાઓ સાથે મિશ્રિત કરીને અથવા ત્રણ દિવસ અગાઉ અને બાદમાં ઉપયોગ ન કરવો.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More