કૃષિ સંશોધનના પરિણામે બીટી જાતના આગમનથી કપાસના વાવેતરમાં અનેક ગણો વધારો થયો છે. હાલ કપાસનો પાક પૂર્ણ થવાની તૈયારીમાં છે ક તો પછી અમુક ખેડૂતોએ ઉપાડવાનું શરૂ પણ કરી દીધું છે. મોટા ભાગના ખેડૂતો કપાસની સાંઠી સમય અથવા શેઢેપાળે ઢગલા કરી દે છે. શું તમે ક્યારે વિચાર કર્યો છે કે તમે જેને દીવાસળી ચાંપો છો કે ત્યાં ફેંકી વેડફી નાખો છો તેમાં શું-શું છે? હકીકતમાં તે સેન્દ્રીય તત્વ અને પાકને જરૂરી પોષક તત્વોનો અમુલ્ય ખજાનો છે.
કપાસની સાંઠીના બંધારણની વાત કરીએ ત્યારે પાક પોષણની પ્રાથમિક માહિતીની જાણકારી ખુબ જ જરૂરી થઈ જાય છે. જમીન પર ઉગાડવામાં કે ધાન્ય, તેલીબીયા,કઠોળ, મરી-મસાલા, ફળ,ફૂલ વૃક્ષનોના વિકાસ અને પૂર્ણ કક્ષાના ઉત્પાદન માટે કુલ 20 પોષક તત્વો આવશ્યક છે. જે સમયસર પાકને મળવા અત્યંત જરૂરી છે. તેની જરૂરીયાતની માત્રા અલગ-અલગ હોય છે.જરૂરિયાતના જથ્થાના આધારે પોષક તત્વોના ત્રણ વિભાગ પાડવામાં આવે છે.
મુખ્ય તત્વો- નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાસ કે જેની પાકને વધુ જથ્થામા જરૂર પડે છે.
ગૌણ તત્વો- કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ગંધકની મુખ્ય તત્વોના પ્રમાણમાં ઓછા જથ્થામાં જરૂર પડે છે.
સુક્ષ્મ તત્વો- જેવા કે લોહ,જસત, મેગેનીઝ, તાંબુ, બોરેન વિં, આ બધા તત્વો સામાન્ય રીતે ખુબ જ પોષક તત્વો પાક દ્વારા જમીનમાંથી અવશેષણ થતા હોય છે.
આ ઉપરાંત કાર્બન, હાઈડ્રોજન અને ઓક્સીજન કે જે ખૂબ જ વધુ જથ્થામાં જરૂરી હોય છે. અને છોડ/પાકના રહેલા છે, કુદરતી મહેરથી આ ત્રણેય સીધા મેળવી લે છે. ખેડૂત મિત્રો સેન્દ્રીય તત્વ અને બધા પોષક તત્વોનો સમતોલ પ્રમાણમાં મુખ્ય સ્ત્રોત છાણીયું ખાતર છે. આશારે બે દાયકા પહેલા આપણા વડવાઓ તેની વિપુલ પ્રમાણમાં ઉપયોગ કરતા હતા. હાલ શહેર તરફની મીટ, પશુપાલન તરફની નારાજગી, ખેતી અને પશુપાલન મુખ્ય આજીવિકાનું સાધન ન રહેવાના કારણે પશુપાલનનું પ્રમાણ ઘટતું જાય છે. પરિણામે છાણીયા ખાતર વપરાશમાં અત્યંત ઘટાડો થયેલ છે. સાથે-સાથે ધનિષ્ટ ખેતી પદ્ધતિ, વધુ ઉત્પાદન આપતા સુધારેલ અને સંકર બિચારણ કાર્યકરો, કૃષિ વૈજ્ઞાનિકોના સંકલિત પ્રયત્નોના ફળ સ્વરૂપે એકમ વિસ્તારમાં એકમ સમયમાં પાક ઉત્પાનમાં અનેક ગણો વધારો થયેલ છે. જેના પરિણામે જમીનમાંથી બધા જ પ્રકારના પોષક તત્વોનું અવશેષણ પણ અનેક ગણું વધી ગયેલ છે.
રસાયણિક ખાતરનું વપરાશમાં અનેક ગણો વધારો
પ્રવર્તમાન સમયમાં પાક પોષણ માવજતનો વિચાર કરીએ તો ફક્ત યુરીયા, ડીએપી, એનરીકે. એમોનીયમ સલ્ફેટ અને કેન. વિ. સાંદ્ર રાસાયણિક ખાતરનો વપરાશમાં અનેક ગણો વધારો થતો જાય છે.મતલબ કે આપણે ફક્ત નાઈટ્રોડન, ફોસ્ફરસ અને અમુક સંજોગોમાં પોટાશ તત્વ જ ઉમેરીએ છીએ. તેથી ખેડૂતોનોની આર્થિક પરિસ્થિતિ સારી થાય છે અને પાક પોષક અન્વેય વધુ ખર્ચ કરલવાના સંજોગ પણ એકર દીઠ કફ્ત સાંદ્ર રસાયણિક ખાતરના વપરાશમાં વધારો કરે છે. આથી ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે બધા જ આવશ્યક પોષક તત્વો જરૂરી સમતેલ માત્રામાં પૂરા પાડવા જરૂરી છે.
જમીનમાં હવાની અવર જવર રાખવા અને છોડને પાણીની લભ્યતા,જમીનને પોચી અને ભરભરી રાખવા અને ખુબ જ અગત્યનું છે. તેમજ જમીનમાં જરૂરી ફાયદાકારક સુક્ષ્મ જીવાણુઓના ખોરાક માટે અગત્યનો ભાગ ભજવે છે. ઉપરાંત જમીનનું ભરભરાપૂર્ણ અને ખેતીકાર્યોની સરળતા માટે સસેન્દ્રીય તત્વ ખુબ જ જરૂરી છે. સૌથી મહત્વની વાત એ છે કે આ પદાર્થો સીન્થેટીક રીતે કૃત્રિમતાથી બનાવી શકાતા નથી.
રોટા વેટર દ્વારા જમીનમાં સીધી દબાવણી
મધ્યમ વિકાસ વાળો કપાસ હોય, કપાસની બધી વીણી બાદ પણ પિચતનો સગવડ હોય, રેતાળ/ગોરાળુ જમીન હોય તો ટ્રેક્ટર સંચાલિત રોટા વેટર ઉભા કપાસના પાકમાં ચલાવવાથી કપાસની સાંઠીના નાના ટુકડા થઈ જાય છે અને જમીનમાંલ ભળી જાય છે.
મોબાઇલ ચોપર
જો રોટા વેટરની જગ્યા મોબાઇલ ચાપર ચલાવવામાં આવશે તો કપાસની સાંઠીનો જ નાનો ભૂકો થાય છે અને તે જમીન પર પથરાય જાય છે. જેને દાંતી રાપ ચલાવી જમીનમાં મિશ્ર કર્યા પછી એકર 24 કિલો યુરિયા અને બજારમાં ઉપલબ્ધ લભ્ય કમ્પોસ્ટ ખાતરમાં મિશ્ર કરી રોટા વેટર તે મોબાઈલ મારીને ખેતરમાં છાંટી દેવું જોઈએ. પછી તે સમય આવા પર પોતેજ સડી જશે અને જમીનમાં ભળી જશે અને પાકને નાઇટ્રોજન પૂરૂ પાડશે.
કમ્પોસ્ટ ખાતર બનાવવાનું સયોટ ઉપાય
કપાસની સાંઠી ખેતરમાંથી ઉપાડી તેના ટ્રેક્ટર/ઈલેકટ્રીક મોટર સંચાલિત કટર(શ્રેયર)થી ખુબ જ નાના ટુકડા કરી વૈજ્ઞાનિક રીતે ખાડામાં વ્યવસ્થિત રીતે છાણ, યુરિયા, કમ્પોસ્ટ કલ્ચર, મરઘા બતકાનું ખાતર અને કઠોળ પાકના અવશેષો વિગેરેનો ભલામણ કર્યા મુજબનો ઉપયોગ કરી પાણીથી સુવ્યવસ્થિત રીતે ભીંજવી. ટાંય, માટીથી અથવા પ્લાસ્ટીકથી હવાયુસ્ત રીતે પેક કરવાં. એકાદ માસ બાદ વ્યવસ્થિત રીતે ફેરવવું અને મિશ્રણ કરવું તેમજ જૈવિક કલ્ચર, છાણ, જુનુ કમ્પોસ્ટ વિ.મિશ્રા કરવું. સડવાણી પ્રક્રિયાની ઝડપ પાણીના જથ્થા ઉપર આધારિત છે.
આ બધા સંકલિત પ્રયાસોથી સારૂ ગણતીયુ ખાતર બનાવી શકાય છે. આ ખાતરમાં રોક, ફોસ્ફેટ, જીપસમ, વિ. ઉમેરી સાંદ્રદતામાં સુધારો કરી શકાય છે. એક ટન ખાતરમાં 40 થી 50 કિલો પોષક તત્વો વાળુ નાઈટ્રો-ફોસ્ફો-સલ્ફી કમ્પોસ્ટ બનાવી શકાય છે.
કપાસના છોડમાં પોષક તત્વોનું પ્રમાણ (%) અને જમીનમાંથી પાક દ્વારા થતું અવશોષણ
પોષક તત્વો |
કપાસના છોડમાં પોષક (%) |
પોષક તત્વોનું જમીનમાંથી અવશેષણ |
નાઇટ્રોજન |
2.2-2.4 |
100 થી 150 (કિ,/એકર) |
ફોસ્ફોરસ |
0.39-0.46 |
10 થી 20 (કિ./એકર) |
પોટાશ |
0.4-1.25 |
140 થી 250 (કિ./એકર) |
કેલ્શિયમ |
1.25-2.25 |
N/A |
મેગ્નેશિયમ |
0.14-0.30 |
N/A |
સલ્ફર |
0.18-0.40 |
10 થી 20 (કિ./એકર) |
મેંગેનીઝ |
30-200 પીપીએમ |
24 થી 100 (ગ્રામ/એકર) |
લોહ |
40-500 પીપીએમ |
200 થી 800 (ગ્રામ/એકર) |
જસત |
20-40 પીપીએમ |
30 થી 50 (ગ્રામ/એકર) |
કોપર |
11-17 પીપીએમ |
15 થી 25 (ગ્રામ/એકર) |
બોરોન |
21-80 પીપીએમ |
20 થી 30 (ગ્રામ/એકર) |
મોલિબ્ડેનમ |
0.4-0.90 પીપીએમ |
5 થી 10 (ગ્રામ/એકર) |
Share your comments