ખૂબ જ જલ્દીથી નફો રળવા માટે રસાયણોનો ઉપયોગ કરીને ફળો-શાકભાજી તૈયાર કરવાના ખેલ બજારમાં ખૂબ જ પ્રચલિત છે. આમ તો દરેક ફળ-શાકભાજીને લઈ આ જ પ્રકારની સ્થિતિ પ્રવર્તિ રહી છે, પણ સૌથી વધારે સમસ્યા કેળાને લઈને છે. તેને તાત્કાલિક તૈયાર કરવા માટે અનેક પ્રકારના ઈન્જેક્શન આપવામાં આવે છે.કેટલીક દવાઓ પ્રતિબંધિત હોવા છતાં બજારમાં સરળતાથી મળી રહી છે.
કેળાને પકવવાની શા માટે જરૂર પડે છે
હકીકતમાં વ્યાપારીઓ એ વાતને સારી રીતે સમજે છે કે કાચા કેળા કરતાં વધારે પાકા કેળા બજારમાં મળે છે. આ જ કારણ છે કે તેઓ અનેક પ્રકારની દવાઓનો ઉપયોગ કરી તેને સમયથી પહેલા તૈયાર કરે છે. હવે ઈન્જેક્શનવાળા કેળા પાકી જાય છે. પણ તે શરીર માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. આજે અમે તમને અહીં કેટલીક એવી પદ્ધતિ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી ઓછા સમયમાં કેળા તૈયાર કરી શકાય છે.
પેપર બેગવાળી પદ્ધતિ
કેળાને પકવવામાં તેના ગેસથી વિશેષ કંઈ સહાયક હોતા નથી. આ કામના બે ફાયદા છે, પહેલો કે તેનાથી આરોગ્યને નુકસાન પહોંચતુ નથી અને બીજુ કે આર્થિક રીતે તે વ્યાપારીઓને લાભદાયક છે. કેળા પકવવા માટે તમે તેને કોઈ કપડાંમાં બાંધીને રાખી શકો છો. જેથી તેમાંથી નિકળતા એથલીન ગેસ તેને પકવવા લાગશે.
એક સાથે રાખવાની પદ્ધતિ
કેળાને જો જલ્દીથી પકવવા ઈચ્છતા હોય તો તેને અલગ-અલગ રાખવાને બદલે એક સાથે રાખવાનું શરૂ કરી દો. જ્યારે તેના કેળાના ગુચ્છા એક સાથે હોય છે તો વધારે સારા પરિણામ આવે છે. જો આ માટે ફોયલ પેપરમાંનો પ્રયોગ કરશો એટલે રે પેપરમા લપેટીને રાખશે તો ફક્ત 24 કલાકની અંદર જ તે પાકીને તૈયાર થઈ જાય છે.
ઓવનવાળી પદ્ધતિ
કેળાને જલ્દી પકવવા માટે તેને ગરમ સ્થળ પર રાખો. જેમ રસોડાની આજુબાજુ અથવા એવી જગ્યા કે જ્યાં સીધો જ પ્રકાશ તેની ઉપર આવે છે. જો ઘરમાં કેળા રાખવાથી ખરાબ થઈ જાય છે તો તમે ઓવનનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે બેન્કિંગ શીટમાં કેળાને રાખી 20 મિનિટ સુધી ઓવન ગરમ કરવાનું રહેશે. કેળાની છાલનો રંગ બદલાય તે અગાઉ કેળા ઓવન બંધ કરી દો. ઠંડા થયા બાદ તમે તેને આરોગી શકો છો. આ રીતે કેળા પાકીને ખાવા લાયક બની જાય છે.
Share your comments