Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

બિન પાક વિસ્તારમાં ગાજર ઘાસને આ રીતે નિયંત્રણમાં લવો

ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આ નિંદણ પ્રસરી ગયેલ છે. છતાં જે વિસ્તારમાં આ નીંદણનો ફેલાવો થયેલ નથી તેવા વિસ્તારમાં તકેદારીના પગલા લેવાથી તેનો ફેલાવો અટકાવી શકાય તેમ છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
carrot grass
carrot grass

ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આ નિંદણ પ્રસરી ગયેલ છે. છતાં જે વિસ્તારમાં આ નીંદણનો ફેલાવો થયેલ નથી તેવા વિસ્તારમાં તકેદારીના પગલા લેવાથી તેનો ફેલાવો અટકાવી શકાય તેમ છે.

પ્રતિરોધક ઉપાયો

કોગ્રૅસઘાસનો ફેલાવો થઈ ગયેલ વિસ્તારમાં નિયંત્રણ માટે નીચેની વિવિધ રીતો ઘ્વારા પણ નિયંત્રણ થઈ શકે છે. યાંત્રિક ઉપાયો જયાં પણ આ છોડ જોવામાં આવે ત્યાંથી તેને ઉખાડી બાળીને નાશ કરવો.

રાસાયણિક નિયંત્રણ

  • ફૂલ આવતા પેહલા છોડ ઉપર ૧૫ ટકા મીઠાના દ્રાવણનો છંટકાવ કરવો.
  • ૨,૪-ડી સોડીયમ સોલ્ટ ૩.૦ કિ/હે પ્રમાણે છંટકાવ કરવો.
  • ૨,૪-ડી + પેરાકવોટ (૨.૦ કિલો + ૦.૫ લિટર/હેકટર) અથવા મેટ્રીબ્યુઝીન (૧.૦ કિ/હેકટર) ૬૦૦ લિટર પાણી માં ભેળવી ને છંટકાવ કરવા.
  • એટ્રાજીન દવા (૨.૦ કિલો/ હેકટર) કોંગ્રેસ ઘાસના બીજ નો ઉગાવો અટકાવે છે. તેથી પ્રથમ વરસાદ થયા બાદ અથવા છોડ ઉગી નીકળ્યા બાદ તરત જ છંટકાવ કરવો.
carrot grass
carrot grass

જૈવિક નિયંત્રણ

કીટકદ્વારા ઝાયગોગ્રામા બાયકોલોરાટા ( Z y g o g r a m m a bicolorata) નામના કીટક ધ્વારા નિયંત્રણ માટે હાલમાં રાષ્ટ્રીય નીંદણ નિયંત્રણ યોજના, જબલપુર (મધ્યપ્રદેશ) દ્વારા તેનું વિતરણ કરવામાં આવે છે તેમજ તેના પર સંશોધન પણ ચાલુ છે.

હરિફ પાક ધ્વારા

જયાં પણ આ છોડ જોવામાં આવે ત્યાંથી તેને ઉખાડી બાળીને નાશ કરવો. જયાં કાયમ માટે આ નીંદણ ઉગી નીકળતુ હોય ત્યાં કુવાડિયાનું વાવેતર કરવુ. ચોમાસાની શરૂઆત ૧૫ કિલો કુંવાડિયાનું બીજ એક હેકટરે વિસ્તાર પ્રમાણે વાવેતર કરવું. કુદરતી રીતે ઉગી નીકળતી વનસ્પતિ દુર કરવી નહી કારણ કે તેમની હાજરીમાં આવા નીંદણ જલ્દી ઉગતા નથી. આ ઉપરાંત પાક વિસ્તારમાં મકાઈ, જુવાર અને સર્યમુખી જેવા પાકોનું વાવેતર કરવાથી આ નીંદણનું નિયંત્રણ થઈ શકે છે.

ગુજરાતમાં પ્રસરેલા ગાજરઘાસના નિયંત્રણ તેમજ ફેલાવો અટકાવવા માટેનાઅગત્યના સુચનો

કાયદાકીય નિયંત્રણ

કર્ણાટક રાજયમાં આ નીંદણના ફેલાવાથી આખા રાજયમાં પાક વિસ્તાર, બીન પાક વિસ્તાર તથા માનવ જાતી માટે આ નીંદણ ભયજનકની સીમા પાર કરેલ. આ પરિસ્થિતિને ઘ્યાનમાં લઈ કર્ણાટક રાજય સરકાર દ્વારા આ પરદેશી ખોફનાક નીંદણને નાથવા માટે સં.ને. ૧૯૭૫માં Karnataka Agril. Pest and Disease act (1969) હેઠળ મુકવામાં આવ્યુ હતુ. આ કાયદાનું પાલન કરવાની સરકારે લોકોને ફરજ પાડી હતી અને આ નીંદણ જે કોઈના ખેતરમાં કે ઘરની આજુબાજુ જોવા મળે તેમને સજા રૂપે રૂ. ૫૦૦/- નો દંડ તથા ૬ માસની સજા ફરમાવી હતી. આપણા રાજયમાં પણ આ પ્રકારનો ખાસ કોઈ કાયદો અમલમાં આ નિંદણ માટે લાવવો અત્યંત જરૂરી છે જેથી કરી ને આ નીંદામણ ને આગળ ફેલાતું અટકાવી શકાય.

વિજિલેંસ ટીમ (Vigilance team) : કે જે બિન પાક વિસ્તાર માંથી પાક વિસ્તાર માં તેમજ નીંદામણ અસરગ્રસ્ત વિસ્તાર માંથી નીંદામણ મુક્ત વિસ્તાર માં આનો ફેલાવો કરતાં અટકાવે તે પગલાં લેવી જોઈએ.

આ લેખ વાંચવા અંહી ક્લિક કરો - કોંગ્રેસ ઘાસનો નાશ સ્વસ્થ અને સંપત્તિ માટે છે જરૂરી

carrot grass
carrot grass

સામાજિક ઝુંબેશ:

વિસ્તરણ પાંખ ના તજજ્ઞનો તેમજ જન જાગરણ દ્વારા આ નીંદામણ ની આક્રમકતા અને ભયજનકતા વિષે સૌ ને માહિતગાર કરી તેનું નિકંદન કરવું જરૂરી છે જેવી રીતે કોરોના વેક્સિન નો મહા યજ્ઞ ચાલે તેવી જ રીતે ગાજર ઘાસ નો પણ મહા યજ્ઞ કરવો આજના સમય મા ખૂબ જરૂરી બની ગયો છે. આ મહાયજ્ઞ નો પ્રારંભ ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગર, શાળા કોલેજ ના વિધ્યાર્થી, NGOs, વગેરે દ્વારા મહાજન જાગૃતિ અભીયાન ચાલવા ની જરૂરિયાત છે. મહાશાળા માં ચાલતી રાષ્ટ્રીય સેવા યોજના પ્રવૃતિ અંતર્ગત આ કાર્યકર્મો કરવા જરૂરી છે તેમજ શાળા ના બાળકો ને આવા નીંદામણ ની માહિતી આપવી ખાસ જરૂરી છે સાથે સાથે તેમને આવી પ્રવૃતિ માં સામેલ કરવા જોઇએ.

રાષ્ટ્રીય નીંદામણ નિયંત્રણ સંશોધન સંસ્થા દ્વારા છેલ્લા ઘણા વર્ષો થી જનજાગૃતિ કાર્યકર્મ દર વર્ષે ઓગસ્ટ મહીનાં ની તારીખ ૧૬-૨૨ સુધી જન જાગૃતિ કાર્યક્રમો વિવિધ ખેતી સંબધિત સંસ્થાઓ દ્વારા કરવા મા આવે છે અને લોકો ને ગાજર ઘાસ બાબતે જાગૃત કરવા માં આવે છે. આ જન જાગૃતિ કાર્યક્રમ માં અમારું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ પણ દર વર્ષેજિલ્લા ના ખેડૂતો ને આ બાબતે જાગૃત કરે છે.

“ઓગસ્ટ પછી ગાજર ઘાસ ના બીજ પરીપક્વ થતાં હોય છે જેથી તેનો નિકાલ આજ થી જ કરવો” આ ગાજરઘાસ ની વણથંભી વણજાર ને જો અટકાવીશું નહીં તો અન્ય રાજ્યો ની જેમ ગુજરાત ને પણ ઘણું સહન કરવું પડશે તે શક્યતા ને નકારી શકાય તેમ નથી. હવે આપણે આવતી કાલ રાહ જોવી નથી “તો ચાલો સાથે મળી ને ગાજર ઘાસ ને નષ્ટ કરીએ અને દેશ ને સ્વચ્છ અને સમૃદ્ધ બનાવીએ”

માહિતી સ્ત્રોત

મનીષ જે બલદાણિયા, રમેશ રાઠોડ, સતિષ હડિયલ અને પૂજા નકુમ વિષય નિષ્ણાત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ (કોડીનાર) Phone-02795232363

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More