ઘણી વખત તમે નારિયેળ પાણી પી ને તેમાંથી નિકળતી મુલાયમ, સફેદ મલાઈને ફેકી દો છો.. પણ શું તમે જાણો છો કે આ મલાઈ તમારા આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે. તેને ફેકવી જોઈએ નહીં અને ચમચી વડે કાઢીને ખાવી જોઈએ.
ઘણી વખત તમે નારિયેળ પાણી પી ને તેમાંથી નિકળતી મુલાયમ, સફેદ મલાઈને ફેકી દો છો.. પણ શું તમે જાણો છો કે આ મલાઈ તમારા આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે. તેને ફેકવી જોઈએ નહીં અને ચમચી વડે કાઢીને ખાવી જોઈએ.
નારિયેળની મલાઈમાં વિપુલ પ્રમાણમાં એમીનો એસિડ અને પ્રોટીન રહેલા હોય છે, જે પેટની ચરબીને જામવા દેતા નથી. તેમાં રહેલા એમસીટી (મિડયમ ચેન ટ્રાઈગ્લિસરાઈડ્સ) કીટોન્સમાં તબદિલ કરે છે, જે બ્રેઈનમાં એનર્જીનો સ્રોત બનાવે છે. નારિયેળમાં પોલીફેનોલ્સ અને ફાઈટોસ્ટેરોઈડ્સ હોય છે,જે બેડ કોલેસ્ટ્રોલના લેવલને ઓછું કરે છે. આપણા લોહીમાં અને સ્કીન ટીશ્યુમાં જે ફેટ એકત્રીત થઈ જાય છે તે નિયમિત રીતે નારિયેળનું સેવન કરવાથી સાફ થાય છે.
તેના સેવનથી સરીરની રોગ પ્રતિકારક ક્ષમતા મજબૂત થાય છે. મલાઈ દરરોજ ખાવાથી ત્વચા ચમકીલી બને છે. ત્વચામાં શુષ્કતા આવતી નથી અને તે સુંદર બને છે. નારિયેળ પાણી તથા તેની મલાઈને લીધે લિવર તથા કિડની જેવા મહત્વના અંગોની બિમારીથી બચી શકાય છે. એલઝાઈમર્સ રોગ તથા પેન્ક્રીયાશટાઈટીસમાં તેના સેવનથી આરામ મળે છે.
તેમા યુરિયા એસિડ હોય છે, જે કોલેસ્ટ્રોલ અને બ્લડસુગરનું લેવલ જાળવી રાખે છે. એઈડ્સના દર્દીઓમાં વાઈરલ લોડ ઓછો કરી રાહત પહોંચાડે છે. નારિયેળની મલાઈથી થાઈરોઈડની કાર્યપ્રણાલીને ચુસ્ત કરવાના મદદ મળે છે. તેને ખાવાથી મસલ્સ મજબૂત બને છે અને ગઠીયા જેવા રોગોના જોખમ ઘટે છે. તેના સેવનથી બ્રેઈન સેલ્સ વધે છે.
કોઈ પણ પ્રકારના ગેસ અથવા વાયુની ફરિયાદ હોય તો તેમણે નિયમિતપણે નારિયેળની મલાઈનું સેવન કરવું જોઈએ. તેનાથી ગળાની ખારાસ અને પેટના અલ્સરથી પણ રાહત મળે છે.
Share your comments