Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

સિગારેટ બીટલ: બીજ મસાલા પાકોનો છુપો દુશ્મન

સિગારેટ બીટલ એક વૈશ્વિક સંગ્રહિત જીવાત છે જે સંગ્રહિત અનાજને નોંધપાત્ર આર્થિક નુકસાન પહોંચાડે છે. કીટવર્ગના ઢાલપક્ષ શ્રેણીના એનોબિડી કુળમાં તેનો સમાવેશ થતો હોવાથી આ કીટકનું વૈજ્ઞાનિક નામ લેસિયોડર્મા સેરિકોર્ની છે. આ કીટક તમાકુ, અનાજ, ખજૂર, ધાણા, જીરુ, સૂકી માછલી, આદુ, મરી, દવાઓ, કિસમિસ વગેરે ને નુકશાન પહોંચાડે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
મસાલા પાક પર દેખાતા ઈચળ
મસાલા પાક પર દેખાતા ઈચળ

સિગારેટ બીટલ એક વૈશ્વિક સંગ્રહિત જીવાત છે જે સંગ્રહિત અનાજને નોંધપાત્ર આર્થિક નુકસાન પહોંચાડે છે. કીટવર્ગના ઢાલપક્ષ શ્રેણીના એનોબિડી કુળમાં તેનો સમાવેશ થતો હોવાથી આ કીટકનું વૈજ્ઞાનિક નામ લેસિયોડર્મા સેરિકોર્ની છે. આ કીટક તમાકુ, અનાજ, ખજૂર, ધાણા, જીરુ, સૂકી માછલી, આદુ, મરી, દવાઓ, કિસમિસ વગેરે ને નુકશાન પહોંચાડે  છે. પુખ્ત વયના કીટક લાંબા અંતરની ઉડાન માટે સક્ષમ છે અને તેઓ વધુ ખાદ્યપદાર્થોને બગાડવાની ક્ષમતા ધરાવે છે. તાજેતરમાં ગુજરાતના ગીર-સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના પાંચ પીપળવા ગામે ખેડૂતના ઘરે મેડામાં સંગ્રહિત કરેલ લસણના ઝુમખામાં પણ સિગારેટ બીટલનું નુકશાન જોવા મળેલ છે. આ જીવાતનો ઉપદ્રવ સંગ્રહ જગ્યાના તાપમાન, ભેજ તથા સંગ્રહના પ્રકાર તેમજ બીજમાં રહેલ ભેજ પર ખુબજ આધારિત છે. વિવિધ મરી મસાલા માંથી આ કીટક ધાણાને વધુ પ્રાધાન્ય આપે છે. કારણ કે ધાણા પર તે વધુ લાંબુ જીવે છે અને ખુબજ ઝડપથી પોતાની પેઢી આગળ વધારે છે. આ જીવાતથી વરીયાળીમાં ૫૮.૦૨ ટકા, જીરુમાં ૫૧.૦૨ ટકા, ધાણામાં ૪૯.૫૮ ટકા, અજમામાં ૪૭.૭૫ ટકા અને દિલસીડ/સુવામાં ૩૯.૦ ટકા જેટલું નુકશાન નોંધાયેલ છે.  

ઓળખ: આછા બદામી ભૂખરા કે રાતા બદામી રંગના ગોળાકાર આ કીટકનું માથું અને વક્ષ નીચેની બાજુએ કાટખૂણે નમેલાં હોવાથી ઉપરથી ખૂંધ નીકળી હોય તેવો દેખાવ ધરાવે છે. તેની પ્રથમ જોડ પાંખ સુંવાળી હોય છે અને તેના પર નાના નાના વાળ આવેલા હોય છે. શૃંગિકા એકસરખી જાડાઈની કરવત-આકારની હોય છે, જે તેના શરીરની અડધી લંબાઈની હોય છે. પુખ્ત કીટક ૨ થી ૩ મિમી. જેટલું લાંબું હોય છે. માદા કીટક પીળાશ પડતા સફેદ કે મલાઈ રંગનાં લગભગ 30 જેટલાં ગોળાકાર ઈંડાં મૂકે છે. ઈંડાં સેવાતાં તેમાંથી નીકળતી ઈયળ સફેદ રંગના અંગ્રેજી ‘સી’ આકારની હોય છે અને નાના નાના વાળ ધરાવે છે. પુખ્ત ઈયળ પીળાશ પડતા સફેદ રંગનો ૬ થી ૭ મિમી. લાંબી અને તેનું શરીર વાળથી ઢંકાયેલું હોય છે. માથું ઘાટા બદામી રંગનું હોય છે. કોશેટા રેશમી તાંતણાઓમાં બનાવે છે. તે નાના નાના ખોરાકના ટુકડાઓ ચોંટવાથી ઢંકાયેલા જોવા મળે છે.

ઈચળ
ઈચળ

જીવન ચક્ર: 

નુકશાન: ઈયળ સંગ્રહેલ તમાકુને, તેનાં બીજ અને તેની બનાવટો ખાઈને નુકસાન કરે છે. આ જીવાત તમાકુ ઉપરાંત હળદર, સૂંઠ, કોકો, અફીણ, જીરું, રાતી પીપર, કેસર, અજમો, જાયફળ વગેરે સંગ્રહેલ મરીમસાલામાં પણ નુકસાન કરે છે. સિગારેટ બીટલના પુખ્ત સંગ્રહિત પેકેટમાં કાણા પાડીને નુકશાન કરે છે. સિગારેટ બીટલની ઈયળ લસણના ગાંઠીયાના પાછળના ભાગેથી અંદર દાખલ થઈ લસણની કળીને ખાઈને નુકશાન કરે છે. ઉપદ્રવિત લસણના ગાંઠીયાના છેડે ભૂખરા રંગનો પાઉડર જમા થયેલો જોવા મળે છે. ઈયળના સીધા નુકશાન તદુપરાંત મૃત બીટલ, જુદી જુદી ઈયળ અવસ્થાના કાચળીઓ અને કીટકની હંઘાર બીજ મસાલાને ઉપદ્રવિત કરે છે તથા બજારમાં તેનું મુલ્ય ઘટાડે છે.

જીવન ચક્ર
જીવન ચક્ર

નિયંત્રણ:

  • એની સોપ્ટેરો માલુસ કેલેન્દ્રી એ સિગારેટ બીટલનું કુદરતી દુશ્મન છે. આ ભમરી સિગારેટ બીટલની કોશેટા અવસ્થાનું પરજીવીકરણ કરી નિયંત્રણ કરે છે. 
  • ટેનેબ્રિયોઇડસ મોરિટાનિયસ નામની પરભક્ષી બીટલની ઇયળો સિગારેટ બીટલના કોશેટા ખાઈને જીવે છે.
  • ધાણાના બીજને પ્લાસ્ટિક-કોટેડ કંતાનની કોથળીમાં અથવા 35 માઇક્રોનના હાઈ-ડેન્સિટી પૉલિથીનની કોથળીમાં સંગૃહીત કરવાથી દશ મહિના સુધી સિગારેટ બીટલ સામે તેને રક્ષણ પૂરું પાડી શકાય છે.
  • બીજ માવજત: લીંબોડીનું તેલ,કરંજનું તેલ અને લેમનગ્રાસનું તેલ @ ૧૦ મિલી પ્રતિ કિગ્રા બીજ

આ પણ વાંચો:દાણાની મીંજ: બીજ મસાલા પાકોની અગત્યની જીવાત

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More