યુવાનોમાં ખેતી તરફ ઘટતા આકર્ષણને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્ર સરકારે કૃષિ શિક્ષણને શાળા સ્તરે લઈ જવાની જરૂરિયાત પર ભાર મૂકતા નવી પહેલ કરી છે. કૃષિ સંબંધિત તમામ પ્રકારનું શિક્ષણ વિદ્યાર્થીઓને આપવામાં આવશે, હકીકતમાં, મહારાષ્ટ્ર સરકારે હવે શાળાઓમાં કૃષિ શિક્ષણ આપવાનું નક્કી કર્યું છે.

મહારાષ્ટ્રના કૃષિ મંત્રી દાદાજી ભુસે કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લીધો છે. હવેથી કૃષિ વિષયને શાળાના અભ્યાસક્રમમાં સમાવવામાં આવશે. જેથી કૃષિ શિક્ષણ અંગે વિદ્યાર્થીઓમાં રસ જાગૃત થશે. આ સિવાય નવા અને ગુણવત્તાયુક્ત કૃષિ સંશોધકો ગ્રામીણ વિસ્તારોમાં તૈયાર થઈ શકશે. વિદ્યાર્થીઓને તેમની ઉંમરના આધારે કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત અભ્યાસક્રમ ભણાવવાથી તેમનામાં વૈજ્ઞાનિક અભિગમ બંધાશે, તેમજ નવી જનરેશન ખેતીનો વ્યવસાય તરફ વળશે, જેથી પાકનો ઉત્પાદન વધશે
સરકારનો ઉદ્દેશ રાષ્ટ્રીય શિક્ષણમાં કૃષિ શિક્ષણ વધારવાનો છે. હાલમાં, રાષ્ટ્રીય શિક્ષણમાં કૃષિ શિક્ષણનો હિસ્સો 0.93 ટકા છે, જે હવે વધારીને 3 ટકા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. કૃષિ વિષયનો અભ્યાસક્રમ રાજ્ય શૈક્ષણિક સંશોધન ,તાલીમ પરિષદ, મહારાષ્ટ્ર કૃષિ શિક્ષણ અને સંશોધન પરિષદ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવશે. જેમાં શાળાના વિદ્યાર્થીઓને કૃષિ વિષયને લગતું શિક્ષણ આપવામાં આવશે. આ નિર્ણય મહારાષ્ટ્રના કૃષિ મંત્રાલયના કાર્યાલયમાં રાજ્યના શાળા શિક્ષણ મંત્રી અને રાજ્યના કૃષિ મંત્રી દાદાજી ભુસેની હાજરીમાં લેવામાં આવ્યો છે.
યુવાનોને શુ લાભ થશે
આ સાથે દેશના યુવાનોને કૃષિ સંબંધિત માહિતી મળશે.
ગ્રામીણ વિસ્તારોમાં નવા ઉદ્યોગો સ્થાપવામાં આવશે.
આધુનિક સંશોધનને પ્રોત્સાહિત કરવામાં આવશે.
યુવાનો કૃષિમાં મશીનોનો ઉપયોગ વધારવામાં મદદ કરશે.
ખેડૂત વધુ ભણેળા હોય તો પાકની ઉત્પાદકતા વધારો થાશે
Share your comments