Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

Chickpea Price: ઉત્પાદન ઓછા થવાના કારણે મુખ્ય કઠોળ પાક ચણાના ભાવમાં નોંઘાયું વઘારો

ચાલૂ વર્ષે ગમે તેલીબિયા પાક .સોયાબીનના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હોય, પરંતુ તેની એવજમાં મુખ્ય કઠોળ પાક ચણાના ભાવ આસમાને પહોંચી ગયું છે. રાજ્યમાં તેની જથ્થાબંઘ કિમંત 7400 રૂપિયા થી લઈને 7700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચી ગયું છે,

Amansinh Jadeja
Amansinh Jadeja
ચણાના પાક
ચણાના પાક

ચાલૂ વર્ષે ગમે તેલીબિયા પાક .સોયાબીનના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હોય, પરંતુ તેની એવજમાં મુખ્ય કઠોળ પાક ચણાના ભાવ આસમાને પહોંચી ગયું છે. રાજ્યમાં તેની જથ્થાબંઘ કિમંત 7400 રૂપિયા થી લઈને 7700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચી ગયું છે, જો કે એમએસપી કરતા લગભગ 2000 રૂપિયા વધુ છે. જણાવી દઈએ કે ચાલૂ વર્ષે એટલે 2024-25 ની સિઝનમાં ચણાનું લઘુત્તમ ટેકાના ભાવ રૂ, 5.440 નોંધવામાં આવ્યું છે. પરંતુ હવે ચણ એમએસપી કરતાં પણ વધુ ભાવમાં વેચાઈ રહ્યું છે. વધુ માહિતી માટે તમણે જણાવી દઈએ તે આ વર્ષે દેશમાં ચણાના ઉત્પાદનમાં મોટા ઘટાડો થવાના અંદાજ છે. જેથી કરીને મંડીઓમાં તેની આવકમાં ઘટાડો અને ભાવમાં વધારો થયું છે.

મહારાષ્ટ્ર સૌથી વધુ ભાવ

મહારાષ્ટ્ર એગ્રીકલ્ચરલ માર્કેટિંગ બોર્ડના જણાવ્યા અનુસાર, 19 જૂને રાજ્યના પુણેના બજારમાં માત્ર 43 ક્વિન્ટલ ચણા આવ્યા હતા. તેના કારણે લઘુત્તમ ભાવ પણ 6500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પર પહોંચી ગયો છે. મહત્તમ ભાવ રૂ.7700 અને લઘુત્તમ રૂ.7100 પ્રતિ ક્વિન્ટલ હતા. લાસલગાંવમાં માત્ર 2 ક્વિન્ટલ ચણા વેચાણ માટે આવ્યા હતા. અહીં લઘુત્તમ ભાવ રૂ.7001 અને મહત્તમ રૂ.7401 પ્રતિ ક્વિન્ટલ હતો. ભાવ વધતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ગયા વર્ષે તેમને યોગ્ય ભાવ મળ્યો ન હતો, પરંતુ આ વર્ષે યોગ્ય ભાવ મળી રહ્યો છે.

શા માટે થઈ રહ્યો છે ભાવમાં વધારો

દેશમાં કઠોળ પાકોની આયાત ગયા વર્ષ કરતાં લગભગ બમણી થઈ ગઈ છે. તેથી કઠોળની મોંઘવારી વધી રહી છે. આથી ચણાનું ઉત્પાદન કરતા ખેડૂતોને હવે લાભ મળી રહ્યો છે. કૃષિ નિષ્ણાતોના મતે, ભારત વિશ્વમાં ચણાનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે. વિશ્વના કુલ ચણા ઉત્પાદનના લગભગ 70 ટકા ભારતમાં થાય છે. રવિ સિઝનમાં ઉગાડવામાં આવતો આ એક મહત્વપૂર્ણ કઠોળ પાક છે. ચણાનું ઉત્પાદન કુલ કઠોળ પાકના 45 ટકા જેટલું હોવાનું કહેવાય છે. ભારતમાં ગ્રામ ઉત્પાદનમાં મધ્યપ્રદેશ પ્રથમ ક્રમે છે, જ્યારે મહારાષ્ટ્ર બીજા ક્રમે છે. રાજસ્થાન અને ગુજરાત પણ ચણાના મોટા ઉત્પાદકો છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More