Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ચિયા બીજ: ન તો પ્રાણીઓ નુકશાન પહોંચાડશે અને નહીં લાગે પાકમાં રોગ: કમાણી થશે જોરદાર

બદલાતા સમયની સાથે ખેડુતોમાં પણ પરિવર્તન જોવા મળી રહ્યું છે. હવે તેઓ પરંપરાગત પાકને બદલે રોકડ પાક તરફ વળ્યા છે. આ પાકનું વાવેતર કરીને, ખેડૂતોની આવક વધી રહી છે અને તેમના જીવનમાં ખુશી અને સમૃદ્ધિ આવી રહી છે.

Sagar Jani
Sagar Jani
Chia Seeds
Chia Seeds

બદલાતા સમયની સાથે  ખેડુતોમાં પણ પરિવર્તન જોવા મળી રહ્યું છે.  હવે તેઓ પરંપરાગત પાકને બદલે રોકડ પાક તરફ વળ્યા છે.  આ પાકનું વાવેતર કરીને, ખેડૂતોની આવક વધી રહી છે અને તેમના જીવનમાં ખુશી અને સમૃદ્ધિ આવી રહી છે. સરકાર પરંપરાગત પાકની સાથે ખેડુતોને વધુ નફાકારક પાકની ખેતી કરવા પણ પ્રોત્સાહિત કરી રહી છે.

સ્વાસ્થ્ય પ્રત્યે જાગરૂકતા વધવાથી ઔષધીય ગુણોથી ભરપૂર ખોરાકની માંગ તેજીથી વધી રહી છે. બજાર પાકને લઈ રહ્યું છે જે પાકમાં પૌષ્ટીકતા અને સ્વાદનું મિશ્રણ છે ,બજાર તેને હાથો હાથ લઈ રહ્યું છે. આ જ કારણ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં  ભારતમાં ચિયા બીજના  વાવેતર તરફ ખેડૂતોનું વલણ વધી રહ્યું છે.

મહેનત ઓછી અને આવક વધુ

ચિયા બીજ વિશેની સૌથી સારી બાબત એ છે કે તેની કિંમત ખૂબ ઓછી છે. તેના છોડમાંથી એક ખાસ પ્રકારની ગંધ આવે છે અને પાંદડા પર વાળ ઉગે છે, જેના કારણે પ્રાણીઓ તેને નુકસાન પહોંચાડી શકતા નથી. ઉપરાંત સિંચાઈનીમ કોઈ ખાસ જરૂરિયાત હોતી નથી. આથી જ તેની ખેતીમાં મજૂરી ઓછી છે અને આવક ઘણી વધારે છે.  ચિયાના બીજનું વાવેતર કરતા ખેડુતોનું કહેવું છે કે એક એકરમાં 6 લાખ રૂપિયા સુધીની આવક સરળતાથી થઈ શકે છે.

આખરે કેમ ચિયા સીડ આટલું ખાસ છે?

ચિયા સીડના બીજ સ્વાદ અને પોષકતત્વોથી ભરેલા છે.  તેના બીજમાં 30 થી 35 ટકા ઉચ્ચ ગુણવત્તાનું તેલ જોવા મળે છે. તે ઓમેગા -3, ઓમેગા -6 અને ફેટી એસિડ્સનો ઉત્તમ સ્રોત છે. આ તેલ સામાન્ય સ્વાસ્થ્ય અને હૃદય માટે ખૂબ સારું માનવામાં આવે છે.

Chia Seeds
Chia Seeds

ચિયા સિડ્સનાં બીજમાં પ્રોટીન, ખાદ્ય ફાઇબર, એન્ટી-ઓક્સિડેન્ટ્સ, ખનિજો અને વિટામિન ભરપૂર હોય છે. આ સિવાય ચિયાના બીજમાં દૂધ કરતા 6 ગણા વધારે કેલ્શિયમ જોવા મળે છે.  ચિયાના બીજમાં વજન દ્વારા પાણીની માત્રામાં 12 ગણું વધારે શોષણ કરવાની ક્ષમતા હોય છે. આ કારણોસર તે ખાદ્ય ઉદ્યોગ માટે વધુ ઉપયોગી માનવામાં આવે છે.

ખેડૂતો માટે કમાલનું છે આ સુપર ફૂડ, એક એકરથી મળે 6 લાખ રૂપિયા સુધીની કમાણી, જાણો સંપૂર્ણ વિગત

ચિયા બીજને સલાડ તરીકે પકન ખાઈ શકાય છે . દૂધ અને છાશ સાથે તેનું સેવન આરોગ્ય માટે સારું માનવામાં આવે છે. તેના લીલા પાંદડામાંથી બનેલી ચા પણ ખૂબ ફાયદાકારક છે.  તેના બીજ ભૂખને શાંત કરવા અને વજન ઘટાડવા માટે ખૂબ ઉપયોગી માનવામાં આવે છે.

દવા બનાવતી કંપનીઓ કરી રહી છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ

નિષ્ણાતો કહે છે કે ચિયાના બીજનું સેવન કરવાથી શરીરમાં 18 ટકા કેલ્શિયમની ઉણપ પૂરી થાય છે.  તે પાચનતંત્રની સુધારણા અને ખાંડના દર્દીઓ માટે પણ ઉપયોગી માનવામાં આવે છે. આ પાકનો મહત્તમ ઉપજ અને લાભ મેળવવા માટે તેની ખેતી ઓર્ગેનિક રીતે થવી જોઈએ. જે તેનું મહત્વ જાણે છે તે લોકોમાં તેનું બજાર સરળતાથી બનાવી શકાય છે.

ડોકટર પણ ચિયા બીજ ખાવાની ભલામણ કરે છે.  ઘણી ફાર્માસ્યુટિકલ કંપનીઓ કરાર પર ચિયા બીજની ખેતી કરી રહી છે.  ખેતી માટે ચિયા બીજ ઓનલાઈન પણ મંગાવી શકાય છે.

Related Topics

Chia Chia seeds Farming

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More