ટૂંક સુધીમાં ચૂંટણી પંચે દેશમાં નવી સરકાર ઘડવા માટે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેશે. જો 2019 ની ચૂંટણીની જાહેરાતને જોવા જઈએ તે મુજબ આવતા અઠવાડિયા સુધીમાં લોકસભા ચૂંટણીની તારીખો નક્કી કરી દેવામાં આવશે. આથી પહેલા કેન્દ્ર સરકાર અને અપક્ષ બન્ને જનતાનું વોટ મેળવવા માટે નવી-નવી જાહેરાતો કરી રહ્યા છે. એજ વચ્ચે કેન્દ્રની નરેંદ્ર મોદી સરકારે આચારસહિંતા લાગૂ થાય તે પહેલા ખેડૂતોને મોટી ભેટ આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાઈ આર્થિક બાબાતોની બેઠકમાં 2024-25 ની સીઝન માટે કાચા શણનું લઘુત્તમ ટેકાના ભાવને વધારી દેવામાં આવ્યું છે. તેમા 285 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વઘારો કરવામાં આવ્યો છે.
કાચા શણના ભાવમાં 122 ટકાનો વધારો
કેન્દ્ર સરકારના દાવા મુજબ જ્યારથી મોદી સરકાર સત્તામાં આવી છે ત્યારથી લઈને હજુ સુધી એટલે કે છેલ્લા 10 વર્ષમાં કાચા શણના એમએસપીમાં 122 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જો કે ખેડૂતોના આંદોલન વચ્ચે શણ ઉગાડતા ખેડૂતો માટે એક ખુબ જ મોટી ભેટ છે. જણાવી દઈએ કે અગાઉ ફેબ્રુઆરીમાં શેરડીના એફઆરપીમાં પણ વધારો કરીને તેના વાજબી અને લાભકારી ભાવની જાહેરાત કરવામાં આવી હતી.
કાચા શણની એમએસપી કેટલી નક્કી કરવામાં આવી
કાચા શણની એમએસપી 2024 -25 ના સિઝન માટે 5,335 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે. જો કે અખિલ ભારતીય ભારિત સરેરાશ ઉત્પાદન ખર્ચ પર 64.8 ટકા વળતરની ખાતરી કરશે. સિઝન 2024-25 માટે કાચા શણની જાહેરાત કરાયેલા એમએસપી, સરકારે બજેટ 2018-19માં જાહેર કરેલ અખિલ ભારિત સરેરાશ ઉત્પાદન ખર્ચના ઓછામાં ઓછા 1.5 ગણ સ્તરે એમએસપી સેટ કરવાના સિદ્ધાંતના અનુરૂપ છે.
10 વર્ષ પહેલા કેટલી હતી એમએસપી
કમીશન ફોર એગ્રીકલ્ચરલ કોસ્ટ એન્ડ પ્રાઈસની ભલામણા આધારે આવ્યા આ નિર્ણય મુજબ 10 વર્ષ પહેલા એટલે કે સિઝન 2014-15 માં કાચા શણની એમએસપી અગાઉ કરતા અડધી હતી. ત્યારે તેની એમએસપી 2400 રૂપિયા પ્રચિ ક્વિન્ટલ હતી. જો કે ધીમે-ધીમે વધીને આજે 5,335 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે. જેમાં હાલમાં 122 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એગ્રિકલ્ચરલ નિષ્ણાતો મુજબ આથી કેન્દ્ર સરકાર ખેડૂત આંદોલન વચ્ચે એવો સંદેશ આપવામાં માંગે છે કે તે દર વર્ષે પાકના મુજબ એમએસપી વધારી રહી છે અને તેના લાભ ખેડૂતોને મળી રહ્યો છે.
ચાલુ વર્ષે કેટલી ખરીદી થઈ
વર્તમાન સિઝન 2023-24માં, સરકારે રૂ. 524.32 કરોડના ખર્ચે 6.24 લાખ ગાંસડીથી વધુ કાચા શણની વિક્રમજનક માત્રામાં ખરીદી કરી છે. જણાવી દઈએ એક ગાંસડીમાં 180 કિલો શણ હોય છે. દાવો કરવામાં આવે છે કે લગભગ 1.65 લાખ ખેડૂતોને આનો ફાયદો થયો છે. આ ઉપરાંત જ્યુટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ભાવ સપોર્ટ સંબંધિત કાર્યો કરવા માટે કેન્દ્ર સરકારની નોડલ એજન્સી તરીકે કામ કરવાનું ચાલુ રાખશે. જો આવા કામોમાં નુકસાન થશે તો તેની સંપૂર્ણ ભરપાઈ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે.
Share your comments