જીરુ રાજસ્થાન અને ગુજરાતમાં એક મહત્વનો રવિ પાક છે. જીરાનો ઉપયોગ ખાદ્ય પદાર્થોને સુગંધિત અને સ્વાદિષ્ટ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત મસાલા મિશ્રણમાં પણ કામમાં લેવામાં આવે છે. જીરામાંથી પ્રાપ્ત વાષ્પશીલ તેલને સાબુ, કેશતેલ તથા શરાબ બનાવવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. જીરું એક ઔષધિય પાક છે, માટે તે અનેક પ્રકારની દવાઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
ઝુલસા રોગના કારણ
આ રોગ અલ્ટરનરિયા બર્નસાઈ નામના જંતુથી થાય છે. પાકમાં ફૂલ આવ્યા બાદ આકાશ વાદળછાયુ બનતા રોગ લાગુ પડે છે. ફુલ આવવાથી લઈ પાક પાકે ત્યાં સુધી આ રોગ કોઈને કોઈ અવસ્થામાં થઈ શકે છે. મૌસમ અનુકૂળ હોય ત્યારે આ રોગ વ્યાપક પ્રમાણમાં ફેલાઈ શકે છે.
ઝુલસા રોગના લક્ષણ
રોગના લક્ષણ સૌથી પહેલા પાંદડા પર નાના ભૂરા રંગના ધબ્બા સ્વરૂપમાં દેખાય છે અને ધીમે ધીમે આ ધબ્બા ઘેરા અને છેવટે કાળા રંગના બની જાય છે. પાંદડા, ડાળખી અને બીજો પર તેનો પ્રકોપ થઈ શકે છે. પાંદડાની કિનારા વળી જાય છે. સંક્રમણ બાદ જો ભેજ વધી જાય છે અથવા વરસાદમાં રોગ વધારે ઉગ્ર બની જાય છે. રોગના લક્ષણો દેખાવાના સંજોગોમાં જો યોગ્ય ઉપાય ન મળે તો તેને લીધે નુકસાનનું કારણ બની મોટી મુશ્કેલીનું સર્જન થાય છે. રોગગ્રસ્ત છોડમાં બીજ બિલકુલ પણ લાગતા નથી અથવા તે સંકોચાઈ જાય છે.
રોગને અટકાવવો
જીરાના પાકમાં વધારે પ્રમાણમાં સિંચાઈ ન કરશો.
ગરમીમાં ઉંડા ખેડાણ સાથે ખેતરને ખુલ્લુ છોડી દેવું જોઈએ.
સ્વસ્થ બિયારણનું જ વાવેતર કરવું.
રોગ આવે તે પહેલા જ રોગને અટકાવવા માટે બીજ વાવેતરના સમયે થાયરમ (5 ગ્રામ પ્રતિ બીજ)થી ઉપચારીત કરો.
વાવેતરના 40-45 દિવસ મેંકોજેબ 75 ડબ્લ્યુપી અથવા કાર્બેન્ડાઝીમ 50 ડબ્લ્યુપીના 2 ગ્રામ પ્રતિ લીટર પાણીમાં છંટકાવ કરવા પર રોગને અટકાવી શકાય છે.
રોગના લક્ષણ દેખાય ત્યારે હેક્સાકોનાજોબ 4 ટકાના મિશ્રણને 2 ગ્રામ પ્રતિ લીટર પાણી અથવા મેટિરામ 55 ટકા+ પાયરાક્લોસ્ટ્રોબિન 5 ટકા તૈયાર કરી મિશ્રણને 5 ગ્રામ પ્રતી લીટર પાણીમાં મિશ્રિત કરી છંટકાવ કરવો જોઈએ. આવશ્યકતા પડે ત્યારે 15 દિવસ બાદ છંટકાવ કરવો જોઈએ.
અથવા કોપર ઓક્સિક્લોરાઈડ 50 ડબ્લ્યુપી 50 ગ્રામ અથવા ક્લોરોથાલોનિક 75 ટકા ડબ્લ્યુપીના 400 ગ્રામ પ્રમાણને 200 લીટર પાણીમાં છંટકાવ કરવો જોઈએ.
Share your comments