Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

Capsicum Farming: ઓર્ગેનિક રીતે કરો કેપ્સીકમની ફાર્મિંગ, બજારમાં છે મોટા ભાગે માંગણી

આપણા દેશમાં ઉગાડવામાં આવતી વિવિધ પ્રકારની શાકભાજીમાં મોટા ભાગે ટમેટા અને બટાકાંનું વાવેતર થાય છે. પરંતુ તેના સાથે ભેળવીને રાંધવામાં આવતી કેપ્સીકમનું ખૂબ જ ઓછા ખેડૂતો ખેતી કરે છે. તેથી કરીને જે ખેડૂતો તેની ખેતી કરીએ છે, તેઓને મોટી કમાણી થાય છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

આપણા દેશમાં ઉગાડવામાં આવતી વિવિધ પ્રકારની શાકભાજીમાં મોટા ભાગે ટમેટા અને બટાકાંનું વાવેતર થાય છે. પરંતુ તેના સાથે ભેળવીને રાંધવામાં આવતી કેપ્સીકમનું ખૂબ જ ઓછા ખેડૂતો ખેતી કરે છે. તેથી કરીને જે ખેડૂતો તેની ખેતી કરીએ છે, તેઓને મોટી કમાણી થાય છે. કેમ કે એક તો બજારમાં તેની માંગણી છે અને બીજુ તેના અંદર ઘણાં ઔષધીય ગુણો પણ છે, જો કે તેને ખાસ બનાવે છે. તેના સાથે જ તેમાં વિટામીન એ, વિટામીન સી, પોટેશિયમ, કેલ્શિયમ, આર્યન અને અન્ય મિનરલ્સ પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ, લાઈકોપીન વગેરે પણ મળી આવે છે. કેપ્સીકમના ફાયદાઓને ધ્યાનંમાં રાખીને, તેની કિંમત બજારમાં હમેશા સ્થિર રહે છે. આવી સ્થિતિમાં, તમે પણ તેની ખેતી કરીને મોટી કમાણી કરી શકો છો. ચાલો જાણી તેના માટે તમારે શું-શું કરવાનું રહેશે.

મીઠી મરી તરીકે પણ કેપ્સીકમને ઓળખવામાં આવે છે

કેપ્સીકમને ઘંટડી મરી અથવા મીઠી મરી તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તેની ખેતી થાય છે. મસાલેદાર નથી થવાથી તેનો મોટા ભાગે શાકભાજી અને ફાસ્ટ ફૂડમાં ઉપયોગ થાય છે. રાજ્યમાં લગભગ દરેક સિઝનમાં કેપ્સિકમની ખેતી કરવામાં આવે છે અને અન્ય રાજ્યોમાં પણ તેની સપ્લાય થાય છે. તેથી કરીને રાજ્યમાં તેની ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેથી તેનું અન્ય દેશોમાં પણ નિકાસ કરી શકાય.

કેપ્સીકમની ખેતી માટે આબોહવા અને માટી

કેપ્સીકમ એટલે કે શિમલા મિર્ચનું વાવેતર કરવા માટે દિવસનું તાપમાન સામાન્ય રીતે 22 થી 28 ડિગ્રી સેન્ટીગ્રેડ હોવું જોઈએ અને રાત્રિનું તાપમાન સામાન્ય રીતે 16 થી 18 ડિગ્રી સેન્ટીગ્રેડ હોવું જોઈએ. ઊંચા તાપમાનને કારણે ફૂલો ખરવા લાગે છે. નીચા તાપમાનને કારણે પરાગની જીવન ઉપયોગીતા ઘટી જાય છે. સામાન્ય રીતે, પોલી હાઉસમાં કેપ્સીકમની સંરક્ષિત ખેતી જંતુનાશકો અને શેડ નેટનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક કરી શકાય છે. સામાન્ય રીતે, રેતાળ લોમ જમીન કેપ્સીકમની ખેતી માટે યોગ્ય છે, જેમાં સેન્દ્રિય પદાર્થ મોટી માત્રામાં હોય છે અને પાણીનો નિકાસ પણ સારો હોય છે.

બીજની માવજત

કેપ્સીકમના બીજ મોંઘા હોવાથી તેના રોપા પ્રો-ટ્રેમાં તૈયાર કરવું જોઈએ. આ માટે, સારી સારવારવાળી ટ્રેનો ઉપયોગ કરવો જોઈએ, ટ્રેમાં વર્મીક્યૂલાઈટ, પરલાઈટ અને કોકોપીટ જેવા માઘ્યમનું મિશ્રણ 1:1:2 ના દરે તૈયાર કરો અને ટ્રેમાં મધ્યમ સારી રીતે ભરો અને દરેક કોષમાં એક બીજ નાખો અને તેના પર મિશ્રણને થોડું છાંટવું. ત્યારબાદ છંટકાવ વડે હલકું પિચત આપવું જોઈએ જો જરૂરી હોય તો લીલા ઘાસનો ઉપયોગ પણ કરી શકાય છે. એક હેક્ટર વિસ્તારમાં 200-250 ગ્રામ હાઇબ્રિડ અને 750 થી 800 ગ્રામ સામાન્ય જાતના બીજની જરૂર પડે છે.

રોપણીની પદ્ધતિ

કેપ્સીકમના છોડ 30 થી 35 દિવસમાં રોપણી માટે તૈયાર થઈ જાય છે. ટ્રાન્સપ્લાન્ટેશન સમયે, છોડની લંબાઈ લગભગ 16 થી 20 સેમી અને 4 થી 6 પાંદડા હોવી જોઈએ. રોપતા પહેલા,રોપાને 0.2 ટકા કાર્બોન્ડાઝીમમાં બોળીને પહેલાથી બનાવેલા ખાડામાં રોપવું જોઈએ. છોડને સારા રીતે તૈયાર પથારીમાં રોપવા જોઈએ.પથારીની પહોળાઈ સામાન્ય રીતે 90 સેમી હોવી જોઈએ. ડ્રીપ લાઈન નાખ્યા બાદ છોડને 45 સે.મી.ના અંતરે રોપવા જોઈએ. સામાન્ય રીતે એક બેડ પર છોડની બે હરોળ વાવવામાં આવે છે.  

ખાતર અને પિચત

કેપ્સીકમની ઓર્ગેનિક ખેતી કરવા માટે 25ટન/ હેક્ટર ગાયનું છાણ ખાતર અને રાસાયણિક ખાતર જેમાં N:P:K:250:150: અને 150 kg/હેક્ટર હોય છે. ગરમ હવામાનમાં 7 દિવસ અને ઠંડા હવામાનમાં 10-15 દિવસ. જો ટપક સિંચાઈની સુવિધા ઉપલબ્ધ હોય તો ખાતર અને સિંચાઈ (ફર્ટિગેશન) ટપક દ્વારા જ કરવી જોઈએ.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More