Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

માઈક્રો ઇરીગેશનથી ખેડૂતોનો ખર્ચ ઓછો કરવા અભિયાન: 60 લાખથી વધુ વિસ્તારને આવરી લેવાયો

જે સ્થળોએ પાણીની તકલીફ છે. સિંચાઇનું પાણી મળતું નથી, તેવા સ્થળોએ માઈક્રો ઈરીગેશન ખૂબ મહત્વનું સાબિત થઈ છે. માઈક્રો ઈરીગેશનનો વ્યાપ વધારવા માટે સરકાર યુદ્ધના ધોરણે પગલાં લઈ રહી છે. મોદી સરકારે સિંચાઈની રીતભાત બદલવાની ઝુંબેશ શરૂ કરી છે. આ માટે માઈક્રો ઇરીગેશન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જેથી કૃષિ ખર્ચ ઘટાડી શકાય અને ઉત્પાદકતામાં વધારો થઈ શકે.

Sagar Jani
Sagar Jani
Drip Irrigation
Drip Irrigation
જે સ્થળોએ પાણીની તકલીફ છે. સિંચાઇનું પાણી મળતું નથી, તેવા સ્થળોએ માઈક્રો ઈરીગેશન ખૂબ મહત્વનું સાબિત થઈ છે. માઈક્રો ઈરીગેશનનો વ્યાપ વધારવા માટે સરકાર યુદ્ધના ધોરણે પગલાં લઈ રહી છે. મોદી સરકારે સિંચાઈની રીતભાત બદલવાની ઝુંબેશ શરૂ કરી છે. આ માટે માઈક્રો ઇરીગેશન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જેથી કૃષિ ખર્ચ ઘટાડી શકાય અને ઉત્પાદકતામાં વધારો થઈ શકે.

કેટલું લક્ષ્ય, કેટલું કામ થયું?

આ અંતર્ગત છેલ્લા સાત વર્ષમાં 60.63 લાખ હેક્ટર વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. સરકારે આગામી પાંચ વર્ષમાં આ સિંચાઇ પદ્ધતિ હેઠળ 100 લાખ હેક્ટર જમીનને આવરી લેવાનું લક્ષ્ય રાખ્યું છે. આવનારા નાણાકીય વર્ષમાં કુલ 20 લાખ હેક્ટર જમીન આવરી લેવામાં આવશે.
આ યોજના બાબતે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે પ્રકાશ પડ્યો છે. તેમણે કહ્યું છે કે, વર્ષ 2014-15થી 2020-21 સુધીમાં વડા પ્રધાન કૃષિ સિંચાઇ યોજનામાં ટીપાં દીઠ પાક  અભિયાન અંતર્ગત રાજ્યોને 15,511.59 કરોડની કેન્દ્રીય સહાય આપવામાં આવી હતી. 
નાબાર્ડ સાથે પ્રારંભિક 5000 કરોડની મૂડી સાથે વર્ષ 2018-19 દરમિયાન માઇક્રો ઇરિગેશન ફંડની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ તેને પ્રોત્સાહન આપવા માટે તેનું ફંડ 2021-22ના બજેટમાં વધારીને 10,000 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે.

નવી સિંચાઇ પદ્ધતિ પર ભાર શુ કામ?

માઈક્રો ઇરીગેશનના ત્રણ મોટા ફાયદા છે. પરિણામે મોદી સરકાર દ્વારા તેના પર ભાર આપવામાં આવી રહ્યો છે. પ્રથમ ફાયદો એ છે કે આ પદ્ધતિ પરંપરાગત કરતા ઘણું ઓછું પાણી વાપરે છે. બીજો ફાયદો ઉર્જા અને ખાતરો પરના ખર્ચમાં ઘટાડો થાય છે અને ત્રીજો ફાયદો એ છે કે ઉત્પાદકતામાં વધારો થાય છે. સરકાર હવે ખાસ કરીને પાણીની અછતને ધ્યાનમાં રાખીને સિંચાઈ પદ્ધતિમાં ફેરફાર કરવા માંગે છે.

યોજનાનો ઉદ્દેશ્ય:

- બાગાયતી, કૃષિ પાકોમાં ટપક અને છંટકાવ સિંચાઇ તકનીકો અપનાવીને પાકની ગુણવત્તા અને ઉપજ વધારવી.

- છોડમાં પાણીની જરૂરિયાત મુજબ ઉપયોગ કરવો.

- ખુલ્લી સિંચાઈમાં વ્યય થતું પાણી બચાવીને જમીનની નીચે પાણીના લેવલમાં ઘટાડો થવાથી રોકવું.

- છોડનાં મૂળિયાંમાં ટપક સિંચાઇની સાથે ખાતર અને જંતુનાશક રસાયણોનો ઉપયોગ કરવો

બચત કેટલી થશે?

માઇક્રો સિંચાઈ તકનીકનો ઉપયોગ કરીને 48 ટકા સુધી પાણી બચાવવાનો દાવો નિષ્ણાંતો દ્વારા થાય છે. આ સાથે ઉર્જાનો વપરાશ પણ ઘટશે. એકવાર આ સિસ્ટમનું માળખું તૈયાર થઈ જાય ત્યારે તેમાં મહેનતમાં ઘટાડો આવશે. નવી પદ્ધતિમાં પાણી સાથે ખાતરના દ્રાવણને મિશ્રિત કરવાથી 20 ટકા સુધી બચત થશે. ઉત્પાદનમાં વધારો થશે. માઇક્રો સિંચાઈમાં ટપક સિંચાઈ, માઇક્રો સ્પ્રિંકલર (માઇક્રો ફુવારો), લોકલાઇજ ઇરીગેશન (છોડના મૂળમાં પાણી આપવું) વગેરેનો સમાવેશ થાય છે.

પરંપરાગત સિંચાઈથી નુકસાન

કૃષિ ક્ષેત્રમાં 85 થી 90 ટકા પાણીનો વપરાશ થાય છે. દેશના ઘણા ભાગોમાં પાણીની અછત અનુભવાય છે. ખેતરમાં પાણી ભરવાની સિંચાઇ પદ્ધતિને કારણે પાણી અને નાણાં બંનેનો ખર્ચ વધુ થાય છે. એટલું જ નહીં, જમીનમાં ઉમેરવામાં આવેલું ખાતર પણ નીચે ચાલ્યું છે. આથી ખેડુતોને નુકસાન થાય છે અને ઉત્પાદકતા ઓછી થાય છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More