Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

Hydrogel Rainfed Farming : હાઇડ્રોજેલનો ઉપયોગ કરીને ખેડૂતો ઓછા પાણીમાં પણ પાક ઉગાડી શકે !

ગુજરાતમાં થોડા અંશે પાણીની સમસ્યા છે. સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતના કેટલાક જીલ્લાઓમાં સૂકી જમીનને કારણે દરેક વર્ષનો પાક નિષ્ફળ જાય છે. કેટલીક જગ્યાઓમાં પાણીનું સ્તર સાવ ઓછું છે જેથી ત્યાં વધુ ગંભીર સમસ્યા છે. આ વર્ષે ચોમાસામાં ગુજરાત ના અમુક વિસ્તારો માં ચોમાસા ના પચલા મહિનાઓ માં ઓછા વરસાદને કારણે દુષ્કાળની સ્થિતિ સર્જાઈ છે. ખેડૂત માટે સૌથી મોટો પડકાર ખેતરમાં ભેજ જાળવી રાખવાનો છે.

KJ Staff
KJ Staff
હાઇડ્રોજેલ વરસાદ આધારિત ખેતી
હાઇડ્રોજેલ વરસાદ આધારિત ખેતી

સિંચાઈ માટે એક એવી પદ્ધતિ વિકસાવી જોઈએ જેથી પાણીનો વધુમાં વધુ સારો ઉપયોગ થાય. ખેતીને બચાવી હોય તો એક એવા વિકલ્પ પર વિચાર કરવો જોઈએ. જેમાં સિંચાઈના પાણીનો બગાડ ન થાય. તેમાં હાઇડ્રોજેલ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. આવી સ્થિતિમાં હાઇડ્રોજેલનો ઉપયોગ કરીને ખેડૂતો ઓછા પાણીમાં પણ પાક ઉગાડી શકે છે.

વરસાદના પડછાયા હેઠળ આવતા ગુજરાતના ઉતર સૌરાષ્ટ્ર ના જિલ્લાઓ સહિત અનેક જિલ્લાઓમાં ખેડૂતોને વારંવાર ચોમાસાની બેવફાઈનો સામનો કરવો પડે છે. ખેતીનું કામ વરસાદ પર આધારિત છે. જેના કારણે જયારે વરસાદ ની નિયમિતા માં ફેરફાર થાય છે તે પાક ઉપર ઊંડી અસરો કરે છે. જેના કારણે ખેડૂતોને નુકશાની વેઠવી પડે છે. આ કારણે આપણે વારંવાર દુષ્કાળની સમસ્યાનો સામનો કરીએ છીએ. આવું કરવું ખેડૂતોનું ભાગ્ય બની જાય છે. આ વર્ષે પણ ચોમાસાની નિષ્ફળતાને કારણે ગુજરાત ના અમુક વિસ્તારો માં દુષ્કાળની સ્થિતિ સર્જાઈ છે. દુષ્કાળનો સામનો કરવા માટે ખેડૂતોને ખેતીની નવી પદ્ધતિઓ અપનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં, પાકમાં હાઇડ્રોજેલનો ઉપયોગ પણ ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.

હાઇડ્રોજેલ
હાઇડ્રોજેલ

હાઇડ્રોજેલ શું છે? 

હાઇડ્રોજેલ એક શ્રુંખલા છે કે જેમાં પાણીને સાચવી રાખવાની એક વિશેષ ક્ષમતા છે.  તે પાણીમાં ઓગળતું નથી. હાઇડ્રોજેલ નું જીવાણું દ્રારા વિધટન થઈ સકે છે જેના લીધે પ્રદુષણ પણ થતું નથી. વૈજ્ઞાનિકોએ ગુવારની શીંગોમાંથી હાઇડ્રોજેલ વિકસાવ્યું છે, જે સંપૂર્ણપણે કુદરતી પોલિમર છે. તે પાણીને શોષવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ તે પાણીમાં ઓગળતું નથી. આ ઉપરાંત, હાઇડ્રોજેલ બાયોડિગ્રેડેબલ છે, જેના કારણે પ્રદૂષણનું જોખમ નથી. હાઇડ્રોજેલનો ઉપયોગ પાણીને ખેતરમાં સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે. જયારે પાકને પાણીની જરૂરીયાત છે અને વરસાદ ન થાય ત્યારે હાઇડ્રોજેલમાંથી પાણી બહાર નીકળે છે અને તે પાણી પાકને પૂરું પાડે છે. જ્યારે ખેતરોમાં હાઇડ્રોજેલનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે હાઇડ્રોજેલ ગ્રાન્યુલ્સ સિંચાઈ અથવા વરસાદ દરમિયાન તેમની ક્ષમતા કરતા અનેક ગણું વધુ પાણી શોષી લે છે.

હાઇડ્રોજેલમાં પાણીને ૪ ગણી સંગ્રહ કરવાની ક્ષમતા છે. એક એકર જમીનમાં માત્ર ૧ થી ૨ કિલો હાઇડ્રોજેલની જરૂરીયાત છે. તે જમીનની ફળદ્રુપતાને નુકશાન કરતુ નથી અને ૪૦૦ થી ૫૦૦ સેલ્સિઅસ તાપમાનમાં પણ ખરાબ થતું નથી. તેને કારણે તેનો ઉપયોગ એવા વિસ્તાર માં કરવામાં આવે છે કે જ્યાં જમીન સૂકી હોય. હાઇડ્રોજેલ ના કણ વરસાદ કે સિંચાઇની પ્રધ્ધ્તી દરમિયાન પાણી નો સંગ્રહ કરે છે. જયારે વરસાદ કે સિંચાઈ ન આપી હોય ત્યારે હાઇડ્રોજેલમાંથી પાણી બહાર આવે છે, જેને કારણે પાકને પાણી મળે છે. જમીનમાં એક વાર હાઇડ્રોજેલ ઉપયોગ કરવાથી તે ૨ થી ૫ વર્ષ સુધી કામ કરે છે. હાઈડ્રોજેલની કિંમત 600 થી 800 રૂપિયા પ્રતિ કિલો છે. હાઇડ્રોજેલ પાણી સંગ્રહ કરવાનું કામ કરે છે, ત્યાર પછી તે જમીનમાં વિઘટીત થાય છે અને જમીનની ફળદ્રુપતાને નુકશાન પણ કરતું નથી.

હાઇડ્રોજેલનો ઉપયોગ દુષ્કાળનો સામનો કરવા માટે અસરકારક સાબિત થઈ શકે છે         

હાઇડ્રોજેલનો ઉપયોગ દુષ્કાળનો સામનો કરવા માટે એક અસરકારક ઉપાય સાબિત થઈ શકે છે. ખાતરના દાણાના કદના હાઇડ્રોજેલ્સ તેમના કદ કરતાં 400 ગણા પાણીનો સંગ્રહ કરે છે. જો 25 દિવસ સુધી પાણી ન હોય તો પણ હાઇડ્રોજેલ્સ પ્લાન્ટને પાણી આપવાનું ચાલુ રાખે છે.  વૈજ્ઞાનિકોના મતે, હાઇડ્રોજેલ ગ્રાન્યુલ્સનો છંટકાવ ખેતરોમાં સૂકી અને ભીની બંને જગ્યાએ કરી શકાય છે. તેની જમીન પર કોઈ આડઅસર થતી નથી. ડાંગરના પાકની રોપણી વખતે ખેતરોમાં હાઇડ્રોજેલના સૂકા દાણાનો છંટકાવ કરવામાં આવે છે. જ્યારે શાકભાજીની ખેતીમાં, હાઇડ્રોજેલ ગ્રાન્યુલ્સને પાણીમાં પલાળી અને છોડના મૂળની આસપાસ છાંટવામાં આવે છે. હાઇડ્રોજેલ ખેતરની જમીનમાં ચોંટી જાય છે અને તેમાં રહેલા પાણી અથવા ભેજને શોષી લે છે. જ્યારે ખેતરમાં ઉગાડવામાં આવેલ પાક પાણીની અછત અનુભવવા લાગે છે, ત્યારે હાઇડ્રોજેલ્સ ફાટી જાય છે. તેઓ જરૂરિયાત મુજબ છોડના મૂળમાં પાણી પહોંચાડવાનું કામ કરે છે. પાકની સિંચાઈ અથવા વરસાદ પછી હાઇડ્રોજેલ્સ ફરીથી પાણી શોષી લે છે. આ છોડને પાણીની અછતથી બચાવે છે. તેઓ છોડના મૂળમાં હવા પૂરી પાડવામાં પણ મદદરૂપ થાય છે. આ છોડનો યોગ્ય વિકાસ સુનિશ્ચિત કરે છે અને પાક ઉત્પાદનમાં પણ વધારો કરે છે. જો હાઈડ્રોજેલને વરસાદ પહેલા ખેતરોમાં ખેડીને જમીનમાં ભળી દેવામાં આવે તો તેની અસર આગામી એક વર્ષ સુધી તે ખેતરમાં ઉગાડવામાં આવતા તમામ પ્રકારના પાક પર પડે છે.વિશ્વના ઘણા દેશોમાં ખેતીમાં હાઇડ્રોજેલનો ઉપયોગ કરવામાં આવે છે.          વર્ષ 1950 માં, ઇજિપ્તના વૈજ્ઞાનિકોએ દુષ્કાળનો સામનો કરવા માટે હાઇડ્રોજેલ તૈયાર કર્યું. ધીમે ધીમે હાઇડ્રોજેલ ઉત્પાદનની ટેકનોલોજી સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગઈ. આપણા દેશમાં પણ 50 થી વધુ કંપનીઓ હાઇડ્રોજેલનું ઉત્પાદન કરે છે. શરૂઆતમાં હાઇડ્રોજેલ મોંઘા ભાવે ઉપલબ્ધ હતું. પરંતુ હવે તેની કિંમત માત્ર 600 થી ૧૦૦૦ રૂપિયા પ્રતિ કિલો છે. પાક પ્રમાણે હાઇડ્રોજેલનો ઉપયોગ થાય છે. ડાંગર, ઘઉં, મકાઈ વગેરે પાકોમાં હેક્ટર દીઠ ચાર કિલોના દરે હાઇડ્રોજેલનો છંટકાવ કરવામાં આવે છે. નિષ્ણાતોના મતે હાઇડ્રોજેલનો ઉપયોગ કરીને પાકની સિંચાઇમાં 60 ટકા પાણી બચાવી શકાય છે. જ્યારે યુરિયાનો ઉપયોગ પાકમાં થાય છે ત્યારે નાઈટ્રોજન પાણીમાં ભળે છે અને જમીનમાં જાય છે. જેના કારણે છોડને નાઈટ્રોજનનો પૂરો લાભ મળતો નથી. પરંતુ જ્યારે હાઇડ્રોજેલનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તે નાઇટ્રોજનને પણ શોષી લે છે અને છોડને સપ્લાય કરતું રહે છે. તે જમીનની ફળદ્રુપતાને નુકશાન કરતુ નથી અને ૪૦૦ થી ૫૦૦ સેલ્સિઅસ તાપમાનમાં પણ ખરાબ થતું નથી. એક વાર હાઇડ્રોજેલ ઉપયોગ કરવાથી તે ૨ થી ૫ વર્ષ સુધી કામ કરે છે. હાઇડ્રોજેલ પાણી સંગ્રહ કરવાનું કામ કરે છે, ત્યાર પછી તે જમીનમાં વિઘટીત થાય છે અને જમીનની ફળદ્રુપતાને નુકશાન પણ કરતુ નથી.

કેવી રીતે કામ કરે હાઇડ્રોજેલ ?

જયારે જમીનમાં પાણીની માત્રા ઓછી થઇ જાય ત્યારે હાઇડ્રોજેલ કામ કરવાનું શરૂ કરે છે. હાઇડ્રોજેલ પોતાના વજનના ૩૫૦-૪૦૦ ગણા વધારે પાણીનું શોષણ કરે છે. બીજ અંકુરણ, કોઈ પણ પાક ની શરૂઆતની અવસ્થામાં સૌથી વધુ મહત્વ પૂર્ણ કાર્ય કરે છે. મુખ્ય રુપથી એ સૂકી અને અર્ધસૂકી વિસ્તારમાં જમીનમાં પાણીના સ્તરને જાળવવા માટે હાઇડ્રોજેલ ઉપયોગ કરવો આવશ્યક છે. હાઇડ્રોજેલ જમીનની પોતાની સંગ્રહ કરવાની શક્તિ દ્રારા, પાકમાં પાણીના તણાવની પરિસ્થિતિ આવતા રોકે છે.

પ્રયોગ

સામાન્ય રીતે એક એકર માટે ૧.૫ થી ૨.૦ કિલો હાઇડ્રોજેલનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે, પરંતુ આ હાઇડ્રોજેલ નું સ્થાન જમીનની કે આબોહવા પર નિર્ભર છે. વધારે સારું પરિણામ માટે હાઇડ્રોજેલનો વાવણીના સમયે ઉપયોગ કરવો જોઈએ. આ જમીનમાં બીજ અંકુરણ સમયે વધુ ઉપયોગ થાય છે.

ઉપયોગ માટે કેટલાક મહત્વ ના મુદ્દા 

  1. હાઇડ્રોજેલને રેતાળ જમીન માં ૨.૫ કિલોગ્રામ/એકર, ૧૮ થી ૨૦ સેન્ટીમીટર ઊંડાઈએ પ્રયોગ કરવો જોઈએ.
  2. કાળી જમીન માટે ૨.૫ કિલોગ્રામ/ એકર, ૮ થી ૧૦ સેન્ટીમીટર ઊંડાઈએ હાઇડ્રોજેલનો ઉપયોગ કરવો જોઈએ.
  3. ખેતર તૈયાર થઇ જાય પછી ૨.૦ કિલોગ્રામ હાઇડ્રોજેલ ને ૧૦ થી ૧૨ કિલોગ્રામ સૂકી જમીન સાથે મિશ્રણ કરવામાં આવે છે અને તે મિશ્રણ ને બીજ અંકુરણ થાય ત્યારે ખેતર માં નાખવામાં આવે ત્યારે સારું પરિણામ આવે છે.
  4. નર્સરી પાક માં ૨ થી ૫ ગ્રામ હાઇડ્રોજેલ ને ૧ વર્ગ મીટર આકાર માં ૫ સેન્ટીમીટર ઊંડાઈ એ આપવામાં આવે છે.

આ પણ વાંચો : Important Role Of Women in Agriculture : કૃષિ અને સહયોગી ક્ષેત્રમાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More