Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

આ પાંચ શાકભાજીની ખેતી થકી તમારા ઘરે ઉભા થઈ જશે પૈસાના ઢગલા

બજારમાં આ ટોપ પાંચ શાકભાજીની માંગ ઘણી વધારે છે. આ ઉપરાંત ખેડૂતોને તેની ખેતીમાં વધુ મહેનત કરવાની જરૂર પણ નથી. આવી સ્થિતિમાં, ચાલો આપણે ફેબ્રુઆરી મહિનામાં ઉગાડવામાં આવતી ટોચની પાંચ શાકભાજી વિશે વિગતવાર જાણીએ

Amansinh Jadeja
Amansinh Jadeja
ફેબ્રુઆરીમાં ઉગાડો આ પાંચ શાકભાજી
ફેબ્રુઆરીમાં ઉગાડો આ પાંચ શાકભાજી

દેશ અને ગુજરાતના ખેડૂતોએ મહિના અને ઋતુ પ્રમાણે તેમના ખેતરમાં અલગ-અલગ પાકનું વાવેતર કરે છે, જેથી તેમને સમયસર સારી આવક મળી શકાય. આ ક્રમમાં, આજે અમે ખેડૂતો માટે ફેબ્રુઆરી મહિનામાં ઉગાડવામાં આવતી ટોચની પાંચ શાકભાજીની ખેતી વિશે માહિતી લાવ્યા છીએ, જેનું ખેડૂતો ફેબ્રુઆરી મહિનામાં વાવેતર કરી શકે છે અને સારો નફો મેળવી શકે છે. ખરેખર, આપણે જે શાકભાજી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તે છે તોરઈ, મરચાં, કારેલું, દુધી અને ભીંડા.

બજારમાં આ ટોપ પાંચ શાકભાજીની માંગ ઘણી વધારે છે. આ ઉપરાંત ખેડૂતોને તેની ખેતીમાં વધુ મહેનત કરવાની જરૂર પણ નથી. આવી સ્થિતિમાં, ચાલો આપણે ફેબ્રુઆરી મહિનામાં ઉગાડવામાં આવતી ટોચની પાંચ શાકભાજી વિશે વિગતવાર જાણીએ-

કારેલાની ખેતી
કારેલાની ખેતી

કારેલા ની ખેતી

ખેડૂતો ભાઇયો કારેલાની ખેતી પણ લગભગ તમામ પ્રકારની જમીનમાં થઈ શકાય છે. પરંતુ કારેલાના પાકમાંથી સારું ઉત્પાદન મેળવવા માટે, સારા ડ્રેનેજ બેક્ટેરિયાવાળી ચીકણી જમીન તેના સારા વિકાસ અને ઉત્પાદન માટે યોગ્ય ગણવામાં આવે છે.

ભીંડાની ખેતી

ઉનાળાની ઋતુમાં બજારમાં લોકોએ ભીંડાની શાકભાજી સૌથી વધુ ખરીદે છે. આ એક એવી શાકભાજી છે જેને દેશના મોટાભાગના ભાગોમાં ઉગાડવામાં આવે છે. ભીંડાની ખેતી માટે ત્રણ મુખ્ય વાવેતર સીઝન ફેબ્રુઆરી-એપ્રિલ, જૂન-જુલાઈ અને ઓક્ટોબર-નવેમ્બર શ્રેષ્ઠ ગણાએ છે. આ સમયગાળા દરમિયાન ખેડૂતો ભીંડાની ખેતી કરીને સારી આવક મેળવી શકે છે.

મરચાની ખેતી

મરચાંની ખેતી ખરીફ અને રવિ પાક તરીકે કરી શકાય છે. ખેડૂત ભાઇયો તમે ગમે ત્યારે તમારા ખેતરમાં મરચાનો પાક વાવી શકો છે. ખરીફ પાક માટે વાવણીના મહિના મે થી જૂન છે જ્યારે રવિ પાક માટે સપ્ટેમ્બરથી ઓક્ટોબર છે. પરંતુ જો તમે ઉનાળુ પાક તરીકે મરચાંની ખેતી કરો છો તો જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના શ્રેષ્ઠ ગણાય છે.

દુધીની ખેતી
દુધીની ખેતી

તોરઈની ખેતી

તોરઈનું વાવેતર લગભગ તમામ પ્રકારની જમીનમાં કરી શકાય છે. આ સિવાય તેને બેક્ટેરિયા યુક્ત નાળામાં પણ વાવી શકાય છે. તોરાઈની ખેતી માટે ગરમ અને ભેજવાળું વાતાવરણ જરૂરી હોય છે.તેની ખેતી શરૂ કરવા માટે ફેબ્રુઆરી એ શ્રેષ્ઠ મહિનો છે. જણાવી દઈએ કે તોરઈના બીજમાંથી તેલ પણ મેળવી શકાય છે. આ સિવાય તેમાં પાણીનું પ્રમાણ વધુ હોવાને કારણે તેના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ હોવાનું જાણવા મળે છે.

દૂધીની ખેતી

દેશના કોઈ પણ ખુણાના ખેડૂતો હોય તે પહાડી વિસ્તારોથી માંડીને મેદાની વિસ્તારો સુધી આસાનીથી દુધીની ખેતી કરી શકે છે. દુધીની ખેતી માટે ગરમ અને ભેજવાળું વાતાવરણ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. તેના બીજને ખેતરમાં વાવતા પહેલા 24 કલાક પાણીમાં પલાળી રાખો. તે બીજ અંકુરણની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. આ પ્રક્રિયા પછી બીજ વાવવા માટે તૈયાર છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More