વિતેલા વર્ષની સરખામણિએ આ વર્ષે ઘઉંની ખેતી ખેડૂતો માટે વધુ નફાકારક સાબિત થવા જઈ રહી છે. કારણ કે દેશભરના બજારોમાં નવા ઘઉંનું આગમન થયું છે. અને શરૂઆતમાં ઘઉંના પાકને ખૂબ જ સારા ભાવ મળી રહ્યા છે. ઘઉંના ભાવ વિતેલા વર્ષની સરખામણિએ આ વર્ષે એમસપીના ભાવ કરતા પણ વધું છે. ઘઉંના ભાવમાં થતા વધારાએ ખેડૂતોને ખુશી આપી રહ્યા છે. આથી ખેડૂતોને આશા છે કે વધારો ચાલૂ રહેશે અને તેમને તેમના પાકનું સારો એવો ભાવ મળશે.
ઘઉંના ભાવ સતત વધી રહ્યા છે.
બજારના નિષ્ણાતોનું માનીએ તો ઘઉંના ભાવમાં વધારો થવાનો આ તબક્કો ભવિષ્યમાં પણ ચાલૂ રહેવાની શક્યતા છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે દેશભરના બજારોમાં નવા ઘઉંની આવક થઈ ગઈ છે. જેના કારણે ભાવ સતત વધી રહ્યા છે. આ વધારો આગામી કેટલાક મહિનાઓ સુધી ચાલુ રહેશે. જો કે તે પછી થોડો ઘટાડો જોવા મળી શકે છે. પરંતુ કિંમતો એમએસપી કરતા ઉપર રહેશે. નિષ્ણાતોના મતે ઘઉંની સ્થાનિક માંગ ઘણી સારી છે. ત્યારે નિકાસ બજારમાં પણ ભારતીય ઘઉંની ઘણીં માંગ છે. જેના કારણે હાલમાં ભાવ ઘટવાની કોઈ શક્યતા નથી.
આ પણ વાંચો: ખેડૂતો માટે મોદી સરકાર લઈને આવી નવી યોજના, જાણો તેથી શું થશે ફાયદા
ઘઉંનું ભાવ એમએસપી કરતા ઉપર
એમ તો ઘઉંના ભાવ દરેક રાજ્યમાં અલગ-અલગ હોય છે. પરંતુ આ વર્ષે મોટા ભાગની મંડીઓમાં ઘઉંના ભાવ એમએસપી કરતા ઉપર છે.જણાવી દઈએ કે હાલમાં કેન્દ્ર સરકાર ઘઉં ખરીદવા માટે 2275 રૂપિયા એમએસપી નક્કી કરી છે. જ્યારે ઘઉંની સરેરાશ કિંમત 2,275 પ્રતિ ક્વિન્ટલના આજુ-બાજુ રહે છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના એગમાર્કનેટ પોર્ટલ મુજબ, સોમવારે કર્ણાટકની ગડગ મંડીમાં ઘઉંને શ્રેષ્ઠ ભાવ મળ્યો હતો જ્યાં, ઘઉંની ઉપજ રૂ. 5039/ક્વિન્ટલના ભાવે વેચાઈ હતી. જ્યારે મધ્ય પ્રદેશની અષ્ટ મંડીમાં ઘઉંનો ભાવ 4500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો.
એમપીમાં ઘઉંની કિંમત 3,960/ ક્વિન્ટલ
આ ઉપરાંત મધ્યપ્રદેશની અશોકનગર મંડીમાં ઘઉંનો ભાવ રૂ.3960/ક્વિન્ટલ, શરબતી મંડીમાં રૂ.3780/ક્વિન્ટલ, કર્ણાટકની બીજાપુર મંડીમાં રૂ.3700/ક્વિન્ટલ અને ગુજરાતની સેચોર મંડીમાં રૂ.3830/ક્વિન્ટલ હતો. જો આપણે અન્ય રાજ્યોની વાત કરીએ તો ત્યાં પણ કિંમતો MSPની બરાબર અથવા તેનાથી ઉપર ચાલી રહી છે.
તમને જણાવી દઈએ કે કોઈપણ પાકની કિંમત તેની ગુણવત્તા પર પણ નિર્ભર કરે છે. આવી સ્થિતિમાં વેપારીઓ ગુણવત્તા પ્રમાણે ભાવ નક્કી કરે છે. પાકની ગુણવત્તા જેટલી સારી હશે તેટલી સારી કિંમત મળશે. જો તમે પણ તમારા રાજ્યની મંડીઓમાં વિવિધ પાકોના ભાવ જોવા માંગતા હો, તો તમે સત્તાવાર વેબસાઇટ https://agmarknet.gov.in/ પર જઈને સંપૂર્ણ સૂચિ તપાસી શકો છો.
Share your comments