Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

મોદી સરકારનો મોટો નિર્ણય, આ સ્કીમો પર નહીં વધે પ્રીમિયર

નાણાં મંત્રાલયે વડાપ્રધાન જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY ) અને પ્રધાન સુરક્ષા વીમા યોજના (PMSBY) માટેનું પ્રીમિયમ જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. નાણાકીય વર્ષ 2021-22 માટે તેનું પ્રીમિયમ સમાન રહેશે. જીવન જ્યોતિ વીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ 330 રૂપિયા છે જ્યારે સુરક્ષા બીમા યોજના માટેનું વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયા છે.

Sagar Jani
Sagar Jani

નાણાં મંત્રાલયે વડાપ્રધાન જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY ) અને પ્રધાન સુરક્ષા વીમા યોજના (PMSBY) માટેનું પ્રીમિયમ જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. નાણાકીય વર્ષ 2021-22 માટે તેનું પ્રીમિયમ સમાન રહેશે. જીવન જ્યોતિ વીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ 330 રૂપિયા છે જ્યારે સુરક્ષા બીમા યોજના માટેનું વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયા છે.

વીમા કંપની પ્રીમિયમમાં 20 ટકાનો વધારો કરવાની માંગ કરી રહી હતી. જો કે સરકારે નિર્ણય કર્યો છે કે જો પ્રીમિયમ વધારવામાં આવે તો તેના સભ્યો પર તેની ખરાબ અસર પડે છે. આ બંને યોજનાઓ 30 જૂન સુધી નવીકરણ કરી શકાશે. જીવન જ્યોતિ વીમા યોજનાએ એક ટર્મ પ્લાન જેવી છે જ્યારે સુરક્ષા વીમા યોજના આકસ્મિક વીમો છે.આ આપણા દેશની સસ્તી વીમા યોજના છે. બંને અંતર્ગત 2 લાખ રૂપિયાનો લાભ મળશે. આપણા  દેશમાં 2 લાખની ટર્મ પ્લાનનું સરેરાશ પ્રીમિયમ 900-1000 રૂપિયા સુધીનું છે.આકસ્મિક કવર માટે પણ 600-700 રૂપિયા ચુકવવા પડે છે.

અત્યાર સુધીમાં કેટલા ક્લેમ કરવામાં આવ્યા

PMJJBY યોજના હેઠળ અત્યાર સુધીમાં 4 લાખ 65 હજારથી વધુનોં ક્લેમ  કરવામાં આવ્યો છે, જેની કુલ કિંમત 9307 કરોડ છે. એપ્રિલ 2020માં કોરોના સંકટ પછીથી અત્યાર સુધીમાં 1.2 લાખ ક્લેમ કરવામાં આવ્યા છે, જેની કિંમત 2403 કરોડ છે.PMSBY હેઠળ 31 મે 2021 સુધી 82660 ક્લેમ કરવામાં આવ્યા છે, જેની કિંમત 1629 કરોડ રૂપિયા છે.

7 દિવસમાં કેશનો નિકાલ કરવાનો હુકમ

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત જો કોઈ કોરોનાથી મરી જાય છે, તો તે પણ આવરી લેવામાં આવે છે. જૂનના પહેલા અઠવાડિયામાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે કહ્યું હતું કે PMJJBY અને PMASBY યોજના હેઠળના દાવાઓને 7 દિવસની અંદર સમાધાન કરાવવામાં આવશે. અગાઉ વીમા કંપનીઓ માટે 30 દિવસનો સમય હતો.

શુ છે PMSBY યોજના

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના એક સરકારી આકસ્મિક નીતિ (વ્યક્તિગત અકસ્માત વીમા યોજના) છે. આ યોજનામાં એક વર્ષ માટે આકસ્મિક મૃત્યુનો સમાવેશ થાય છે એટલે કે અકસ્માત અને અકસ્માતમાં અપંગતાને કારણે મૃત્યુ. આ યોજના દર વર્ષે નવીકરણ કરવામાં આવે છે. આ યોજનામાં ત્રણ પ્રકારનાં લાભો ઉપલબ્ધ છે.પ્રથમ લાભ આકસ્મિક મૃત્યુને લગતો છે. જો વીમા થયેલ વ્યક્તિનું મૃત્યુ થાય છે, તો નોમિનીને 2 લાખ રૂપિયા મળશે. જો કોઈ અકસ્માતમાં પોતાના હાથ, પગ અથવા આંખો ગુમાવે છે, તો તેને 2 લાખનો લાભ મળશે. જો તે એક આંખની દૃષ્ટિ ગુમાવે છે અથવા એક પગ અથવા હાથથી અક્ષમ છે, તો તેને 1 લાખનો લાભ મળશે.આ યોજનાનું પ્રીમિયમ વાર્ષિક માત્ર 12 રૂપિયા છે.

PMJJBY યોજના શું છે?

PMJJBY માં 55 વર્ષની વય સુધી લાઈફ કવર ઉપલબ્ધ છે. તે એક પ્રકારનો મુદત વીમો છે જે દર વર્ષે નવીકરણ કરવો પડે છે. આમાં વીમાધારકના મોત પર તેના પરિવારના સભ્યોને સરકાર તરફથી 2 લાખ રૂપિયા મળે છે. ઉપરાંત અન્ય રોગોની સાથે કોરોના રોગચાળો પણ આવરી લેવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ કોરોનાથી મરી જાય છે, તો પણ પરિવાર પૈસા માટે દાવો કરી શકે છે. આ યોજના દર વર્ષે નવીકરણ કરવામાં આવે છે.તેનું વાર્ષિક પ્રીમિયમ 330 રૂપિયા છે.

ઉલ્લેખનીય છે કે, મોદી સરકારનો આ નિર્ણય લોકો માટે ખૂબ મહત્વનો સાબિત થઈ શકે છે. નાણાં મંત્રાલયે વડાપ્રધાન જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY ) અને પ્રધાન સુરક્ષા વીમા યોજના (PMSBY) માટેનું પ્રીમિયમ જાળવી રાખવાનો નિર્ણય લીધો છે.

Related Topics

PM MODI Schem modi government

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More