કવીન ઓફ રાઈસ તરીકે ઓળખાતા બાસમતી ચોખાનો વિસ્તાર આ વર્ષે ઓછો હોવાનો અંદાજ છે. આનું મુખ્ય કારણ રેટ છે. ડાંગરનો ન્યૂનતમ ટેકાનો ભાવ (એમએસપી) પ્રતિ ક્વિન્ટલ રૂ. 1868 થી 1888 હતો જ્યારે બાસમતી ચોખા ફક્ત 2000 થી 2400ના દરે વેચાઇ રહ્યો હતો. જ્યારે આ ચોખાનો ખર્ચ પણ સામાન્ય ચોખા કરતા ઘણી વધારે છે. આ ઉપરાંત બીજનું વેચાણ પણ ઘટ્યું છે. આ કારણે જ વાવેતરમાં ઘટાડો થવાનો અંદાજો છે.
બાસમતી એક્સપોર્ટ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન (બીઇડીએફ)ના પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ ડો.રિતેશ શર્મા કહે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં બાસમતી ચોખાનું 19થી 20 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવી રહ્યું હતું.આ વખતે તેમાં 5થી 8 ટકાનો ઘટાડો થઈ શકે છે. કારણ કે આ વર્ષે બિયારણની માંગ પણ ઓછી રહી છે.
શુ ઉત્પાદનમાં વધારો થયો હતો ?
ડૉ. રિતેશ શર્માના મત અનુસાર બાસમતી -1509 જાતની વાવણીમાં વધુ ઘટાડો થઈ શકે છે. ગયા વર્ષે તેનું વાવેતર વધુ હતું. કારણ કે તે ટૂંકા દિવસનો પાક છે. સમયનો બચાવ થાય છે. આ પાકમાં રીગ પણ ઓછો આવે છે. તેની વાવણીથી ઉત્પાદનમાં વધારો થાય છે. તે પુસા બાસમતી -1509ની વાવણીથી લઇને 110-115 દિવસ લે છે. તેની સરેરાશ ઉપજ પ્રતિ હેક્ટર 50 ક્વિન્ટલ છે. પરંતુ કેટલાક સ્થળોએ વધુમાં વધુ 65 ક્વિન્ટલ ઉપજ લઈ શકાય છે.
સાત રાજ્યોના ફકત 95 જિલ્લામાં બાસમતીની ખેતી
બાસમતી લાંબી દાણા વાળો સુગંધિત ચોખા છે. તે તેના અનન્ય સ્વાદ અને ગુણને કારણે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે .સાત રાજ્યોના 95 જિલ્લાઓને તેનો ભૌગોલિક સંકેત (જીઆઈ) ટેગ મળ્યો છે. જેમાં પંજાબ, હરિયાણા, જમ્મુ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે.
સૌથી વધુ નિકાસ
ભારત માત્ર બાસમતીનો સૌથી મોટો ઉત્પાદક જ નહીં પરંતું નિકાસકાર પણ છે. ભારત વિશ્વનો સૌથી મોટો ચોખાનો નિકાસ કરતો દેશ છે, જેનો વૈશ્વિક હિસ્સો લગભગ 25 ટકા છે. અમે વાર્ષિક આશરે 30 હજાર કરોડના બાસમતી ચોખાની નિકાસ કરી રહ્યા છીએ.
બાસમતી શબ્દનો અર્થ
બાસમતી શબ્દ સંસ્કૃત શબ્દો બાસ અને માયપ પરથી આવ્યો છે. બાસ એટલે સુગંધ અને માયપનો અર્થ થાય છે ઊંડાઈ સુધી ઢંકાયેલ. મતીનો એક અર્થ રાણી પણ થાય છે. તમને જણાવી દઈએ કે બાસમતીની સુગંધ એટલી શાનદાર હોય છે એક ઘરે બનતા બાસમતીની સુગંધ બીજા ઘર સુધી આવતી હોય છે.
ભારતમાં કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા?
ભારતમાં આ ચોખા હિમાલયની તળેટીમાં ઉગાડવામાં આવતા હતા. હવે તેના હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને જમ્મુ-કાશ્મીરમાં તેનું ઉત્પાદન થાય છે. એવું પણ કહેવાય છે કે પ્રાચીન ભારતમાં પણ બાસમતી ઉગાડવામાં આવતા હતા.એરોમેટિક રાઇસ પુસ્તકમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે તેના અસ્તિત્વના પુરાવા હડપ્પા-મોહેંજોદારોની ખોદકામમાં મળી આવ્યા છે. બીબીસીના એક અહેવાલમાં આનો ઉલ્લેખ છે. ઘણી જગ્યાએ એવી માન્યતા છે કે જ્યારે પર્સિયન વેપારીઓ વેપાર માટે ભારત આવ્યા હતા, ત્યારે તેઓ હીરા વગેરે સાથે લાવ્યા હતા અને સાથે સાથે ઉત્તમ સુગંધિત ચોખા પણ સાથે લાવ્યા હતા.
સુગંધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં બાસમતીની ખૂબ માંગ
ભારત તેનો સૌથી મોટો ઉત્પાદક છે. વિશ્વમાં બાસમતી ચોખાના નિકાસમાં ભારતનો કુલ હિસ્સો 70 ટકાથી વધુ છે, જ્યારે પાકિસ્તાનનો હિસ્સો 30 ટકાથી ઓછો છે.તેનું કારણ એ પણ છે કે તે ભારતના ઘણા રાજ્યોમાં ઉગાડવામાં આવે છે. વર્ષ 2020-21માં, એપ્રિલથી ફેબ્રુઆરીની વચ્ચે, ભારતે બાસમતીનું 41.5 લાખ ટન બાસમતીનું આશરે 27 હજાર કરોડમાં વેચાણ કર્યું હતું. પાકિસ્તાની મીડિયા સંગઠન અનુસાર, તેમનો દેશ એક અરબ ડોલર સુધીની કિંમતી સુધી બાસમતીના નિકાસ કરે છે.
Share your comments