Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

Explained: ભારત કે પાકિસ્તાન? આખરે કોના છે બાસમતી ચોખા?

સુગંધિત અને લાંબા દાણા વાળા બાસમતી ચોખાને વિશ્વનો સૌથી શ્રેષ્ઠ ચોખા માનવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારત તેનો સૌથી મોટો ઉત્પાદક છે. પરંતુ હવે પાકિસ્તાન બાસમતી ચોખાને લઈને ભારત સામે વિવાદમાં ઉતર્યું છે.

Sagar Jani
Sagar Jani
Rice
Rice

સુગંધિત અને લાંબા દાણા વાળા બાસમતી ચોખાને વિશ્વનો સૌથી શ્રેષ્ઠ ચોખા માનવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારત તેનો સૌથી મોટો ઉત્પાદક છે. પરંતુ હવે પાકિસ્તાન બાસમતી ચોખાને લઈને ભારત સામે વિવાદમાં ઉતર્યું છે.

ભારતે બાસમતીના સંરક્ષિત ભૌગોલિક સંકેત (પીજીઆઈ) ટેગ માટે યુરોપિયન યુનિયન (ઇયુ) ને અરજી કરી છે.  મંજૂરી મળવા પર  યુરોપિયન યુનિયનમાં આ બાસમતી ચોખા ઉપર ભારતનો નો માલિકીનો હક હશે. પરંતુ આ રસ્તો ધારીએ એટલો સરળ નથી.  પાકિસ્તાન આ બાબતના વિરોધમાં ઉતર્યું હતું. હકીકતમાં તો પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોમાં યુરોપમાં ચોખાના મોટા નિકાસકાર તરીકે ઉભરી આવ્યો છે અને તેને એ વાતનો  ડર છે કે ટેગ મળે તો ભારત તેનું બજાર હડપી લેશે.

કેમ લડી રહ્યું છે પાકિસ્તાન ?

ભારત બાસમતી ચોખાનો સૌથી મોટા નિકાસકાર દેશ છે. બાસમતી ચોખાની નિકાસ કરી ભારત દર વર્ષે આશરે 6.8 અરબ ડોલરનો નફો મેળવે છે. તેની સામે પાકિસ્તાનને આમાંથી 2.2 અરબ ડોલરની આવક થાય છે.  હવે તે ચોખાની નિકાસમાં વધારો કરી રહ્યો છે.  આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે પણ આ એક મોટી મદદ છે, જેથી તે મહત્તમ લાભ મેળવી શકે.  હવે ભારતની ટેગ  મેળવવાની બાબતથી પાકિસ્તાનને ડર છે કે તે તેનું બજાર ભારત છીનવી લેશે. ઉપરાંત તેને એમ પણ લાગે છે કે આખાવિશ્વને લાગશે કે શ્રેષ્ઠ બાસમતી ભારતના છે.

આ મામલે ભારત શુ કહે છે!!!

બીજી તરફ ભારતનું કહેવું છે કે ભારતે બાસમતી ચોખાનો એકલો ઉત્પાદનકર્તા છે એવું ક્યારેય કહ્યું નથી. તો વળી ટેગ લેવાથી બજારમાં સ્વસ્થ પ્રતિયોગીતા વધશે. તેનાથી બાસમતી ચોખાની જાત પર વધુ ધ્યાન અપાશે

હવે ભારતીય કેરી પર ચીનની નજર, આવો છે ડ્રેગનનો પેંતરો

Rice
Rice

 શું છે આ ટેગ અને શા માટે તે જરૂરી છે ?

આ દરમિયાન પ્રશ્ન ઉઠે છે કે આખરે આ જી.આઈ. ટેગ  શું છે અને તેને લેવા કે ન લેવા પર શુ ફરક પડે છે. તેનું પૂરું નામ પ્રોટેક્ટેડ જીયોગ્રાફીકલ ઈન્ડિકેશન છે, જે એક પ્રકારની કોપી રાઈટ છે. તે કોઈ ચોક્કસ ક્ષેત્રના ચોક્કસ ઉત્પાદન પર આપવામાં આવે છે, જે સૌથી સારું અને શ્રેષ્ઠ હોય છે. દાખલા તરીકે   ભારતની બનારસી સાડી.  તેથી આ ટેગ ન  વિશેષ ઓળખને માન્યતા આપે છે જેથી લોકો, તેની સાથે સંકળાયેલા કામદારો તેમના કામ માટે ક્રેડિટ અને નફો મેળવી શકે.

જી આઈ ટેગ ઘણા ઉત્પાદનોને મળે છે

આ ટેગ ઘણી ખરી ચીજો માટે લઈ શકાય છે, જેમ કે, કૃષિ ઉત્પાદનો.  તેમાં ચોખા, દાળ તેમજ મસાલાથી માંડીને ચાના પાંદડા પણ શામેલ છે.  ઉપરાંત સાડી, દુપટ્ટા જેવા હસ્તકલાનો માલ માટે પણ આ ટેગ મેળવી શકાય છે. મેન્યુફેક્ચરિંગ ઉત્પાદિત માલ પર પણ આ ટેગ ઉપલબ્ધ હોય છે, જેમ કે કોઈ ચોક્કસ સ્થળના પરફ્યુમ અથવા ચોક્કસ દારૂ.  એ જ રીતે, ખાદ્ય પદાર્થો પર પણ જીઆઈ ટેગ  લઈ શકાય છે, જે કોઈ વિશિષ્ટ ભૌગોલિક ક્ષેત્રના ખાસિયત હોય .

બાસમતી ચોખાનો ઈતિહાસ

ચોખાને લઈને પાકિસ્તાન હવે ભારત પર ગુસ્સે છે અને તેના પર દાવો પણ કરી રહ્યું છે. પરંતુ આ ચોખા ખરેખર ક્યાંથી છે?  આ માટે આપણે ઇતિહાસમાં જવું પડશે.  બાસમતી શબ્દ સંસ્કૃત શબ્દો બાસ અને માયપ પરથી આવ્યો છે.  બાસ એટલે સુગંધ અને માયપનો અર્થ થાય છે ઊંડાઈ સુધી ઢંકાયેલ. મતીનો એક અર્થ પણ રાણીથાય છે. તમને જણાવી દઈએ કે બાસમતીની સુગંધ એટલી શાનદાર હોય છે એક ઘરે બનતા બાસમતીની સુગંધ બીજા ઘર સુધી આવતી હોય છે.

ભારતમાં આ ચોખા હિમાલયની તળેટીમાં ઉગાડવામાં આવતા હતા.  હવે ત હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને જમ્મુ-કાશ્મીરમાં તેનું ઉત્પાદન થાય છે.  એવું પણ કહેવાય છે કે  પ્રાચીન ભારતમાં પણ બાસમતી ઉગાડવામાં આવતી હતી.  એરોમેટિક રાઇસ પુસ્તકમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે તેના અસ્તિત્વના પુરાવા હડપ્પા-મોહેંજોદારોની ખોદકામમાં મળી આવ્યા છે.  બીબીસીના એક અહેવાલમાં આનો ઉલ્લેખ છે.  ઘણી જગ્યાએ એવી માન્યતા છે કે જ્યારે પર્સિયન વેપારીઓ વેપાર માટે ભારત આવ્યા હતા, ત્યારે તેઓ હીરા વગેરે સાથે લાવ્યા હતા અને સાથે સાથે ઉત્તમ સુગંધિત ચોખા પણ સાથે લાવ્યા હતા.

સુગંધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં બાસમતીની મોટી માંગ

ભારત તેનો સૌથી મોટો ઉત્પાદક છે.  વિશ્વમાં બાસમતી ચોખાના નિકાસમાં ભારતનો કુલ હિસ્સો 70 ટકાથી વધુ છે, જ્યારે પાકિસ્તાનનો હિસ્સો 30 ટકાથી ઓછો છે.  તેનું કારણ એ પણ છે કે તે ભારતના ઘણા રાજ્યોમાં ઉગાડવામાં આવે છે.  વર્ષ 2020-21માં, એપ્રિલથી ફેબ્રુઆરીની વચ્ચે, ભારતે બાસમતીનું 41.5 લાખ ટન બાસમતીનું આશરે 27 હજાર કરોડમાં વેચાણ કર્યું હતું. પાકિસ્તાની મીડિયા સંગઠન અનુસાર, તેમનો દેશ એક અરબ ડોલર સુધીની કિંમતી સુધી બાસમતીની નિકાસ કરે છે.

બાસમતીને ટેગની શી જરૂર

જ્યારે ભારતને તેના ઉત્પાદન માટે મોટી બજાર અને પર્યાપ્ત ભાવ મળી રહ્યો છે, તો પછી ટેગની શું જરૂર છે?  અથવા ટન પાકિસ્તાનને આ બાબતે શુ પ્રશ્ન ?  આની પાછળ, અસુરક્ષા કરતા બાસમતી ચોખાને બચાવવાની વાત છે.  હકીકતમાં, એવું થઈ રહ્યું છે કે દેશના ઘણા રાજ્યો તેનું નિર્માણ કરી રહ્યા છે.  તેમાંથી ઘણા લોકો ટેગની માંગી કરી  શકે છે, જ્યારે આ ટેગ ફક્ત એક જ ક્ષેત્રને મળે .

ગુણવત્તા અને ઈતિહાસના  આધારે ટેગ આપવાની વાત

ઉદાહરણ તરીકે મધ્યપ્રદેશે કેન્દ્ર પાસેથી બાસમતી માટે જીઆઈ ટેગની માંગ પણ કરી છે, જો કે.ઐતિહાસિક રીતે આ રાજ્ય ક્યારેય બાસમતીનું ઉત્પાદન કરતું પ્રથમ ક્ષેત્ર નથી રહ્યું. તો આવી સ્થિતિમાં જો તેને ટેગ મળે તો અન્ય રાજ્યોમાં રોષ આવે છે અથવા તો તેઓ પણ  ટેગની માંગ કરી શકે છે.  આના કારણે  ચોખાની ગુણવત્તામાં ફેરફાર થશે અને  આંતરરાષ્ટ્રીય બજારમાં ચોખાની માંગ ઘટાડશે.  આ જ કારણ છે કે રાજ્યને બાસમતીની એક અને શ્રેષ્ઠ જાતબઉત્પન્ન કરવા માટે ટેગ આપવાની બાબત છે જેથી ગુણવત્તા રહે અને બજારમાં માંગ પ્રભાવિત ન થાય.

Related Topics

Basmati Rice Inida Pakistan

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More