Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

અશ્વગંધા છે ઔષધીય પાક, બીજા પાકો કરતા આપશે બમણી આવક

અશ્વગંધાનો પાક એક એવું પાક છેયજેનો પ્રયોગ વિવિધ પ્રકારની દવાઓ બનાવવા માટે થાય થાય છે. સરળ ભાષામાં કહીએ તો તે એક આર્યુવેદિક ઔષધી છે. આની ખેતીની વાત કરીએ તો અશ્વગંધા બારમસી છોડ છે. તણાવ અને ઘણી બધી બીજી બીમારીઓ દૂર કરવા માટે તેના ફળો, બીજ અને છાલનો પૉવડર બનાવવામાં આવે છે. કબ્જનો સૌથી મોટા ઈલાજ એજ છે.

Amansinh Jadeja
Amansinh Jadeja

અશ્વગંધાનો પાક એક એવું પાક છેયજેનો પ્રયોગ વિવિધ પ્રકારની દવાઓ બનાવવા માટે થાય થાય છે. સરળ ભાષામાં કહીએ તો તે એક આર્યુવેદિક ઔષધી છે. આની ખેતીની વાત કરીએ તો અશ્વગંધા બારમસી છોડ છે. તણાવ અને ઘણી બધી બીજી બીમારીઓ દૂર કરવા માટે તેના ફળો, બીજ અને છાલનો પૉવડર બનાવવામાં આવે છે. કબ્જનો સૌથી મોટા ઈલાજ એજ છે.

અશ્વગંધાનો પાક એક એવું પાક છેયજેનો પ્રયોગ વિવિધ પ્રકારની દવાઓ બનાવવા માટે થાય થાય છે. સરળ ભાષામાં કહીએ તો તે એક આર્યુવેદિક ઔષધી છે. આની ખેતીની વાત કરીએ તો અશ્વગંધા બારમસી છોડ છે. તણાવ અને ઘણી બધી બીજી બીમારીઓ દૂર કરવા માટે તેના ફળો, બીજ અને છાલનો પૉવડર બનાવવામાં આવે છે. કબ્જનો સૌથી મોટા ઈલાજ એજ છે. એટલે બજારોમાં તેણી માંગણી હમેશા રહે છે. તેની ખેતી કરવાથી ખેડૂતોને જેટલો નફો બીજા પાકોથી મળે છે તેથી બમણો નફો આ એકલો અશ્વગંધા આપી દે છે. જેના કારણે દેશભરના ખેડૂતો તેની ખેતી કરવા માંડ્યા છે.

લાલ માટી છે યોગ્ય

અશ્વગંધાની ખેતી માટે ખેતરમાં ભેજ હોવુ જોઈએ અને તેની ખેતી રેતાળ લોમ અને લાલ માટી ધરાવતી જમીન પર હોવી જોઈએ. જમીનો પીએચ મૂલ્ય 7.5થી 8 ની વચ્ચે થવું જોઈએ. તેથી અશ્વગંધાની ઉપજ સારી મળશે. તે ગરમ વિસ્તારોમાં વાવવામાં આવે છે. અશ્વગંધાની ખેતી માટે 25થી 30 ડિગ્રી તાપમાન અને 500-750 મીમી વરસાદ જરૂરી છે. છોડના વિકાસ માટે ખેતરમાં ભેજ હોવો જોઈએ.

અશ્વગંધા ઔષધિની વૈજ્ઞાનિક પદ્ધતીથી ખેતીથી કરી શકો છો લાખોની કમાણી

અશ્વગંધાની ખેતી માટેની બાબતો

અશ્વગંધાની ખેતી માટે પ્રતિ હેક્ટર 10થી 12 કિલો બિયારણની જરૂર હોય છે. વાવ્યા પછી બીજનુ અંકુરણમાં 7થી 8 દિવસનો સમય લાગે છે. અશ્વગંધાના બીજને વાવવાની બે પદ્ધતિઓ છે. એક છે છોડનો અંતર 5 સેમી અને લાઈન-ટુ-લાઈનનું અંતર 20 સેમી રાખવામાં આવે. અને બીજી છે છંટકાવ પદ્ધતિ .આ પદ્ધતિથીમાં વધુ સારી વાવણી થાય છે. હળવું ખેડાણ કર્યા બાદ તેને રેતીમાં ભેળવીને ખેતરમાં છાંટવામાં આવે છે. એક ચોરસ મીટરમાં ત્રીસથી ચાલીસ છોડ છે. અશ્વગંધાની લણણી જાન્યુઆરીથી માર્ચ સુધી ચાલે છે. તે ઉખેડી નાખવામાં આવે છે અને છોડને મૂળથી અલગ કરવામાં આવે છે. મૂળના નાના ટુકડા સૂકવવામાં આવે છે. બીજ અને સૂકા પાંદડા ફળથી અલગ કરવામાં આવે છે.

બિહાર જેવા રાજ્યમાં પણ ખેડૂતો અશ્વગંધાની ખેતી તરફ વળ્યા

બિહાર એક એવુ રાજ્ય છે જ્યાં અશ્વગંધાની ખેતી તરફ ખેડૂતો સૌથી વધુ વળ્યા છે. વીતેલા વર્ષોની સરખામીએ ત્યાં ખેડૂતો હવે સૌથી વધુ અશ્વગંધાને વાવી રહ્યા છે. બિહારના બેગુસરાય અને ભાગલપુર એવા જિલ્લાઓ છે જયાં પ્રાયોગિક ધોરણે તેની ખેતી કરવામાં આવી હતી અને જે સફળ રહી હતી. હવે રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો ઉત્તર બિહારના ગોપાલગંજ, સિવાન અને સારણ જેવા બિહારના અન્ય ભાગોમાં તેની ખેતી કરવાની યોજના બનાવી રહ્યા છે. સાથે જ કેન્દ્ર સરકારની આબોહવા મૈત્રીપૂર્ણ ખેતી હેઠળ પણ બિહારમાં અશ્વગંધાની ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યો છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More