જાપાન એક એવું દેશ છે જે પોતાના ટેક્નોલિજી માટે વિશ્વભરમાં ફેમસ છે. તેની પાસે એવી-એવી ટેક્નોલોજી છે જેના માટે બીજા દેશના લોકોએ વિચારી પણ નથી શકતા. જ્યાં એક બાજુ વિશ્વના કોઈ પણ ખૂણામાં 7ની તીવ્રતાનું ભૂકંપ ધરતીને ફાડી નાખે છે, ત્યારે જાપાનની ટેકનોલોજીના કારણે ત્યાં 8ની તીવ્રતાનું ભૂકંપમાં પણ જાપાનની એક પણ બિલડિન્ગ કોલેસ્પ નથી થતી. તેથી જ તમે વિચારી શકો છો કે જાપાન ટેકનોલોજીમાં ક્યાં પહોંચી ગયું છે. પોતાની ટેકનોલોજી દ્વારા હવે જાપાને ગાયના છાણમાંથી ઇંધણ રોકેટ વિકસાવ્યું છે. જેનું ઉપયોગ કરવાની તૈયારી પણ જાપાને શરૂ કરી દીધું છે.
બાયોમિથેનના ઉપયોગ કરીને ઉડાડવામાં આવ્યું
ગાયના છાણાથી વિકસવામાં આવી આ નવી ટેક્લોનોજી વિશે વાત કરતા જાપાનના સૂત્રો જણાવે છે કે જાપાનના આવકાશ ઉદ્યોગેએ 8 ડિસેમ્બર 2023 ના રોજ તેનું પહેલું પરીક્ષણ કર્યું હતું. જેને પ્રોટોટાઇપ રોકેટ એન્જિન નામ આપવામામં આવ્યું છે. તેમને જણાવ્યું કે રોકેટને બાયોમેથિનનો ઉપયોગ કરીને ઉડાડવામાં આવ્યું હતું. જેને ગાયના છાણમાંથી તૈયાર કરવામાં આવ્યું છે.
કેવી રીતે થયું પરીક્ષણ
જાપાના અધિકારીએ જણાવ્યું કે, બાયોમિથેન ઇંઘણ દ્વારા બળતણ ધરાવતા રોકેટ તાકી શહેરમાં લગભગ 10 સેકેન્ડ માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા ત્યારે હેંગરના દરવાજામાંથી 10-15 મીટરથી તેને વાદળી અને નારંગી જ્યોત ફેંકી હતી. અધિકારિએ તાકાહિરો ઈનાગાવાએ જણાવ્યું હતું કે બે સ્થાનિક ફેરી ફાર્મમાં વપરાયેલ બાયોમિથેન સંપૂર્ણપણે ગાયના છાણમાંથી બનાવવામાં આવ્યું હતુ.
પાર્યવરણને સારું રાખવા માટે બનાવ્યું રોકેટ
આ રોકેટ તાકાહિરોના મુજબ ફક્ત પર્યાવરણને સારું રાખવા માટે બનાવવામાં આવ્યું છે અને બીજી વાત તેનું ઉત્પાદન વિશ્વના કોઈ પણ ખેડૂત સ્થાનિક સ્તરે કરી શકે છે. કેમ કે તે આર્થિક રૂપે ખૂબ જ સારું છે અને તેની શુદ્ધતા પણ પ્રાકૃતિક છે. પરંતુ મને નથી લાગતું કે વિશ્વભરમાં તેની નકલ કરવામાં આવશે. હું કહી શકું છું કે ભવિષ્યમાં તેનો વધુ ઉપયોગ કરી શકાશે પણ જાપાનાથી મંગાવીને.
ભવિષ્યમાં અવકાશમાં ઉપગ્રહ સ્થાપિત કરવા માટે પણ પ્રયોગ થશે
ગાયના છાણમાંથી બનાવેલા આ રોકેટ વિશે તાકાહિરો કહે છે કે ભવિષ્યમાં આ ઈંધણનો ઉપયોગ કરીને જાપાન અવકાશમાં ઉપગ્રહો પણ સ્થાપિત કરી શકે છે. આ કંપનીઓ સ્થાનિક ખેડૂતો સાથે નજીકથી કામ કરે છે જેમની પાસે તેમના ખેતરોમાં ગાયના છાણને બાયોગેસમાં પ્રોસેસ કરવા માટેના સાધનો છે.
કેવી રીતે કરે છે કામ
તેમણે જણાવ્યું કે આ રોકેટ એર વોટર બાયોગેસ એકત્ર કરે છે અને પછી તેને ઇંધણમાં ફેરવે છે. એર વોટરના એન્જિનિયર ટોમોહિરો નિશિકાવાએ જણાવ્યું હતું કે જાપાન પાસે સંસાધનોની અછત છે અને તેણે સ્થાનિક રીતે ઉત્પાદિત, કાર્બન-તટસ્થ ઊર્જા સુરક્ષિત કરવી જોઈએ. આ પ્રદેશની ગાયોમાંથી મેળવેલ છાણમાં પુષ્કળ ક્ષમતા છે. જાપાનની સ્પેસ એજન્સી JAXAએ સપ્ટેમ્બરમાં તેનું “મૂન સ્નાઇપર” મિશન શરૂ કર્યું હતું, પરંતુ છેલ્લા બે વર્ષમાં એજન્સીના બે મિશન નિષ્ફળ ગયા હતા. તેના પછી કંપનીને આ આઈડિયા આવ્યું હતું.
Share your comments