Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

કેળાં ના પાકમાં કરવામાં આવતી જરૂરી કૃષિ પદ્ધતિઑ

કેળાં નો પાક ઉષ્ણકટિબંધ વિસ્તાર માં ૧૩૦ દેશ માં સૌથી વધુ ઉગાડવામાં આવતો પાક છે. કેળાં માં વિવિધ પ્રજાતિઑ છે જેમાં ઓસ્ટ્રેલિમુસા અને યુમુસા શ્રેણી એ ખાધ્ય લાયક છે. મોટા ભાગના ખાધ્ય કેળાં તો મુસા એક્યુમીનેટા માથી મેળવવા માં આવે છે, જે બે જંગલી ડિપ્લોઈડ પ્રજાતિઓ વચ્ચે નો સંકર છે જેવીકે મુસા અક્યુમીનાટા કોલા અને મુસા બલ્બીસિયાના જે એ અને બી જીનોમ ના ફાળો ધરાવે છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar

કેળાં નો પાક ઉષ્ણકટિબંધ વિસ્તાર માં ૧૩૦ દેશ માં સૌથી વધુ ઉગાડવામાં આવતો પાક છે. કેળાં માં વિવિધ પ્રજાતિઑ છે જેમાં ઓસ્ટ્રેલિમુસા અને યુમુસા શ્રેણી એ ખાધ્ય લાયક છે. મોટા ભાગના ખાધ્ય કેળાં તો મુસા એક્યુમીનેટા માથી મેળવવા માં આવે છે, જે બે જંગલી ડિપ્લોઈડ પ્રજાતિઓ વચ્ચે નો સંકર છે જેવીકે મુસા અક્યુમીનાટા કોલા અને મુસા બલ્બીસિયાના જે એ અને બી જીનોમ ના ફાળો ધરાવે છે.

banana crop
banana crop

ભારત માં કેળાં ના પાક વિસ્તાર ની દ્રષ્ટી એ કેરી પછી બીજા નંબરે આવે છે (૮,૯૮,૦૦૦ ચો. હે.) અને બીજા ફળ પાકો ની સરખામણીમાં ઉત્પાદન માં પ્રથમ નંબરે છે (૩,૧૭,૪૭,૦૦૦ મે. ટન).  વિસ્તાર અને ઉત્પાદન માં કર્ણાટક અને ગુજરાત અનુક્રમે પ્રથમ નંબરે આવે છે. ગુજરાત માં કેળાં ના વાવેતર ના વિસ્તાર અને ઉત્પાદન  ની વાત કરીએ તો ભરુચ પ્રથમ ક્રમે આવે છે (૧૨૨૮૬ હે. અને ૮૯૬૮૭૮ મે. ટન ) તેમજ આણંદ, વડોદરા, નર્મદા, સુરત, વલસાડ, તાપી, ભાવનગર, કચ્છ તેમજ ડાંગ મહીસાગર, અરવલ્લી, જુનાગઢ અને ગીર સોમનાથ જેવા જિલ્લા માં જી-૯, વિલિયમ, ડ્રાફ કેવેંડીશ અને ગણદેવી સેલેક્સ્તન નાના મોટા વિસ્તાર માં વાવેતર કરવામાં આવે છે. 

ઇન્ટર ક્રોપીંગ
ઇન્ટર ક્રોપીંગ

કેળા માં વધુ ઉત્પાદન અને સારી ગુણવત્તા મેળવવા માટે જે અલગ અલગ પદ્ધતિ નો ઉપયોગ કરવામાં આવે છે તે નીચે પ્રમાણે છે:

ઇન્ટર ક્રોપીંગ

        સંશોધન ના આધારે જાણવામાં આવ્યું છે કે કેળાં માં ઇન્ટર ક્રોપીંગ કરવામાં આવે તો વિકાશ, ઉત્પાદન અને જીવાત ના ઉપદ્રવ સામે રક્ષણ મેળવી શકાય છે. કેળાં ના પાક સાથે આદું, હળદર, મરચી, ભીંડા, મુલા, કોલીફ્લાવર, કોબીજ,પાલક અને કઠોળ વર્ગ ના પાકો લેવામાં આવે છે. રીંગણ અને વેલા વાળા શાકભાજી  કેળાં માં ઇન્ટર ક્રોપ તરીકે ના લઈ શકાય કારણે તેનાથી જમીન માં કૃમિ નું પ્રમાણ વધે છે.

પીલા દૂર કરવા (ડિસકરીંગ):

        કેળાં માં બે પ્રકારના પીલા હોય છે તલવાર આકારના પાંદળા વાળા (સ્વોર્ડ સકર) અને વોટર  સકર ગોળાકાર જે માઠી વોટર સકર ને મુખ્યત્વે દૂર કરવામાં આવે છે.  કેળાં ના વાવેતર પછી ૨-૨.૫ મહિના પછી વધારાના અને અનિચ્છિય પીલા ને દૂર કરવામાં આવે છે. ડિસકરિંગ આમ તો કાપીને દૂર કરી શકાય ઉપરાંત કેરોસીન અને ૨,૪- ડી કેમિકલ નો ઉપયોગ થાય છે.

ટેકો આપવો (પ્રોપિંગ):

        કેળાં માં લૂમ આવ્યા પછી તેનો છોડ ઢળી ના જાય તે માટે મુખ્યત્વે ઊચી જાતો ને ટેકો આપવામાં આવે છે. વાંસ તેમજ સીમેંટ ના પોલ નો ઉપયોગ કરવામાં આવે છે.

આવરણ (મલ્ચિંગ):

        કેળાં માં આવરણ નો ઉપયોગ ભેજ નું સરક્ષણ તેમજ મૂળ ની સંખ્યામાં વધારો કરવામાં અને ત્યાં પોષક તત્વો અને પાણીના ઉપયોગની ક્ષમતામાં સુધારો કરે છે તેમજ નીંદણ ની વૃદ્ધિ ને અટકાવે છે તેના દ્વારા કેળાં ના ઉત્પાદનમાં ૩૦-૪૦ % નો વધારો થાય છે.

અરથીંગ અપ
અરથીંગ અપ

પાળા ચડાવવાં (અરથીંગ અપ):

        કેળાં ના છોડ ને આધાર ને ટેકો પૂરો પાડવા તેમના મૂળ ની રચના ને વધારે મજબૂત અને પાણી થી કોહવાય જતાં અટકાવવા માટે પાળા ચડાવવામાં આવે છે.

ડિનેવેલિંગ
ડિનેવેલિંગ

નર ફૂલ ને દૂર કરવા (ડિનેવેલિંગ):

        સ્ત્રી ફૂલ ના વિકાસ પછી નર ફૂલ ની કાળી ને દૂર કરવામાં આવે છે તેને ડિનેવેલિંગ કહેવામા આવે છે જે ફળ ના વિકાસ માં પ્રોત્સાહન આપે છે. દૂર કરેલા નરકળીઓ શાકભાજી તરીકે વાપરવા માં આવે છે.

બન્ચ કવરીંગ
બન્ચ કવરીંગ

બન્ચ કવરીંગ:

        કેળાં માં બન્ચ આવ્યા પછી નોન વુમન તેમજ પોલીથીન બેગ નો ઉપયોગ કરવામાં આવે છે.  સંશોધન ના આધારે જાણવામાં આવ્યું છે કે કેળાં માં બન્ચ કવરીંગ કરવાથી બન્ચ નું વજન, કેળાં ની લંબાઈ અને વ્યાસ તેમજ અમુક રોગો અને જીવાત સામે રક્ષણ આપે છે. આ વધારે પવન ના લીધે પડેલા ફળની સપાટી ને જે લીસોટા પડે જેનાથી ફ્રૂટ ની ગુણવતા માં અસર થાય છે તેને પણ રોકી શકાય છે  ઉપરાંત ૧૫-૨૦ % ઉત્પાદન માં પણ વધારો થાય છે.

બન્ચ ફિડિંગ :

        કેળાં ના પાક માં વધુ ઉત્પાદન અને સારી ગુણવત્તા મેળવવા માટે યોગ્ય સમયે અને જથ્થાં માં પોષક તત્વો મહત્વ નો ભાગ ભજવે છે. તેમાં  નાટ્રોજન અને પોટેશીયમ વધુ ઉત્પાદન અને સારી ગુણવત્તા મેળવવા માટે મહત્વોનો ભાગ ભજવે છે. તેમાં પણ પોટેશીયમ એ કેળાં ના ઉત્પાદન માટે એક ચાવી રૂપ તરીકે વપરાય છે. પોટેશિયમ કેળાં માં બન્ચ ની કદ, વજન, ફળ ની ગુણવત્તા વધારે અને પરિપકવ્યતા ના સમય ઘટાડે છે.

        કેળાં નો છોડ અમુક મૂખ્ય તત્વો તેમજ સૂક્ષ્મ તે જમીન માથી તેમજ છંટકાવ થી મેળવી લે છે આ ઉપરાત અમુક તત્વો ની ખામી જોવા મળે છે જેથી તેમાં લૂમ ના વજન, કદ અને ફળ ની ગુણવત્તા પર અસર કરે છે તેથી આ પોષક તત્વો ની ખામીને ભરપૂર કરવા મટે બન્ચ ફિડિંગ કરવામાં આવે છે.

        કેળાં માં લૂમ ના નીચેના ભાગ માં નર ફૂલ ને દૂર કરીને ત્યાં એક લિટર ની પ્લાસ્ટિક ની કોથળી ને બાંધીને પોષક તત્વો નું દ્રાવણ બનાવીને આપવામાં આવે છે. મુખવ્યત્વે ગાય ના છાણ નું દ્રાવણ 500 ગ્રામ + ૭.૫ ગ્રામ યુરિયા + ૭.૫ ગ્રામ પોટેશિયમ સલ્ફેટ અથવા તો  500 ગ્રામ + ૭.૫ ગ્રામ યુરિયા + ૭.૫ ગ્રામ અલ્યુમિનિયમ સલ્ફેટ નો ઉપયોગ કરવામાં આવે છે.

        સંશોધન પર થી જાણવામાં આવ્યું છે કે યુરિયા એ ફળો ના કોષ ના વીકાસ માં મદદ કરે છે જેથી તેની લંબાય માં વધારો થાય છે. આ ઉપરાંત પોટેશિયમ જે ઉત્સેચકો ને સક્રિય કરે છે તેમજ તે હરિત દ્રવ્ય ના પુરોગામી નું સંશ્લેષણ કરે છે. આ ઉપરાંત પોટેશિયમ પરોક્ષ રીતે નાટ્રોજન અને પ્રોટીન ની ઉપયોગિતા માં વધારો કરીને ફળ નું વજન અને કદ વધારો કરે છે.

વાડ કરવી:

        કેળાં ના ખેતર ની સરહદે એ શેવરી નું વાવેતર અથવા જૂની સાડી ઑ ગોઠવીને ભારે અને ગરમ પવન ને કારણે થતું નુકશાન ને તળવા માટે પૂર્વ-પશ્ચિમ દિશામાં કરવામાં આવે છે.

લણણી પછી થડને કાઠવું (મેટ્ટોકિંગ):

લણણી પછી કેળાંના સ્યુડોસ્ટેમને દુર કરવાની પદ્ધતિને મેટ્ટોકિંગ કહે છે.

આ પણ વાંચો:દ્રાક્ષની ખેતી કેવી રીતે કરવી: દ્રાક્ષની જાતો અને ખેતીની સાચી પદ્ધતિ

હિરાલાલ એલ.ચૌધરી,  વિશાલ એલ. ભાદરકા અને જય એચ. બ્રહ્મ્ભટ્ટ

બાગાયત મહાવિધાલય, સરદારક્રૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી

જગુદણ- 384 460

Mo. No: 9737968346                               

E- mail:- chaudharyhiralal007@gmail.com

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More